ફ્રીડમ યુવા ગ્રુપ રાજકોટ દ્વારા તાજેતરમા આવેલ ભયાનક કોરોનાની દ્વિતીય લહેર સમયે સમગ્ર રાજકોટ મદદ ઝંખતુ હતુ ત્યારે “સાથી હાથ બઢાના…. એક અકેલા થક જાયેગા મિલકર બોજ ઉઠાના” ઉકિત ને રાજકોટવાસીઓએ સાચી સાબિત કરી અને એક બીજા ને કોઈ પણ રીતે તન મન ધનથી મદદરૂપ થયા આજે રાજકોટ ના ગૌરવ કહી શકાય તેવા મહાનુભાવો ને સમગ્ર રાજકોટ વતી સંસ્થા દ્વારા આ મહામારીમા આપેલ બહુમૂલ્ય સેવા બદલ સ્મૃતિચિન્હ અર્પણ કરી ઋણ સ્વીકાર કરેલ જેમાં દેવાંગભાઈ માંકડ, વસંતભાઈ જસાણી ( પંચનાથ સાર્વજનિક હોસ્પિટલ), ડો.રાજેશ્રી બેન ડોડિયા (ચેરમેન, આરોગ્ય સમિતિ, રા. મ્યુ. કો.), મયુરભાઈ શાહ (જૈન અગ્રણી), સુનીલભાઈ રાઠોડ (સહકારી અગ્રણી), રાજુભાઇ જનાણી (સામાજીક અગ્રણી)ને સન્માનિત કરી ફ્રીડમ યુવા ગ્રુપ રાજકોટ ગૌરવ અનુભવે છે. આ રાજકોટના ગૌરવ સમા મહાનુભાવોના ઋણ સ્વીકાર વેળાએ સંસ્થાના ભાગ્યેશ વોરા, સંજય પારેખ, પ્રવિણ ચાવડા, કિરીટ ગોહેલ, નિમેશ કેસરીયા, દિલજિત ચૌહાણ, સાવન ભાડલિયા સહિતના હાજર રહ્યા હતા.
ફ્રીડમ ગ્રુપ દ્વારા મયુર શાહને સન્માનિત કરાયા
You Might Also Like
Follow US
Find US on Social Medias