Standing L to R – Prakash Varmora, Pramod Varmora, Bhavesh Varmora, Ashok Patel, Jitu Patel.. Sitting L to R – Bharat Varmora, Vallabhbhai Varmora, Ramanbhai Varmora, parshottambhai Varmora, Hiren Varmora, Manish Varmora.

વરમોરા પરિવારની યુવા પેઢીએ કૌટુંબિક વ્યવસાયમાં વૈશ્વિક કક્ષાએ નામના મેળવી

ભારતના ટોપ ટેન ફેમિલી બિઝનેસની અનકહી કહાનીની શ્રૃંખલામાં મોરબીના વરમોરા પરિવારને સ્થાન મળ્યું

ખાસ-ખબર સંવાદદાતા
વિશ્વભરના ધનિકોની યાદી જાહેર કરતા ફોર્બ્સ મગેજીનની ફોર્બ્સ ઇન્ડિયા આવૃત્તિમાં ભારતના ટોપટેન ફેમિલી બિઝનેશની અનકહી કહાનીની શૃંખલામાં મોરબીનો વરમોરા પરિવાર ચમક્યો છે. પાસિંગ ધ ફલોર ટેસ્ટ શીર્ષક હેઠળ મેગેજીનમાં વરમોરા પરિવારની નવી પેઢીએ ફેમિલી બિઝનેશમાં ઝંપલાવી ભારત જ નહીં બલ્કે વિશ્વમાં નામના હાંસલ કરી હોવાનો અહેવાલ ફોર્બ્સ ઈન્ડિયામાં પ્રસિદ્ધ કરાયો છે. ફોર્બ્સ ઇન્ડિયા મેગેજીનના મુખપૃષ્ઠ ઉપર ફેમિલી બિઝનેશ અનટોલ્ડ સ્ટોરી શીર્ષક સાથે ભારતના ટોપટેન બિઝનેશમેન ફેમેલીની વિગતો પ્રસિદ્ધ કરાવમાં આવી છે જેમાં વરમોરા ગ્રુપના ભાવેશભાઈ પટેલને કેન્દ્રસ્થાને રાખી ફેમિલી બિઝનેશ કેવી રીતે વિસ્તર્યો અને કેવી રીતે સફળતા મળી તે અંગેનો અહેવાલ પ્રસિદ્ધ થયો છે. ફોર્બ્સ મેગેઝિનના આ વિશેષ અહેવાલમાં જણાવાયું છે કે વરમોરા ગ્રુપના ભાવેશભાઈ પટેલના કાકા દ્વારા શરૂ કરવામાં આવેલા વોલ ટાઇલ્સના કૌટુંબિક વ્યવસાયમાં જોડાવામાં ભાવેશભાઈએ હાઇસ્કૂલ છોડી દીધી હતી. પરષોત્તમ પટેલ અને તેમના ભાઈઓ. રમણભાઈ અને વલ્લભભાઈ પટેલે 1984માં વિલાયતી નળીયા એટલે કે મેંગ્લોરિયન રૂફ ટાઇલ્સના વેપારી તરીકે શરૂઆત કરી હતી, એક દાયકા પછી, તેઓએ સનશાઇન સિરામિક્સ અને જેસન સિરામિક્સ નામથી વોલ ટાઇલ્સના વ્યવસાયમાં ઝંપલાવ્યું. આ સાહસે 1998માં લગભગ રૂપિયા 23 કરોડનું ટર્નઓવર મેળવ્યું. ભાવેશભાઈ દાવો કરે છે કે, ટાઇલ્સ અને બાથવેરના 70,000 કરોડના બ્રાન્ડેડ માર્કેટમાં અમે દેશના ટોચના પાંચ ખેલાડીઓમાં છીએ.

જર્મનીથી નવી ટેક્નોલોજીની મશીનરીથી બિઝનેસનો વ્યાપ વધાર્યો
ભાવેશભાઈ સિરામિક ફલોર ટાઇલ્સ કેવી રીતે બનાવવી તે અંગેની ટેકનિકલ જાણકારી મેળવવા 2000માં તેઓ જર્મની ગયા અને કેટલીક નવી ટેક્નોલોજી અને સેક્ધડ હેન્ડ મશીનરી અને સાધનો સાથે પરત સ્વદેશ આવ્યા. 2001થી સિરામિક ફલોર ટાઇલ્સનું ઉત્પાદન શરૂ કર્યું. છ મહિના પછી બજારમાં આ ટાઇલ્સને સ્વીકરવામાં ન આવી અને થોડી નિષ્ફળતા મળતા પરિવારના દરેકને આઘાત લાગ્યો હતો. જોકે ભાવેશભાઈએ નિષ્ફળતાથી નાસીપાસ થયા વગર પોતાના પ્રયત્નો ચાલુ રાખ્યા અને ત્રણ વર્ષ પછી, 2004 માં, ઇટાલીમાંથી વિટ્રિફાઇડ પોલિશ્ડ ફલોર ટાઇલ્સ માટેનો પ્લાન્ટ નિહાળી હવે ફરી નવું જોખમ ઉઠાવવા મન બનાવી લીધું અને હવે હિરેનભાઈ, ભરતભાઈ અને મનીષભાઈ તેમની સાથે જોડાયા હતા.