By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ભયાનક દાવાનળ : ઇમરજન્સી જાહેર
    1 week ago
    કોલંબિયામાં ભયાનક ભૂકંપ : 132નાં મોત, 570 ઘાયલ
    1 week ago
    ટ્રમ્પે હથિયાર હેઠે મૂક્યા! : અમેરિકા હવે પરમાણુ કરાર વિના પણ આ યુદ્ધમાંથી પીછેહઠ કરવા તૈયાર
    1 week ago
    ભારત પર 100 % ટેરિફવાળું બિલ અમેરિકી સેનેટમાં પાસ
    1 week ago
    ન્યૂ મેક્સિકો કોર્ટે મેટાને 5390 કરોડનો દંડ ફટકાર્યો
    2 weeks ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
    2 hours ago
    તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
    2 hours ago
    દાહોદમાં ધમધમતી નકલી સરકારી કચેરીનો પર્દાફાશ
    3 hours ago
    5 વર્ષથી પાણીમાં રહેતાં ઈકબાલ માટે દેવદૂત બન્યા અનંત અંબાણી
    3 hours ago
    રિલાયન્સ અને રોલ્સ-રોયસની મોટી ભાગીદારીથી ભારતને મળશે સ્વદેશી ફાઇટર જેટ એન્જિન
    3 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    રાજકોટની ધ્વનિએ ગોલ્ડ મેડલ મેળવી દેશની નંબર 1 ખેલાડી બની
    4 days ago
    ખેલાડીઓએ હવે 5:20 મિનિટમાં બ્રોન્કો ફિટનેસ ટેસ્ટ પાસ કરવી પડશે
    2 weeks ago
    બાયબાય ગ્લાસગો-હેલ્લો અમદાવાદ : ભારતને સોંપાયા મશાલ અને ફલેગ
    2 weeks ago
    નીરજ ચોપડાને ગોલ્ડ નહીં સિલ્વર મેડલ મળ્યો છતાં રચ્યો ઇતિહાસ !
    2 weeks ago
    કોમનવેલ્થ ગેમ્સ : દિલીપ ગાવિતને ગોલ્ડ અને મુરલી શ્રીશંકરને લોંગ જમ્પમાં સિલ્વર
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    2 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    2 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    2 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    2 months ago
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    2 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    2 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    9 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 weeks ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 weeks ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    4 weeks ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    1 month ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    1 month ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મારૂ કામ મારો ધર્મ, મારી ઓફિસ મારુ મંદિર – કલેક્ટર અરુણ મહેશ બાબુ
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > રાજકોટ > મારૂ કામ મારો ધર્મ, મારી ઓફિસ મારુ મંદિર – કલેક્ટર અરુણ મહેશ બાબુ
TALK OF THE TOWNરાજકોટ

મારૂ કામ મારો ધર્મ, મારી ઓફિસ મારુ મંદિર – કલેક્ટર અરુણ મહેશ બાબુ

Khaskhabar Editor
Last updated: 2021/11/03 at 5:07 PM
Khaskhabar Editor 5 years ago
Share
9 Min Read
SHARE

એક વ્યક્તિ એક જ જન્મમાં કેટલું માણી શકે, કેટલું પામી શકે, કેટલું શીખી શકે, કેટલું મેળવી શકે? આપણી સૌની એક મર્યાદા હોય છે.

સેલિબ્રિટી ટૉક
– કિન્નર આચાર્ય

શોખ હોય તો બે-ચાર હોય, પણ તેમાં નિપૂણતા ન મળી હોય. શીખવાની પણ એક હદ આવી જતી હોય. પરંતુ કેટલાંક લોકો મેઘધનૂષી વ્યક્તિત્વનાં સ્વામી હોય છે. તેઓ ઘણુંબધું શીખી લે છે, માણી લે છે અને અનેક ક્ષેત્રોમાં પ્રભુત્વ મેળવી લે છે. રાજકોટનાં જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ આવું જ એક વ્યક્તિત્વ છે. તેમને મળીએ તો લાગે કે, આપણે કશું માણ્યું જ નથી, આપણાં શોખ માત્ર શોખ બનીને રહી ગયા, તેને પૂર્ણ ન કરી શક્યા. અભ્યાસમાં હંમેશા અવ્વલ, અનેક સ્પોર્ટસમાં કૌશલ્ય, વાંચન બહોળું અને જિંદગીને નિહાળવાનો આગવો, ફિલોસોફિકલ અભિગમ. આ અને આવી અનેક બાબતો મહેશબાબુને એકદમ વિશિષ્ટ બનાવે છે.

Contents
એક વ્યક્તિ એક જ જન્મમાં કેટલું માણી શકે, કેટલું પામી શકે, કેટલું શીખી શકે, કેટલું મેળવી શકે? આપણી સૌની એક મર્યાદા હોય છે.સેલિબ્રિટી ટૉક – કિન્નર આચાર્યIFSમાંથી સિવિલ સર્વિસીસમાં મારો પ્રવેશ થયો એ ક્ષણને હું સૌથી યાદગાર-સુખદ માનું છું

- Advertisement -

કેરળનાં હિલ સ્ટેશન મુન્નારમાં તેમનો જન્મ. ત્યાં તાતા સ્કૂલમાં અભ્યાસ કર્યો અને અન્ય શહેરમાં પોસ્ટ ગ્રેજયુએશન કર્યું. કરિઅરની શરૂઆત વિદેશની એક જોબથી કરી અને એ પછી ઈન્ડિયન ફોરેસ્ટ સર્વિસ (ઈંઋજ)માં જોડાયા. ઓરિસ્સાનાં સંબલપુર વિસ્તારમાં ઉઋઘ તરીકે લગભગ અઢી વર્ષ ફરજ બજાવી અને ત્યારબાદ ઈંઅજ જોઈન કરવાનું નક્કી કર્યું. તેમાં સિલેક્ટ થયાં બાદ ગુજરાતનાં જૂનાગઢ, મહેસાણા, રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અને તે પછી અમદાવાદમાં વિવિધ પદ પર ફરજ નિભાવી અને હવે તેઓ રાજકોટ જિલ્લાનાં કલેકટર છે.

અમદાવાદમાં તેમની ફરજ દરમિયાન કોવિડ સંબંધિત નોંધપાત્ર કામગીરી કરી, બેટી બચાવો- બેટી પઢાવો તથા સરપંચ સંમેલનમાં કાર્યક્ષમતા પુરવાર કરી અને સ્ટેચ્યુ ઑફ યુનિટીનાં ઉદઘાટનમાં તથા નમસ્તે ટ્રમ્પ જેવી મેગા ઈવેન્ટમાં પણ સફળતાપૂર્વક ફરજ નિભાવી, આઝાદીનો અમૃત મહોત્સવ, હેલ્થ પ્રોજેકટ-પહેલ, કસ્તુરબા વિદ્યાલયને લગતી યોજના પણ પાર પાડી. ડિલિવરી સમયે થતાં માતાનાં મરણમાં તેમની વિશિષ્ટ કામગીરીથી 14 ટકાનો ઘટાડો થયો. રાજકોટ કોર્પોરેશનમાં પણ તેમણે ઓછું કામ નથી કર્યું. અહીં તેમણે ‘લાર્જેસ્ટ ક્લીનિંગ લેસન’ જેવા નવતર કાર્યક્રમ આપ્યો, રાજકોટ સ્માર્ટ સિટીનાં તેઓ પ્રથમ ઈઊઘ હતાં, આઈ-વે પ્રોજેકટ, સૌની યોજના-ફેઝ-3, ભારતનું સૌ પ્રથમ હેકાથોન…. આ બધી ઈવેન્ટમાં પણ તેમની મહેનત રંગ લાવી.

- Advertisement -

રાજકોટમાં કલેકટર તરીકે તેમનું પોસ્ટિંગ થયું તે પછી તેમણે જિલ્લાની સૌથી મહત્ત્વપૂર્ણ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કર્યું. પાણીની સમસ્યા નિવારવા પ્રાધાન્ય આપ્યું, તેઓ કલેકટર તરીકે આવ્યા ત્યારે ગ્રામિણ વિસ્તારોમાં માત્ર 16% રસીકરણ થયું હતું, આજે એ 94% સુધી પહોંચી ગયું છે. ડિજિટલ સેવા સેતૂને વધુ ને વધુ મજબૂત બનાવીને લોકોનાં સરકારી કચેરીઓનાં ધક્કા બચે એ માટે પણ તેઓ સતત પ્રયત્નશીલ છે.

તેમનું ફોક્સ કેટલીક મેગા યોજનાઓ પર પણ છે. એઈમ્સમાં ડીસેમ્બર 2022માં સારવાર વગેરે શરૂ થઈ જાય તેવાં ટાર્ગેટ સાથે તેઓ દોડી રહ્યાં છે, ઓગસ્ટ-2022માં હિરાસર એરપોર્ટમાં પ્રથમ ફ્લાઈટ લન્ડ થાય એ માટે પણ તેઓ પ્રયત્નશીલ છે, નવું કોર્ટ પરિસર માર્ચ-2022માં તૈયાર થઈ જાય એવું તેમનું લક્ષ્ય છે. ગઢકામાં અમૂલ ડેરીનો નવો મેગા પ્લાન્ટ આવી રહ્યો છે, એઈમ્સથી હિરાસર એરપોર્ટ સુધીનો ડેડિકેટેડ ગ્રીન કોરિડોર બનાવવા પણ તેઓ સક્રિય છે. પ્રવાસનની વાત હોય તો ઓસમ ડુંગર, ખંભાલિડાની બૌદ્ધ ગુફા, ઘેલા સોમનાથનાં વિકાસની બ્લુ પ્રિન્ટ તૈયાર છે અને બહુ ઝડપથી તેને લગતી કામગીરી શરૂ થવા જઈ રહી છે.

પણ… કિન્તુ… પરંતુ… મહેશબાબુ માત્ર એક કલેકટર નથી, તેઓ એક ઉમદા- મળવા જેવા ઈન્સાન છે. કામગીરી અને ડયૂટી ઉપરાંતની તેમની જિંદગી પણ એકદમ મલ્ટીકલર છે. આ બધી વાતો જાણવા જ ‘ખાસ-ખબર’ તેમની સાથે પ્રશ્ર્નોત્તરીમાં ગોષ્ઠી માંડે છે….

મહેશબાબુ માત્ર એક કલેકટર નથી, તેઓ એક ઉમદા- મળવા જેવા ઈન્સાન છે. કામગીરી અને ડયૂટી ઉપરાંતની તેમની જિંદગી પણ એકદમ મલ્ટીકલર છે. આ બધી વાતો જાણવા જ ‘ખાસ-ખબર’ તેમની સાથે ગોષ્ઠી માંડે છે….

મહેશ બાબુને મળીએ તો લાગે કે, આપણે કશું માણ્યું જ નથી, આપણાં શોખ માત્ર શોખ બનીને રહી ગયા, તેને પૂર્ણ ન કરી શક્યા. અભ્યાસમાં હંમેશા અવ્વલ, અનેક સ્પોર્ટસમાં કૌશલ્ય, વાંચન બહોળું અને જિંદગીને નિહાળવાનો આગવો, ફિલોસોફિકલ અભિગમ. આ અને આવી અનેક બાબતો મહેશબાબુને એકદમ વિશિષ્ટ બનાવે છે.

દર રવિવારે હું પંદર-વીસ કિલોમીટર હોર્સ રાઈડિંગ કરું છું. ફુટબોલનો મને ગજબનો શોખ છે. ફુટબોલની નેશનલ લેવલની યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં પણ હું રમ્યો છું. બાસ્કેટ બૉલ અને ક્રિકેટ પણ બહુ ગમે. રાઈફલ શૂટિંગમાં રાષ્ટ્રીય કક્ષાએ રમ્યો છું.

પ્રશ્ર્ન : ફુરસતનાં સમયમાં શું કરવાનું પસંદ કરો? તમારા શોખ ક્યા-ક્યા છે?
મહેશ બાબુ: હું છેલ્લાં અઢાર વર્ષથી હોર્સ રાઈડિંગ કરું છું. આજે પણ લગભગ દર રવિવારે હું પંદર-વીસ કિલોમીટર હોર્સ રાઈડિંગ કરું છું. ફુટબોલનો મને ગજબનો શોખ છે. ફુટબોલની નેશનલ લેવલની યુનિવર્સિટી ટુર્નામેન્ટમાં પણ હું રમ્યો છું. બાસ્કેટ બૉલ અને ક્રિકેટ પણ બહુ ગમે. રાઈફલ શૂટિંગમાં રાષ્ટ્રીય કક્ષાએ રમ્યો છું. ગજજ, ગઈઈ જેવી સંસ્થાઓમાં ખૂબ ઉત્સાહભેર જોડાયો અને અનેક પ્રવૃત્તિઓમાં ભાગ લીધો. આ સિવાય ગમતો શોખ ફોટોગ્રાફીનો છે. મને તમામ પ્રકારનું મ્યુઝીક પસંદ છે. વેસ્ટર્ન, બૉલિવુડ, ઈન્ડિયન કલાસિકલ અને રિજિયોનલ. તમિળ, પંજાબ અને ગુજરાતી મ્યુઝિક ઉપરાંત ઘણુંબધું. હું ડ્રમ્સ અને ગિટાર વગાડી જાણું છું. એક જમાનામાં વાંચનનો શોખ બહુ હતો. બરાક ઓબામાની બાયોગ્રાફી એટલે મારા ગમતા પુસ્તકમાંથી એક. જો કે, આજકાલ વાંચવાનો સમય ઓછો મળે છે.

પ્રશ્ર્ન : ફેવરિટ પર્યટન સ્થળો?
મહેશ બાબુ: કાશ્મીરનાં સોનમર્ગ અને ગુલમર્ગ બહુ ગમે છે. આ ઉપરાંત આંદામાન અને નિકોબાર આઈલેન્ડ પણ પ્રિય. સિક્કિમ ફરવાની બહુ મજા આવી હતી અને મને સિક્કિમ ખૂબ ગમી ગયું. 18 હજાર ફુટની હાઈટ પર આવેલાં ગુરુ ડોન્ગમાર લેક સુધી પણ જઈ આવ્યો છું. આ ઉપરાંત હું મુન્નારનો છું તેથી સ્વાભાવિક છે કે, એ પણ પ્રિય જ હોય.

પ્રશ્ર્ન : ઈશ્ર્વરમાં તમને શ્રદ્ધા છે?
મહેશ બાબુ: હું માનું છું કે, કોઈ તો એવું સર્વશક્તિમાન તત્ત્વ છે- જે પૃથ્વીનું સંચાલન કરી રહ્યું છે. જો કે, ખરૂં કહું તો મારા માટે મારું કામ એ જ મારો ધર્મ છે. વર્ક ઈઝ વરશિપ. મારી ઑફિસ મારું મંદિર છે. હું માનવતાનાં ધર્મમાં દૃઢ શ્રદ્ધા ધરાવું છું.

પ્રશ્ર્ન : કેવા પ્રકારનું ફુડ પસંદ?
મહેશ બાબુ: સામાન્ય રીતે ભોજનમાં મારો કોઈ દૂરાગ્રહ નથી હોતો. મને દેશી ટાઈપનું ફુડ પસંદ છે. સાવ સાદું. રોટલી-શાક, દાળ વગેરે. વેજિટેરિયન ફુડ જ લઉં છું. હા! મને ફ્રુટસ બહુ આવે છે અને સાવ ઓછા તેલમાં બનેલું ભોજન પસંદ છે. એમાં પણ ઑલિવ ઓઈલમાં બનેલું ભોજન વધુ ફાવે-ભાવે.

પ્રશ્ર્ન : પરિવારનું તમારા જીવનમાં કેવું મહત્ત્વ?
મહેશ બાબુ: પરિવાર નંબર-વન પ્રાયોરિટી પર આવે છે. પરિવારનો સાથ-સહકાર હોય, પરિવારમાં શાંતિ અને સંપ હોય તો જ માણસ પોતાનાં કામમાં પૂરેપૂરું ધ્યાન પરોવી શકે અને ફેમિલીની હૂંફ હોય તો જ આગળ વધી શકો. અહીં મારી પત્ની અને સાડા ત્રણ વર્ષની દીકરી જ રહે છે. પરંતુ ખૂબ ઈચ્છા હોવા છતાં કામનાં ભારણને લીધે તેમને પર્યાપ્ત સમય ફાળવી શકતો નથી, તેનો રંજ છે.

પ્રશ્ર્ન: તમારી સફળતાનો યશ કોને આપશો?
મહેશ બાબુ: ચોક્કસપણે માતા-પિતાને. એમણે મારે માટે ખૂબ કર્યું છે, ખૂબ ભોગ દીધો છે. પિતા સરકારી કર્મચારી હતાં. ટ્રાન્સફરને લીધે મારું ભણતર ન બગડે એ માટે તેમણે અનેક વખત પ્રમોશન જતું કર્યું. કારણ કે, બદલી થાય તો જ બઢતી મળે એમ હોય. પરંતુ એમણે પોતાની કરિઅરનાં ભોગે પણ મારું ભણતર સાચવ્યું. મારી સફળતામાં માતા-પિતાનો એટલો ફાળો છે કે, એ ઋણ કદી ચૂકવી શકાય નહીં.

IFSમાંથી સિવિલ સર્વિસીસમાં મારો પ્રવેશ થયો એ ક્ષણને હું સૌથી યાદગાર-સુખદ માનું છું

પ્રશ્ર્ન: જીવનની સૌથી સુખદ અને દુ:ખદ ક્ષણ કઈ?
મહેશ બાબુ: હું ગરીબ-શોષિત-પીડિત લોકોને જોઉં ત્યારે ભીતર પારાવાર પીડા ઉપજે છે. સ્કૂલ-કૉલેજમાં હતો અને આવા લોકોને નિહાળતો ત્યારે ખૂબ કષ્ટ થતું. મારા મનમાં એમનાં માટે એમ્પથી (સમાનુભૂતિ)નો ભાવ નિપજે છે. સીમ્પથી અને એમ્પથીમાં તફાવત છે. સીમ્પથી-સહાનુભૂતિ એટલે કોઈની પીડા સમજવી, એમ્પથી-સમાનુભૂતિ એટલે અન્યની પીડા જાતે અનુભવવી. હું આવા લોકોનાં જીવનમાં પરિવર્તન આણવા માંગું છું. હમણાં મેં પાંચ બ્લાઈન્ડ દીકરીઓની સમસ્યા સુલઝાવી, નારી સંરક્ષણ ગૃહમાંથી ત્રણ મહિલાનાં લગ્ન કરાવ્યા. હમણાં એક અત્યંત ગરીબ વ્યક્તિને પોતાનાં સ્વજનનો મૃતદેહ તમિળનાડુ લઈ જવો હતો, મેં છેક તમિળનાડુ સુધીની એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરી આપી.

પ્રશ્ર્ન: …પણ આ તો થઈ તમારા કામકાજ સંદર્ભનાં કરૂણાસભર અભિગમની વાત. મારો પ્રશ્ર્ન અંગત જીવન અંગે છે…
મહેશ બાબુ: ઈંઋજમાંથી સિવિલ સર્વિસીસમાં મારો પ્રવેશ થયો એ ક્ષણને હું સૌથી યાદગાર-સુખદ માનું છું. સૌથી દુ:ખદ પળ એટલે મારા ફેવરિટ ફૂટબોલ પ્લેયર ડિએગો મેરેડોનાનું અવસાન. ઉપરાંત અમારા 14 વર્ષનાં ડોગ રાનીનું મૃત્યુ થયું ત્યારે પણ અસહ્ય આઘાત લાગ્યો હતો. ત્રણ-ચાર દિવસ સુધી તો અમારા પરિવારમાં કોઈને ખાવા-પીવાનાં હોંશ નહોતા.


 

You Might Also Like

મહિલા ગાયનેકોલોજિસ્ટ અને ગર્ભસ્થ શિશુ નિષ્ણાતની ફૂલટાઇમ સેવા : તપાસ ફી માત્ર રૂ. 50

શ્રીજી ડેન્ટલ ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન : જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક એક્સ-રેની સુવિધા

રાજકોટના નાથ રામનાથ : શ્રાવણના પ્રથમ સોમવારે રામનાથધામ સુવર્ણ રોશનીથી ઝળહળી ઉઠ્યું

જન્માષ્ટમી મહોત્સવને લોકોત્સવ બનાવવાનો સંકલ્પ, સંકલન સમિતિની નિમણૂક કરાઇ

ભોજપરાની સીમમાં મુરલીધર પ્રોટીન્સ નામના કારખાનામ ભેળસેળયુક્ત તેલ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article રાજકોટમાં રવિવારે ડોગ પાર્કમાં શ્ર્વાનોએ ઉજવી દિવાળી!
Next Article ઋષિકેશમાં દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના પરિવારને સાંત્વના પાઠવી

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાજકોટ

મહિલા ગાયનેકોલોજિસ્ટ અને ગર્ભસ્થ શિશુ નિષ્ણાતની ફૂલટાઇમ સેવા : તપાસ ફી માત્ર રૂ. 50

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
શ્રીજી ડેન્ટલ ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન : જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક એક્સ-રેની સુવિધા
રાજકોટના નાથ રામનાથ : શ્રાવણના પ્રથમ સોમવારે રામનાથધામ સુવર્ણ રોશનીથી ઝળહળી ઉઠ્યું
MPના ભીંડમાં ભયાનક અકસ્માતઃ ટ્રક સાથે અથડાઈ પીકઅપ, 8નાં મોતઃ 23 ઘાયલ
તરુણ ચુગ ગુજરાત ભાજપના પ્રભારી
જન્માષ્ટમી મહોત્સવને લોકોત્સવ બનાવવાનો સંકલ્પ, સંકલન સમિતિની નિમણૂક કરાઇ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાજકોટ

મહિલા ગાયનેકોલોજિસ્ટ અને ગર્ભસ્થ શિશુ નિષ્ણાતની ફૂલટાઇમ સેવા : તપાસ ફી માત્ર રૂ. 50

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

શ્રીજી ડેન્ટલ ક્લિનિકનું ભવ્ય ઉદ્ઘાટન : જરૂરિયાતમંદ દર્દીઓ માટે નિઃશુલ્ક એક્સ-રેની સુવિધા

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
રાજકોટ

રાજકોટના નાથ રામનાથ : શ્રાવણના પ્રથમ સોમવારે રામનાથધામ સુવર્ણ રોશનીથી ઝળહળી ઉઠ્યું

Khaskhabar Editor Khaskhabar Editor 2 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?