By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડોલર અને યુરો કરતાં રૂપિયાની નોટોની સંખ્યા વધુ : ભારતમાં 176 અબજ બેંક નોટો ચલણમાં
    2 days ago
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    2 weeks ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    દિલ્હી-NCRમાં વરસાદ, MPના ઘણા જિલ્લામાં પૂર જેવી સ્થિતિ
    20 hours ago
    જેવા સાથે તેવા : દિલ્હીમાં પાકિસ્તાન હાઈ કમિશનની બહાર બુલડોઝર એકશન, ગેરકાયદે બાંધકામો તોડી પડાયા
    20 hours ago
    કોલકત્તાની હોટલમાં આગ બાળક સહિત 9 લોકોના મોત
    2 days ago
    ગુજરાત બન્યું અમેરિકાની ઊંઘ ઉડાવનાર ‘ફેન્ટેનાઈલ’ ડ્રગનું હબ!
    2 days ago
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    3 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ભારત 600મી ટેસ્ટમાં જીત્યું : શ્રીલંકાને 165 રનથી હરાવ્યું
    2 days ago
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    7 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    3 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    4 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    4 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ગુજરાત કૉંગ્રેસમાં હવે એક-બે નહીં પણ પુરા 7 વર્કિંગ પ્રેસિડેન્ટ્સ : આ ચૂંટણી જીતવાની નવી રણનીતિ કે પછી..?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > ગુજરાત કૉંગ્રેસમાં હવે એક-બે નહીં પણ પુરા 7 વર્કિંગ પ્રેસિડેન્ટ્સ : આ ચૂંટણી જીતવાની નવી રણનીતિ કે પછી..?
ગુજરાત

ગુજરાત કૉંગ્રેસમાં હવે એક-બે નહીં પણ પુરા 7 વર્કિંગ પ્રેસિડેન્ટ્સ : આ ચૂંટણી જીતવાની નવી રણનીતિ કે પછી..?

Khaskhabar Editor
Last updated: 2022/07/08 at 5:32 PM
Khaskhabar Editor 4 years ago
Share
6 Min Read
SHARE

સૌજન્ય
ઑપ ઈન્ડિયા ગુજરાતી

ગઈકાલે મોડી સાંજે ગુજરાત કોંગ્રેસ તરફથી એક અનોખા સમાચાર સામે આવ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય કાર્યકારી પ્રમુખ સોનિયા ગાંધીએ ગુજરાત કોંગ્રેસમાં એક કે બે નહીં પરંતુ પૂરેપૂરા સાત કાર્યકારી પ્રમુખો એટલેકે વર્કિંગ પ્રેસિડેન્ટ્સની નિમણુંક કરી દીધી છે. આ સાત કાર્યકારી પ્રમુખોના નામ છે, લલિત કગથરા, જીગ્નેશ મેવાણી, ઋત્વિક મકવાણા, અંબરીશ ડેર, હિંમતસિંહ પટેલ, કાદિર પીરઝાદા અને ઇન્દ્રવિજયસિંહ ગોહિલ. આ ઉપરાંત શાલે મોહમ્મદ અને ઇન્દ્રજીતસિંહ ગુર્જર (કચ્છ), અશોક ચંદાના (બનાસકાઠા), ઉદયલાલ અંજના (મહેસાણા), નીતિન રાઉત (વલસાડ) જેવા નેતાઓને આ લોકસભા બેઠકો માટે ઓબ્ઝર્વર બનાવવામાં આવ્યા છે.

- Advertisement -

પહેલી નજરે ગુજરાત કોંગ્રેસ હવે આ વર્ષના અંતમાં આવનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ માટે તૈયારી કરી રહી હોવાનું નજરે પડે છે, પરંતુ શું ખરેખર એવું છે ખરું? આપણે બધાંજ જાણીએ છીએ કે ગુજરાત કોંગ્રેસમાં છેલ્લા ઘણા વર્ષોથી એક સાંધો તો તેર તૂટે જેવી પરીથીતી છે. પાટીદાર અનામત આંદોલન દ્વારા હાર્દિક પટેલ ચમક્યા તો એમને પહેલાં કોંગ્રેસમાં લેવામાં આવ્યા અને ગયા વર્ષે એમને અચાનક જ વર્કિંગ પ્રેસિડેન્ટ બનાવી દેવામાં આવ્યા અને એ પણ આટઆટલા વરિષ્ઠ નેતાઓ ગુજરાત કોંગ્રેસમાં હોવા છતાં.

જોકે હાર્દિક પટેલને પોતાની ગુજરાત કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં અવગણના થતી હોવાની લાગણી થઇ અને એમણે કોંગ્રેસ છોડીને ભાજપમાં પ્રવેશ કરી લીધો છે. કદાચ હાર્દિકના આ નિર્ણયથી વરિષ્ઠ કોંગ્રેસી નેતાઓને હાશકારો થયો હોય તો નવાઈ નથી કારણકે જે પદ માટે તેઓ લાયક હતા એ પદ પક્ષમાં નવાસવા આવેલા હાર્દિક પટેલને આપી દેવામાં આવ્યું અને હવે હાર્દિક પટેલે જ્યારે પક્ષ છોડી જ દીધો છે તો આપણો વારો હવે આ પદ માટે ચોક્કસ આવશે એવું એમને જરૂર લાગ્યું હશે.

પરંતુ ગઈકાલે જે જાહેરાત કરવામાં આવી એનાથી ગુજરાત કોંગ્રેસના એ વરિષ્ઠોને ફરીથી આંચકો જરૂર લાગ્યો હશે કારણકે આ યાદીમાં નવા-જૂનાનું મિશ્રણ તો છે, પણ એમને જે રીતે હાર્દિક પટેલ સાથે તકલીફ હતી એમના નવા હોવાની એ જ તકલીફ એમને જીગ્નેશ મેવાણીના નામ સાથે પણ એ જ તકલીફ થશે. જીગ્નેશ મેવાણી પણ હાર્દિક પટેલ અને અલ્પેશ ઠાકોરની સાથેજ લગભગ છ વર્ષ પહેલા ગુજરાતના રાજકીય ફલક પર દેખાયા હતા.

- Advertisement -

જીગ્નેશ મેવાણીને બાદમાં કોંગ્રેસે વડગામની બેઠક પર અપક્ષ ઉમેદવાર તરીકે ટેકો આપ્યો હતો અને એ જીત્યા પણ હતા. પરંતુ બાદમાં તેઓ કોંગ્રેસ સાથે અનઓફિશિયલી જોડાઈ ગયા છે અને ફક્ત એમનું વિધાનસભ્ય પદ ન જાય એટલે એમણે આ જોડાણની અધિકૃત માન્યતા હજી સુધી આપી નથી. પરંતુ એક રીતે જોવા જઈએ તો મેવાણી પણ હાર્દિકની જેમ જ નવા નેતા છે. આ ઉપરાંત જે અન્ય નામો ઉપરોક્ત યાદીમાં જોવા મળે છે એ કોઈને કોઈ રીતે આ પ્રકારની ગુજરાત કોંગ્રેસની અન્ય યાદીઓમાં સ્થાન પામતા જ રહ્યા છે.

તો શું ગઈકાલની જાહેરાતને ગુજરાત કોંગ્રેસ હવે ચૂંટણીઓની તૈયારીમાં લાગી પડી છે એમ માનવું જોઈએ કે પછી હાર્દિકના બનાવ બાદ બને તેટલા વરિષ્ઠ નેતાઓને પદ આપીને રાજી રાખવાની એક બીજી પ્રવૃત્તિ છે એમ માનવું વધુ યોગ્ય ગણાશે? ગત લોકસભાની ચૂંટણીઓમાં ગુજરાતમ કોંગ્રેસના ધોવાણ બાદ જ્યારે મહિનાઓ સુધી પ્રદેશ અધ્યક્ષ અને વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકેના પદના પડેલા રાજીનામાંનો કોઈજ નિર્ણય ન લેવાય ત્યારે અચાનક જ એક-બે નહીં પરંતુ સાત-સાત પ્રદેશ અધ્યક્ષની ઘોષણા થાય એ આશ્ચર્ય પમાડે તેવો નિર્ણય છે.

બીજું, જો હાર્દિક પટેલ એક માત્ર વર્કિંગ પ્રેસિડેન્ટ હોવા છતાં એમને કામ સોંપાતું ન હોવાની કે પછી એમની અવગણના થતી હોવાની ફરિયાદ કરતા હતા તો આ સાત જણને એવા તે કયા કામ સોંપવામાં આવશે જે ગુજરાત કોંગ્રેસને પુરા કરવામાં તકલીફ પડે છે? શું આ સાતેયમાંથી કોઈ એક કે બે એવા નહીં નીકળે જેમની અવગણના થશે? એટલે ફક્ત એ પક્ષ છોડીને ન જાય અથવાતો એમનો જે-તે અસંતોષ છે એ ભભૂકી ન ઉઠે અને ચૂંટણી સમયે નિષ્ક્રિય ન થઇ જાય એની તકેદારી જ ગઈકાલના નિર્ણય થકી રાખવામાં આવી છે?

છેલ્લા લગભગ ત્રણેક દાયકાથી આપણે જોઈએ છીએ કે કોંગ્રેસ આ જ રીતે ચૂંટણી નજીક આવતાં અત્યંત જરૂરી માળખાકીય જરૂરિયાતો પર લીંપણ કરી દે છે, પણ ચૂંટણી જીતવા માટે કોઈ મજબૂત રણનીતિ નથી બનાવતી અને છેવટે તે વિધાનસભાની ચૂંટણી હારી જાય છે. સાત વર્કિંગ પ્રેસીડન્ટ્સનો નિર્ણય પણ આવું જ કોઈ લીંપણ સાબિત થશે કારણકે આ નિર્ણયમાં આવનારી ચૂંટણી જીતવાની કોઈ ખાસ અને વિચારી લીધેલી રણનીતિ હોય એવું લાગતું નથી.
જો રાષ્ટ્રીય સ્તરે યુવાનોને કે નવા ચહેરાઓને તક આપવાની કોઈ ઈચ્છા ન હોય તો ગુજરાત ખાતે પણ એમ જ હોય તો એમાં શેની નવાઈ? જીગ્નેશ મેવાણી બેશક નવો અને યુવા ચહેરો છે પરંતુ એ એક માત્ર એવા આગેવાન છે જ્યારે બાકીના તમામ નામો એના એ જ છે. જ્યારે બીજી તરફ લગભગ બે મહિના અગાઉ ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલ ખુદ રાજ્યના તમામ જિલ્લાઓની યાત્રાએ નીકળી ચુક્યા છે અને વડાપ્રધાન ખુદ છેલ્લા બે મહિનાથી નહીં નહીં તો દર મહીને બે વખત ગુજરાતની મુલાકાત લઇ રહ્યા છે. ભાજપ ઓલરેડી ચૂંટણી મોડમાં આવી ગયું છે ત્યારે કોંગ્રેસ હજી પણ એના માટે યોગ્ય શું છે તેની ગડમથલ અને મથામણમાં બીઝી છે પરંતુ એ ગડમથલ અને મથામણ ગેરમાર્ગે હોવાથી તે ઈચ્છિત પરિણામો આપે એવું અત્યારે તો લાગતું નથી.

You Might Also Like

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!

જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા

રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ

બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા

TAGGED: CONGRESS, election, Gujarat
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ગુજરાતમાં મેઘો મહેરબાન
Next Article સવન ગ્રુપના અશોક ગજેરા અને રિ-સેલર નિશીત ટીલાળા પર 20 લાખની ઠગાઈનો આક્ષેપ!

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!
જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા
રાજીવ ગાંધીની જન્મજયંતિએ રાજકોટ શહેર કોંગ્રેસની શ્રદ્ધાંજલિ
બાળ પ્રતિભાઓને પ્રોત્સાહન આપવા જન્માષ્ટમી મહોત્સવ સમિતિ દ્વારા ‘ગોપીકિશન’ સ્પર્ધા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં શાંતિભાઈ આચાર્યના સમગ્ર પ્રદાન પર એક દિવસીય પરિસંવાદ યોજાયો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

રાજકોટમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેંચાતો હોવાનો વિડીયો વાયરલ

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

રાજકોટમાં કાયદા-બાયદા માર્યા ફરે : કોઈપણ મંજુરી વિના જ ‘રોયલ’ મેળો શરૂ!

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાજકોટ

જિલ્લા ભાજપના મહામંત્રી નરેન્દ્રસિંહ જાડેજાના વતન વડાળીમાંથી જ ભાજપ વિરુદ્ધ ફોર્મ ઉપડ્યાની ચર્ચા

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?