21 ગેરકાયદે દુકાનો પર મનપાએ બૂલડોઝર ફેરવ્યું

સુખસાગર હોલ પાસે 12 અને મોર્ડન સ્કૂલ પાસે 9 દુકાનોને તોડી પડાઈ

ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટમાં આજે વોર્ડ નં-4માં ભગવતીપરા મેઈન રોડ પર મનપાની ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા ડિમોલિશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. જેમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખાએ કુલ 21 ગેરકાયદે દુકાનો પર બૂલડોઝર ફરી વળ્યું હતું. ટાઉન પ્લાનીંગ શાખા દ્વારા ઈસ્ટ ઝોન કચેરી હેઠળના વિસ્તારમાં ટાઉન પ્લાનીંગ ઑફિસર એમ. ડી. સાગઠીયા સાહેબના માર્ગદર્શન હેઠળ ગેરકાયદે બાંધકામ દૂર કરવામાં આવ્યા હતા.

ભગવતીપરા મેઈન રોડ પર સુખસાગર હોલ પાસે વિનોદભાઈ હંસરાજભાઈ મુંગરાએ માર્જીનમાં કરેલી 8 દુકાનો, ભગવતી પરા મેઈન રોડ પર સુખસાગર હોલ પાસે લક્ષ્મીઘર નફીસા અબ્દેલઅલીએ માર્જીનમાં કરેલ 4 દુકાનો અને મોર્ડન સ્કુલ પાસે હાજીભાઇ મોહસીન મેમણેમાર્જીનમાં કરેલ 9 દુકાનોનું ગેરકાયદે બાંધકામ દૂર કરાયું હતું