દક્ષિણ ચીનમાં કોલસાની ખાણમાં લાગેલી આગમાં 16 લોકોના મોત થયા છે. સ્થાનિક પ્રશાસને જણાવ્યું કે આગ ગુઇઝોઉ પ્રાંતના પંઝોઉ શહેરમાં શાંજિયાઓશુ કોલસાની ખાણમાં લાગી હતી. પંઝોઉ શહેર સરકાર દ્રારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવામાં આવેલા નિવેદન અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે મરનારા લોકો ખાણમાં કન્વેયર બેલ્ટમાં આગ લાગવાથી ફસાઈ ગયા હતા અને તેમનું મોત થઈ ગયું હતું.
ગ્રીનહાઉસ વાયુઓનું વિશ્વનું સૌથી મોટું ઉત્સર્જક ચીન, તેની પવન અને સૌર ઉર્જા ક્ષમતાના મોટા પ્રમાણમાં વસ્તરણ છતાં વીજળી માટે કોલસા પર ભારે નિર્ભર રહે છે. દેશના કોલસા ખાણ ઉધોગે તાજેતરના વર્ષેામાં કામદારો માટે સલામતીની સ્થિતિમાં સુધારો કર્યેા છે, પરંતુ આવા અકસ્માતોથી મૃત્યુ હજુ પણ થાય છે એ પરંપરા જળવાઈ રહી છે.મોત થયા છે. સરકારે તેની વેબસાઈટ પર પોસ્ટ કરેલી નોટિસમાં કહ્યું કે આગ ઓલવાઈ ગઈ છે. પ્રાથમિક તપાસમાં આગ કન્વેયર બેલ્ટમાં લાગી હોવાનું અનુમાન છે.
- Advertisement -
ફેબ્રુઆરીમાં 53 લોકોનો ભોગ લેવાયો હતો
ચીનમાં ખાણકામ ક્ષેત્રની સલામતીમાં તાજેતરના દાયકાઓમાં સુધારો થયો હોવા છતાં, અકસ્માતો હજુ પણ વારંવાર ઉધોગને નુકસાન કરે છે. સુરક્ષા પ્રોટોકોલમાં ઢીલાશને કારણે આ અકસ્માતો ઘણીવાર થાય છે. ફેબ્રુઆરીમાં, ઉત્તરીય આંતરિક મંગોલિયા પ્રદેશમાં કોલસાની ખાણ તૂટી પડી હતી, જેમાં ડઝનેક લોકો અને વાહનો કાટમાળના પહાડ નીચે દટાઈ ગયા હતા. સત્તાવાળાઓએ મહિનાઓ સુધી અંતિમ મૃત્યુઆકં જાહેર કર્યેા ન હતો, માત્ર જૂનમાં જ 53 લોકો મૃત્યુ પામ્યા હોવાનું જાહેર કયુ હતું.