ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી રાજકોટમાં ઓલ ઈન્ડિયા ઈન્સ્ટીટ્યુટ ઓફ મેડિકલ સાયન્સ (અઈંઈંખજ) અને ઝનાના હોસ્પિટલનું ઉદ્ઘાટન કરે તેવી શક્યતા છે.150 વર્ષ જૂની ઝનાના હોસ્પિટલનું રૂ.ના ખર્ચે પુન:નિર્માણ કરવામાં આવ્યું છે. 100 કરોડ. તેમાં 700 બેડ, 8 ઓપરેશન થિયેટર, ત્રણ સ્તરના ઈંઈઞ, એક મિલ્ક બેંક અને અન્ય સુવિધાઓ હશે.
હોસ્પિટલના સંચાલન માટે મોટાભાગની મંજૂરીઓ મળી હતી. પીજીવીસીએલ દ્વારા હોસ્પિટલને 2,000 સૂનું હાઇ-ટેન્શન પાવર કનેક્શન ફાળવવામાં આવ્યું છે. કેટલાક બાકી કામ અને બાકી નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ્સ (જેમ કે ફાયર વિભાગ) પછી, હોસ્પિટલ વડાપ્રધાનના હસ્તે ઉદ્ઘાટન માટે તૈયાર થશે. આ ઉપરાંત 150 પથારીની આઈપીડી હોસ્પિટલ સપ્ટેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થવાની શક્યતા છે. ઓક્ટોબર મહિના દરમિયાન કે પછી ગમે ત્યારે ઙખ નરેન્દ્રભાઈ મોદી દ્વારા તેનું ઉદ્ઘાટન કરવામાં આવે તેવી પણ શક્યતા છે.
સપ્ટેમ્બરમાં 250 બેડનીઇન્ડોર હોસ્પિટલ થશે
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માટે મેડિકલ ક્ષેત્રે આર્શિવાદરૂપ એવી એઇમ્સ હોસ્પિટલમાં આગામી 250 જેટલી બેડની ઇન્ડોર હોસ્પિટલની શરૂૂઆત થવાની છે. હાલમાં જામનગર રોડ પર પરાપીપળીયા નજીક ખંઢેરી ખાતે એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે આગામી સપ્ટેમ્બર માસથી ઇન્ડોર બેડની સુવિધા પણ ઉપલબ્ધ થશે. આ સેવા શરૂૂ થવાને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના દર્દીઓને તેનો સીધો જ લાભ થશે.
- Advertisement -
અનેક સુવિધાઓ શરૂ થશે,150 રૂપિયામાં થશે ડિજીટલ એક્સ રે
એઇમ્સનું કાર્ય હાલ પુરજોશમાં ચાલી રહ્યુ છે. ઇન્ડોર હોસ્પિટલ શરૂૂ થતા હોસ્પિટલમાં જનરલ સર્જરી, માઇનોર ઓટી, સગર્ભા મહિલાઓની પ્રસુતિ, ઓર્થોપેડિક ઓપરેશન, હાર્ટના દર્દીઓની સારવાર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થઇ શકશે.આ ઉપરાંત દર્દીઓને ડિજીટલ એક્સ રેની સુવિધા પણ ઉપલબ્ઘ થશે. દર્દીઓને માત્ર 150 રૂપિયામાં ડિજીટલ એક્સ રેની સુવિધા મળશે.આ તમામ સેવાઓ સપ્ટેમ્બર માસમાં શરૂ થશે.
જાન્યુઆરીમાં શરૂ થઇ OPDની સેવા
રાજકોટ એઇમ્સ ખાતે ઓપીડી સેવા શરૂૂ કરી દેવામાં આવી છે. એઇમ્સના સંચાલકો દ્રારા ગત જાન્યુઆરી માસથી ઓપીડીની શરૂૂઆત કરી દેવામાં આવી છે. જેનો લાભ અનેક લોકો લઇ રહ્યા છે. અનેક દર્દીઓ ઓપીડી તથા ટેલીઓપીડીનો લાભ લઇ રહ્યા છે. હાલમાં એઇમ્સની બિલ્ડીંગમાં મુખ્ય બિલ્ડીંગનું કામ ગતિમાં છે. આ કામ ઓક્ટોબર અને નવેમ્બરમાં પુરૂૂ થાય તેવી શક્યતા હતી પરંતુ એક મહિના વહેલું જ કામ પૂર્ણ થાય તેવા સંકેતો મળી રહ્યા છે.