By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઈરાન પર USનો ફરી હુમલો
    4 days ago
    નેપાળમાં ફરી પૂરનું એલર્ટ, નદીઓમાં જળસ્તર વધ્યું
    5 days ago
    SCO સમિટ- બેઠક નક્કી નહોતી, છતાં મળ્યા મોદી-જિનપિંગ : હાથ મિલાવ્યા અને વાતચીત કરી
    5 days ago
    મદદ કરવી એ ભારતની પરંપરા : મોહન ભાગવત
    6 days ago
    નેપાળ પૂર હોનારતમાં 950 નાગરિકના મોત : અત્યાર સુધી 4200થી વધુ લોકો ગુમ : મૃતદેહોને દફનાવવાનું શરૂ
    6 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
    4 days ago
    દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
    4 days ago
    શેરબજારમાં 800 પોઈન્ટનો કડાકો
    4 days ago
    રેલવેના રૂ.675 કરોડના 3 સુરક્ષા પ્રોજેક્ટને મંજૂરી
    4 days ago
    ચિત્રકૂટમાં પૂરથી 80થી વધુ મકાન ધરાશાયી
    5 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    5 days ago
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    3 weeks ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    3 weeks ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    1 month ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    1 month ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    1 month ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    1 month ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    1 month ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: અંતરથી હું ગુજરાતી છું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > Author > અંતરથી હું ગુજરાતી છું
Author

અંતરથી હું ગુજરાતી છું

Khaskhabar Editor
Last updated: 2026/05/02 at 3:46 PM
Khaskhabar Editor 4 months ago
Share
5 Min Read
SHARE

વિદેશના મબલખ સુખમાં જીવવા છતાં વતન માટે ઝૂરતું મન, ભલે મતદાનનો હક નથી કે દેશ આવવા વિઝા જોઈએ, પણ ગુજરાત હૈયાથી ક્યારેય દૂર નથી

દેશથી દૂર પરદેશ રહું છું હું,
મબલખ સુખમાં જીવન જીવું છું હું.
પાસપોર્ટમાં અમેરિકન કહેવાઉં,
પણ અંતરથી ગુજરાતી જ છું હું.

- Advertisement -

સંકટ આવે જો દેશ પર ક્યાંય
સૌથી પહેલાં દિલ દોડી જાય.
ભલે કહો તમે મને એનઆરઆઈ,
મન મારું તો વતનમાં જ વસે ત્યાં.

હક વોટ આપવાનો ભલે નથી,
ના પાસપોર્ટ ભારતનો મારી પાસ
દેશમાં આવવા વીઝા જોઈએ ખાસ.
તોય મારું ગુજરાત હૈયાથી દૂર નથી

ગરિમા સાચવું, ભાષા જાળવું,
વાંચન, લખાણ અને વાણીમાં
સપનાઓ પણ ગુજરાતીમાં જ આવે,
એ જ મારી સાચી ઓળખાણ છે જાણું

- Advertisement -

મન ગર્વથી ઝૂમી ઊઠે અંતરથી,
વિદેશમાં રહીને પણ હંમેશા,
હું ગુજરાતી જ રહીશ અંતરથી!!

ગુજરાતી ભાષા માત્ર શબ્દો નથી, પરંતુ એક ગુજરાતી માટે જીવનનો અભિગમ છે. વિદેશમાં રહીને પણ જ્યારે કોઈ પોતાની ભાષાને વાંચન, લખાણ અને વાણીમાં જીવંત રાખે છે, ત્યારે તે માત્ર સંવાદ નથી કરતો, પરંતુ પોતાની સંસ્કૃતિને શ્વાસ આપે છે. સપનાઓ પણ ગુજરાતીમાં જ આવવી એ દર્શાવે છે કે ભાષા કેટલીઘણી અંદર સુધી વસી ગઈ છે. એ જ સાચી ઓળખાણ છે જે કોઈ સરહદ કે પરિસ્થિતિથી બદલાતી નથી.
ગુજરાતી ભાષા પ્રત્યેનો આ પ્રેમ સહજ રીતે રોજિંદા જીવનમાં ઝળકે છે. બાળકોને માતૃભાષા શીખવવી, ઘરમાં ગુજરાતી બોલવું, સાહિત્ય વાંચવું કે તહેવારોને એ જ ભાવથી ઉજવવા-આ બધું એ જ લાગણીનું પ્રતિબિંબ છે કે હું ક્યાંય હોઉં, પણ મારી ઓળખાણ ગુજરાતી જ છે. ભાષા માત્ર શબ્દોનો સમૂહ નથી; તે લાગણીઓ, સંસ્કાર અને સંબંધોની કડી છે, જે પેઢી દર પેઢી આગળ વધે છે.
વિદેશમાં રહીને પણ જ્યારે પોતાની ભાષા અને સંસ્કૃતિને જીવંત રાખી શકાય, ત્યારે એ ગર્વ અલગ જ હોય છે. અંતે, જીવન જ્યાં લઈ જાય ત્યાં જઈએ, પરંતુ આ ભાવ અડગ રહે છે-હું ગુજરાતી છું, અને હંમેશા અંતરથી ગુજરાતી જ રહીશ.
એનઆરઆઈ કે પરદેશી જેવા લેબલ ભલે મળ્યા હોય, પરંતુ હૃદયની ઓળખ ક્યારેય બદલાતી નથી. એક ગુજરાતી જ્યાં જાય ત્યાં પોતાની સાથે દેશની માટીની સુગંધ, ભાષાની મીઠાશ અને સંસ્કૃતિનો સ્પર્શ લઈને જાય છે. પરદેશમાં સુખ, સુવિધા અને સફળતા મળે, છતાં અંદર ક્યાંક વતન માટેનો એક સૂક્ષ્મ તાંતણો સતત જોડાયેલો રહે છે.
આખું વર્ષ મહેનત અને કાર્યમાં પસાર થાય છે. દિવસ-રાતની દોડધામ વચ્ચે જ્યારે થોડા દિવસોની રજાઓ મળે કે થોડી બચત થાય, ત્યારે ઘણા લોકો દુનિયાના નવા દેશો જોવા નીકળે છે. પરંતુ એક ગુજરાતી માટે પહેલી પસંદ હંમેશા પોતાનું દેશ જ રહે છે. વિદેશની ચમક-ધમક વચ્ચે પણ મનને શાંતિ તો પોતાના ઘરનાં આંગણે, પોતાના લોકો વચ્ચે જ મળે છે. એ જ કારણ છે કે થોડી પણ તક મળે, તો પગ આપોઆપ ભારત તરફ વળી જાય છે.
દેશ પ્રત્યેનો આ પ્રેમ માત્ર આનંદના ક્ષણોમાં જ નહીં, પરંતુ મુશ્કેલીઓના સમયમાં પણ એટલો જ ઊંડો રહે છે. જ્યારે દેશમાં કોઈ કુદરતી આફત આવે કે સંકટ ઊભું થાય, ત્યારે હજારો માઈલ દૂર બેઠેલા લોકોનું દિલ પણ તેટલું જ વ્યાકુળ થઈ ઊઠે છે. મદદ કરવાની લાગણી, કંઈક યોગદાન આપવાની ઈચ્છા-આ બધું સાબિત કરે છે કે અંતર માત્ર ભૌગોલિક છે, લાગણીઓનું નથી, અને આ જોડાણની મજબૂત કડી ભાષા છે. તેમ છતાં, ઘણીવાર પ્રશ્ર્નો પણ સાંભળવા મળે છે-દેશ એટલો જ પ્રિય છે તો બહાર ગયા જ કેમ? અથવા એનઆરઆઈ બનીને દેશપ્રેમ ની વાતો નકામી આવા પ્રશ્ર્નો ક્યારેક મનને સ્પર્શી જાય છે. પણ જવાબ બહુ સરળ છે. પરદેશમાં જવું એ સપનાઓ, તક અને વિકાસ માટેનું એક પગલું છે, પરંતુ તે દેશપ્રેમને ઓછો કરતું નથી. માણસ જ્યાં જાય ત્યાં પોતાની ઓળખ સાથે જ જાય છે, અને એ ઓળખમાં દેશ અને ભાષા બંને ગાઢ રીતે વણાયેલા હોય છે.
ગુજરાતી માટે તેની ભાષા માત્ર સંવાદનું સાધન નથી, પરંતુ તેની લાગણીઓ, સંસ્કાર અને અસ્તિત્વનો એક મહત્વપૂર્ણ ભાગ છે. વિદેશમાં રહીને પણ જ્યારે કોઈ ગુજરાતી બોલે, લખે કે પોતાના બાળકોને શીખવે, ત્યારે એ માત્ર ભાષા જ નહીં, પરંતુ પોતાની ઓળખને જીવંત રાખે છે.
અંતે વાત એટલી જ છે કે પરદેશમાં રહેવું અને દેશને પ્રેમ કરવું-બન્ને વિરોધાભાસી નથી. એ એકબીજાને પૂરક છે. અંતર વધે તેટલો પ્રેમ વધુ ઊંડો બને છે. અને કદાચ એ જ સાચો દેશપ્રેમ છે-જે કોઈ લેબલ, અંતર કે પરિસ્થિતિથી ક્યારેય ઓછો થતો નથી.

You Might Also Like

વેદોના ચિંતન વૈભવને જાણો

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

રાજીનામાની રાજનીતિ

iphone કરતાં ખૂબ મોટી છે જિંદગી

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article માત્ર ટાઈટલ ક્લિયરન્સ જ નહીં, 30 વર્ષનો સર્ચ રિપોર્ટ પણ અત્યંત જરૂરી
Next Article કુખ્યાત આરોપીના 1 કરોડના ગેરકાયદે બંગલા પર બુલડોઝર ફર્યું

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

RMC આવાસ યોજનામાં મૂળથી જ ભ્રષ્ટાચાર : આવાસ યોજનાના હેડ ક્લાર્ક અજય પરમારે ખૂદને જ આવાસ ફાળવી દીધું!

Khaskhabar Editor Khaskhabar Editor 4 days ago
રાજકોટમાં ઓવરલોડથી લઇ લાઇસન્સ વિના ડ્રાઇવિંગના 2,017 કેસમાં રૂ.63.34 લાખનો દંડ વસૂલાયો
ખાદ્ય તેલના બિન-પ્રમાણિત પેકેટના વેચાણ પર પ્રતિબંધ
રાજકોટ બન્યું મથુરા-ગોકુળનગરી : જન્માષ્ટમીમાં શહેર કૃષ્ણના રંગે રંગાયું
જન્માષ્ટમી શોભાયાત્રામાં નટખટ કાનુડો આવશે… રાજકોટ ઝૂમી ઊઠશે!
દેશભરમાં બંધ થતી શાળાઓમાંથી 50%થી વધુ એકલા મધ્યપ્રદેશમાં: શિક્ષણ પ્રણાલી સામે સવાલો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

Authorમનીષ આચાર્ય

વેદોના ચિંતન વૈભવને જાણો

Khaskhabar Editor Khaskhabar Editor 5 days ago
Author

મહીસાગર કાંઠે વસેલું વાલવોડ ગામ : આસ્થા, ઇતિહાસ અને લોક પરંપરાઓનો અનોખો સંગમ

Khaskhabar Editor Khaskhabar Editor 6 days ago
AuthorBhavy Raval

મોંઘવારી : પરિવાર માટે છે, પોતાના માટે નહીં!

Khaskhabar Editor Khaskhabar Editor 2 weeks ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?