‘ડૉક્ટર ભગવાનનું બીજું સ્વરૂપ છે’ આ વાતને લાંછન લગાડતો કિસ્સો
મોટા દડવા ગામના દર્દી અનીલાબેન કાર્તિકભાઈ કારેથાની પેશાબની કોથળીનું ઓપરેશન કરી 1.50 લાખ લઈ લીધા
- Advertisement -
જો કે, દર્દીના પતિએ ત્યારબાદ યુરોકેર હોસ્પિટલમાં સારવાર કરાવતા દર્દીની હાલત સ્થિર: ડો.શિલ્પન ગોંડલિયા ઓપરેશનની રકમ પરત આપી દે તેવી દર્દીના પતિની માગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.1
ડોક્ટરોને ધરતીના ભગવાન કહેવામાં આવે છે. પરંતુ ક્યારેક આવા કિસ્સા સામે આવે છે જે તેમની આ છબીને લાંછન લગાડતો હોય છે. રાજકોટના લોધાવાડ ચોકમાં આવેલી ડો.શિલ્પન હોસ્પિટલના ડો.શિલ્પન ગોંડલિયાનો સામે આવ્યો છે. આ ડોક્ટરે મોટા દડવા ગામના એક મહિલા દર્દી પેશાબની કોથળીનું ઓપરેશન કર્યું પરંતુ ત્યારે તે લીક થઈ ગઈ. જો કે, શિલ્પન ગોંડલિયાએ દર્દી પાસેથી 1.50 લાખની રકમ લઈ લીધી પરંતુ તે પરત ન આપી ત્યારે દર્દીના પતિને ખાસ ખબરને આપવીતી વર્ણવી. મહિલા દર્દીના પતિએ ઓપરેશનની પૂર્ણ રકમ પરત મેળવવા માગ કરી છે.
- Advertisement -
ઘટનાની હકીકત જોઈએ તો, મોટા દડવા ગામના કાર્તિકભાઈ કારેથાના પત્ની અનીલાબેનનું ગર્ભાશયનું ઓપરેશન મવડીમાં રામેશ્વર પાર્કમાં આવેલી માહી શ્રી હોસ્પિટલની ગોંડલ બ્રાન્ચમાં કરાવ્યું હતું ત્યારબા અનીલાબેનને પેશાબની કોથળીની સમસ્યા થતા માહી શ્રી હોસ્પિટલના ગાયનેકોલોજીસ્ટ ડો. રાજેન્દ્ર પ્રજાપતીએ પેશાબની કોથળીનું ઓપરેશન કરાવવા માટે શિલ્પન હોસ્પિટલના ડો.શિલ્પન ગોંડલિયાનું નામ સૂચવ્યું હતું.
ત્યારબાદ કાર્તિકભાઈ કારેથાએ તેમના પત્ની અનીલાબેનને ગોંડલની માહી શ્રી હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા. ત્યાં જ ડો.શિલ્પન ગોંડલિયાએ પેશાબની કોથળીનું ઓપરેશન કર્યા બાદ તેમાં ડેમેજ થઈ જતા અનીલાબેનને સતત યુરીન થતું રહેતું હતું. આ થયા બાદ ડોક્ટરને જાણ કરી તો ઉડાઉ જવાબ આપી હાથ ઉંચા કરી લીધા. ડોક્ટરે દર્દીના પતિને કહ્યું કે, આવું ઘણા દર્દીને થાય છે ફરીથી ઓપરેશન આવશે અને તેના માટે 2 મહીના સમય લાગશે. ડો.શિલ્પન ગોંડલિયાએ આ ઓપરેશનના 1.50 લાખ પણ દર્દી પાસેથી લઈ લીધા. કાર્તિકભાઈ કારેથાએ ત્યારબાદ યુરોકેર હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું જ્યાં દર્દી સાજા થયા. કાર્તિકભાઈ કારેથાએ ડો.શિલ્પન ગોંડલિયાએ ઓપરેશનના 1.50 લાખ પરત લેવા માટે માગ કરી છે.