રોડ નહીં તો ટોલ નહીં….. લોકોનો અવાજ બની કોંગ્રેસે સંકલ્પ કર્યો
હાઇવે હક્ક આંદોલન સમિતિ મંગળવારે કલેક્ટર કચેરીનો ઘેરાવ કરશે: ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, લાલજી દેસાઈ, પાલ આંબલીયા ઉપસ્થિત રહેશે
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટ-જેતપુર નેશનલ હાઈવે (ગઇં-27) પર વાહનચાલકો પાસેથી થતી ગેરકાયદે ટોલ વસૂલાત, ધોવાઈ ગયેલા અને બિસ્માર રસ્તાઓ અને કલાકોના ટ્રાફિક જામની મુદ્દે હાઇવે હક્ક આંદોલન સમિતિ દ્વારા તારીખ 8 જુલાઈ, 2025ને મંગળવારના રોજ રાજકોટ કલેક્ટર કચેરીનો ઘેરાવ કરશે.
આ કાર્યક્રમમાં ગુજરાત કોંગ્રેસના લડાયક નેતાઓ હાજર રહેવાના છે. આંદોલનકારી અને લડાયક ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી, સેવાદળના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજી દેસાઈ, ખેડૂત નેતા પાલ આંબલીયા સહિત અનેક વરિષ્ઠ નેતાઓ જોડાઈને આંદોલનને મજબૂત સહારો આપશે અને સૌરાષ્ટ્રવાસીઓના જનહિતના મુદ્દે તંત્ર સામે કડક મુદ્દે અવાજ ઉઠાવશે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવીયાએ ગઈકાલે પ્રથમ વખત નેશનલ હાઈવેના બિસ્માર હાલત અને આ મુદ્દે પીડાતા લોકોએ ઉઠાવેલા પ્રશ્ર્નો અંગે નિવેદન આપ્યું છે.
રાજકીય નિષ્ક્રિયતાથી એક વર્ષ સુધી તેમના પોતાનાં લોકસભા વિસ્તારમાં પણ લોકો હાલાકી ભોગવતા રહ્યા હતા.
આંદોલનની મુખ્ય માંગણીઓ
બિસ્માર અને અધૂરા હાઈવે પર ગેરકાયદેસર ટોલ વસૂલાત બંધ કરો
NHAIના નિયમો મુજબ ટોલ પ્લાઝાનું અંતર અને વ્યવસ્થા સુધારો
Work zone safetyના નિયમો અમલમાં લાવો
ટ્રાફિક વ્યવસ્થા સુધારો, અકસ્માત નિવારવા કડક પગલાં લો
કાયદેસર વળતર અને ઈમર્જન્સી મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરાવો