એરપોર્ટ જતા વૈજ્ઞાનિક પિતા – પુત્રની કાર તણાઈ ગઈ
ગુજરાત જેવી સ્થિતિનું નિર્માણ: હજારોનું સ્થળાંતર; વાહનો-મકાનો ડુબ્યા: સરકારી કચેરીઓ-ઈમારતોમાં પાણી ઘૂસ્યા: 100 થી વધુ ટ્રેનો રદ
- Advertisement -
વડાપ્રધાન મોદીએ બન્ને રાજયોનાં મુખ્યપ્રધાનો સાથે વાતચીત કરી; તમામ મદદની ખાતરી: 30 વર્ષનો સૌથી ભારે વરસાદ થયાનો નિર્દેશ
દીક્ષણના રાજયો આંધ્રપ્રદેશ તથા તેલંગાણામાં હવે મેઘરાજાએ કહેર સર્જયો હોય તેમ અસામાન્ય વરસાદથી જનજીવન થંભી ગયુ હતું 24 લોકોના મોત નિપજવા સાથે હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે.100 થી વધુ ટ્રેનો રદ કરવામાં આવી હતી.બન્ને રાજયોમાં શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી હતી.
આંધ્રપ્રદેશ તથા તેલંગાણામાં સતત બે દિવસથી વરસી રહેલા ભારે વરસાદને કારણે આફતની સ્થિતિ ઊદભવી હતી.હવામાન વિભાગનાં કહેવા પ્રમાણે ઉતરીય આંધ્રપ્રદેશ તથા દક્ષિણ ઓડીશાનાં કાંઠે સર્જાયેલા ડીપ્રેશનના પ્રભાવ હેઠળ અતિભારે વરસાદ વરસ્યો હતો. આંધ્રપ્રદેશના વિજયવાડામાં પુરની હાલત સર્જાઈ હતી વાહનો-નાના મકાનો પાણીમાં ડુબી ગયા હતા.
- Advertisement -
ભારે વરસાદ તથા પુરની સ્થિતિ વચ્ચે અનેક પ્રાણઘાતક અકસ્માતો-દુર્ઘટના સર્જાયા હતા. મહાબુબાબાદ જીલ્લામાંથી હૈદરાબાદ એરપોર્ટ જઈ રહેલા પિતા-પુત્રની કાર પાણીના તેજ પ્રવાહમાં તણાઈ ગઈ હતી. વિજયવાડામાં છેલ્લા 30 વર્ષનો સૌથી વધુ અનરાધાર વરસાદ પડયો હતો. પરિણામે નીચાણવાળા ભાગોમાંથી હજારો લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું. રહેણાંક વિસ્તાર, સરકારી કચેરીઓ પોલીસ સ્ટેશનો તથા હોસ્પીટલોમાં પણ પાણી ઘુસ્યા હતા.કેટલાંક સ્થળોએ ભુસ્ખલન થયુ હતું. નદી તળાવ છલકાયા હતા.
સેંકડો વાહનો ડુબી કે તણાઈ ગયા હતા. રાષ્ટ્રીય હાઈ-વે બંધ કરવામાં આવ્યો હતો અને ટ્રાફીક ડાઈવર્ટ કરવાની ફરજ પડી હતી. તેલંગાણામાં પણ તમામ જીલ્લાઓમાં ભારે વરસાદથી પૂર-જળબંબાકારની હાલત હતી. અનેક અંતરીયાળ ભાગો-ગામોનો સંપર્ક કપાઈ ગયો હતો. નવી જાહેરાત ન થાય ત્યાં સુધી શૈક્ષણીક કાર્ય બંધ કરવામાં આવ્યું હતું. રાજયમાં નવ લોકો વરસાદી દુર્ઘટનામાં મોતને ભેટયા હતા અને પાંચ લાપતા હતા.
આંધ્રપ્રદેશ તથા તેલંગાણાની 100 થી વધુ ટ્રેનો રદ કરી નાખવામાં આવી હતી. દક્ષિણના બન્ને રાજયોમાં આફતની હાલત વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ તથા તેલંગાણાનાં મુખ્યપ્રધાન મુખ્યમંત્રી ચંદ્રાબાબુ નાયડુ તથા તેલંગણાના મુખ્યપ્રધાન રેવંથ રેડ્ડી સાથે ટેલીફોનીક વાતચીત કરી હતી અને તમામ મદદ કરવાની ખાતરી આપી હતી. બન્ને રાજયોમાં રાહત બચાવ કામગીરી માટે એનડીઆરએફની 26 ટીમો ઉતારવામાં આવી છે વ્યાપક નુકશાની-તારાજીની ભીતિ સેવાય રહી છે.