શું આવા અસામાજિક તત્ત્વો વિરૂદ્ધ પોલીસ કમિશનર પગલાં લેશે કે કેમ? મહેશ રાજપૂત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
શહેરમાં કાયદો-વ્યવસ્થા ખાડે ગઈ હોય એમ અવારનવાર લુખ્ખા તત્ત્વોનો આતંક વધી રહ્યો છે. લુખ્ખા તત્ત્વોને પોલીસનો ખોફ જ ન રહ્યો એવો ઘાટ ઘડાયો છે. જાહેરમાં મકાન પર લુખ્ખા તત્ત્વોએ પથ્થરમાર્યો કર્યાની ઘટના પ્રકાશમાં આવી છે.રાજકોટમાં જયરાજ પ્લોટ શેરી નં. 9માં ‘ચામુંડા’ મકાનમાં રહેતા રામનાથપરા કારડિયા રાજપૂત સમાજના ઉપપ્રમુખ ભરતભાઈ ડોડીયાના મકાન પર પથ્થરમારો કરી કારના કાચ તોડી નાખ્યા હતા.
- Advertisement -
બનાવની વિગત એવી છે કે ઘર પાસે અપશબ્દ બોલવાની ના પાડતાં ગત રાત્રિના લુખ્ખા અસામાજિક અને દારૂના વેપારી તેમજ અનેક વખત પોલીસના ચોપડે ચડી ચૂકેલા રાહિલ સુમરાની ટોળીએ જયરાજપ્લોટ શેરી નં. 9માં રહેતા ભરતભાઈ ડોડીયાના મકાન પર પથ્થરમારો કરી ગાડીના કાચ તોડી નાખ્યા હતા. હવે સવાલ એ ઉઠે છે કે શું પોલીસ કમિશનર આવા અસામાજિક તત્ત્વોનો વરઘોડો કાઢશે? કોઈ પગલાં લેશે કે પછી લુખ્ખા તત્ત્વોને છાવરવાનો પ્રયાસ કરશે? અને વધુમાં આ અંગે સવાલ ઉઠાવતા મુકેશ રાજપૂતે કહ્યું કે હર્ષ સંઘવી સહિત પોલીસ તંત્ર પગલાં શું લેશે? તેવા અનેક સવાલો ઉઠી રહ્યા છે.