ઋષિ કપૂરની જન્મ જયંતિ પર નીતુ કપૂરે પોતાના દિવંગત પતિને યાદ કર્યા અને એક તસ્વીર શેર કરી. તો રિદ્ધીમા કપૂર સાહનીએ પોતાના દિવંગત પિતાને યાદ કર્યા અને એક તસ્વીર શેર કરી લખ્યું કે તેઓ તેમની છત્રછાયામાં છે.
નીતુએ ઋષિને યાદ કરતા એક તસ્વીર શેર કરી
- Advertisement -
બોલીવુડના દિવંગત અભિનેતા ઋષિ કપૂરની આજે 70મી વર્ષગાંઠ છે. તેમની પત્ની નીતુ કપૂર અને દીકરી રિદ્ધીમા કપૂર સાહનીએ તેમને યાદ કર્યા. નીતુએ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ઋષિને યાદ કરતા એક જૂની તસ્વીર શેર કરી છે. તસ્વીરમાં ઋષિ-નીતુને કાળા રંગમાં ટ્વિનિંગ કરતા જોઇ શકાય છે. ફોટા માટે બંને હસતા પોઝ આપી રહ્યાં છે. ઋષિએ મોટા ચશ્મા પહેર્યા છે, જ્યારે નીતુએ તેના ગાલ પર હાથ રાખ્યો છે.
View this post on Instagram- Advertisement -
ઋષિના પરિવારજનો અને પ્રશંસકોએ કોમેન્ટ કરી
નીતુ કપૂરે કેપ્શનમાં દિલવાળી ઈમોજીની સાથે હેપ્પી બર્થ ડે લખ્યું છે. તેમના પરિવાર, મિત્રો અને પ્રશંસકોએ દિવંગત અભિનેતાને કોમેન્ટ કરી જન્મ જયંતિ પર પ્રેમનો વરસાદ કર્યો છે. નીતુુ અને ઋષિની પુત્રી રિદ્ધીમા કપૂર સાહનીએ લાલ દિલવાળી ઈમોજી કોમેન્ટ કરી. તો આલિયા ભટ્ટની માં સોની રાજદાન, કરણ કુંદ્રા અને સેલિબ્રિટી ફોટોગ્રાફર ડબ્બુ રત્નાનીએ દિલવાળી ઈમોજી પોસ્ટ કરી.
View this post on Instagram
રિદ્ધી કપૂરે પણ પિતાને યાદ કર્યા
તો રિદ્ધીમા કપૂર સાહનીએ ઋષિ કપૂરની જન્મ જયંતિ પર તેમની એક તસ્વીર શેર કરી છે. તેમની તસ્વીર પર ફૂલોનો હાર ચઢાવ્યો છે. તસ્વીર પર રણવીર અને તેનુ રિફ્લેક્શન દેખાઈ રહ્યું છે. રિદ્ધીમાએ આ તસ્વીરને શેર કરીને લખ્યું, તમારી છત્રછાયામાં અમે રહીએ છીએ અને પ્રેમ કરીએ છીએ. હેપ્પી બર્થ ડે પાપા. તેમણે પોતાના કેપ્શનમાં લાલ દિલવાળી ઈમોજી પણ પોસ્ટ કરી છે.