કટકના બારાબાતી સ્ટેડિયમ ઉપર યોજાયેલી પુરુષ હૉકી વર્લ્ડકપનો ઉદ્ઘાટન સમારોહ અંદાજે અઢી કલાક સુધી ચાલ્યો હતો.

ઓડિશાના સીએમ પટનાયકે ભારતના પૂર્વી રાજ્યમાં સતત બીજી વખત યોજાઈ રહેલા હોકી વર્લ્ડ કપના ઉદઘાટન સમારોહમાં ઉદ્ઘાટન સંબોધન કર્યું હતું.

આ શોનું સંચાલન મનિષ પૉલ અને ગૌહર ખાને કર્યું હતું.

જ્યારે બોલિવૂડ સ્ટાર દિશા પટણી, રણવીર સિંહ અને મ્યુઝિક કમ્પોઝર પ્રિતમે પરફોર્મન્સ કર્યું હતું.

પ્રીતમ ‘ઈલાહી’ સહિતના ગીતો સાથે સ્ટેજ ઉપર પહોંચ્યા હતા.

તેની સાથે બોલિવૂડ સીંગર બેની દયાલ અને નીતિ મોહને પણ પરફોર્મ કર્યું હતું.

સ્ટેડિયમમાં બેઠેલા 40 હજાર દર્શકો સામે કોરિયન પૉપ બેન્ડ બ્લેકસ્વાને પણ પ્રદર્શન કર્યું હતું.

ઓરિસ્સાના મુખ્યમંત્રી નવીન પટનાયકે કેન્દ્રીય રમત-ગમત મંત્રી અનુરાગ ઠાકુર તેમજ ભારતના પૂર્વ હૉકી પ્લેયર દિલીપ તિર્કી સાથે વર્લ્ડકપની ટ્રોફીનું અનાવરણ કર્યું હતું.

આ પહેલાં મ્યુઝિક ડાયરેક્ટર પ્રીતમે ‘હૉકી દિલ હૈ મેરા’ એન્થમ રિલિઝ કર્યું હતું જે ટૂર્નામેન્ટનું સત્તાવાર સોંગ છે.

ઓપનિંગ સેરેમની પૂર્ણ થયા બાદ આવતીકાલથી વર્લ્ડકપના મુકાબલા રમાશે.

ભારતની પહેલી મેચ સાંજે સાત વાગ્યાથી સ્પેન વિરુદ્ધ રાઉરકેલામાં થશે.

ઓડિશા સીમ પટનાયકે ટીમ ઈન્ડિયા લિફ્ટ્સ હોકી વર્લ્ડ કપના એચ પ્લેયર માટે 1 કરોડ રૂપિયાના પુરસ્કારની જાહેરાત કરી

આ જોરદાર ઉદઘાટન કાર્યક્રમમાં મનમોહક ફટાકડાએ કટકના રાત્રિના આકાશમાં રંગોળી કરી હતી, આ જોઇને પ્રેક્ષકોની આંખો ચમકી ઉઠી હતી.

17 દિવસ સુધી ચાલનારી ટૂર્નામેન્ટનો ફાઈનલ મુકાબલો 29 જાન્યુઆરીએ ભુવનેશ્વરમાં રમાશે.

ટૂર્નામેન્ટમાં 16 ટીમો વચ્ચે 44 મેચ રમાશે.