જીવદયાપ્રેમીઓમાં ઉગ્ર રોષ છવાયો: મનપા કમિશનરને કડક પગલાં લેવા રજૂઆત
ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં રખડતા ઢોરને પકડીને સાચવવામાં આવી રહ્યા છે.
ઢોરની સારસંભાળ અને નિભાવવા માટે સરકાર તરફથી સારો એવો ખર્ચ પણ કરવામાં આવે છે તેમ છતાં ઢોર સાથે અમાનુષિય વર્તન કોર્પોરેશનના કર્મચારીઓ દ્વારા થતું હોવાનો વાણીયાવાડીનો વિડીયો વાઇરલ થતાં જીવદયા નગરપાલિકા સદંતર નિષ્ફળ નિવડી છે.
જીવદયા પ્રેમીઓમાં ઉગ્ર રોષ ફેલાતા ગૌ રક્ષક સમિતિના સૌરાષ્ટ્ર જોનના પ્રભારી જીવદયા પ્રેમી કેતનભાઇ સંઘવી ગૌરક્ષક ભરત આહીર છાત્રોડા નિલેશભાઇ આહીર સહિતના જીવદયા પ્રેમીઓએ અબોલ પશુઓ પ્રત્યે માનવતા નેવે મૂકી અમાનુષિ વર્તન દાખવનાર નિર્દયી કર્મચારીઓ વિરૂદ્ધ કાયદાકીય પગલા લેવા અને આવો બનાવ ભવિષ્યમાં ન બને અને સમગ્ર ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સતાધીશ રાજકોટ મેયર, ડેપ્યુટી મેયર, કમિશ્નરને રજુઆત કરવામાં આવી છે જે યોગ્ય પગલાં લેવામાં નહીં આવે તો ગાંધીનગર સુધી ફરીયાદ કરવામાં આવશે તેવી ચિમકી ઉચ્ચારી હતી. આજ રોજ ખાસ ખબર કાર્યાલયની કેતન સંઘવી, નિલેશ આહીર, ભરત છત્રોડા, કિશન સોરલા, દાના શીયાળીયા, ગોપાલ શીયાળીયા, ડો. નિપુણ બુદ્ધ, જયેશ ઝાપડીયા, પ્રજ્ઞા ગઢવી, વૈશાલી નિર્મળ, જયેશ રાજપરા, ચંદ્રેશ બારોટ, જયના પરમાર, નિકિતા, અનિલ, હીના મુલાકાતે આવ્યા હતા.
પશુઓ સાથે અમાનુષિ વર્તન કરતા મનપાના કર્મચારીઓ: વિડીયો વાઇરલ
