ખાસ-ખબર સંવાદદાતા
રાજકોટના કાલાવડ રોડ ઉપર મોટા મોવા સ્મશાન પાસે 16 મીટર નો બ્રિજ બનાવવામાં વપરાતા મટીરીયલ નો રિપોર્ટ ફેલ થતાં એજન્સીને બ્રિજ માટે ભરવામાં આવેલા સાત ફાઉન્ડેશન પૈકી ચાર ફાઉન્ડેશન તોડીને નવા બનાવવાનો આદેશ કરાતા કોન્ટ્રાક્ટરોમાં ખડભડાટ મચી ગયેલ છે. આ મુદ્દે બ્રિજ નું કામકાજ સંભાળતા સીટી ઇજનેર કેસ ગોહેલે જણાવેલ કે એજન્સીને પેનલ્ટી ફટકારવાના બદલે અમે ફરી વખત નિયમ મુજબ નું કામ કરવાની સૂચના આપી છે અને ચાર ફાઉન્ડેશન ફરી વખત નવા બનાવવાનો આદેશ કર્યો છે.
મહાનગરપાલિકાના બ્રિજ સેલ માંથી પ્રાપ્ત થયેલ વિગતો મુજબ કાલાવડ રોડ ઉપર સ્મશાનની બાજુમાં મોટા મોવા ખાતે આવેલ સાંકડા બ્રિજને રૂૂપિયા 13 કરોડના ખર્ચે પહોળો બનાવવા માટે બેકબોન એન્ટરપ્રાઇઝને કામ આપવામાં આવ્યું હતું .બંને બાજુ 8.50 મીટરના એક્સપાન્શન કરવા 2022 માં કામ ચાલુ કરવામાં આવેલ. આ માટે સાત ફાઉન્ડેશન કરવાના હતા.
પરંતુ ફાઉન્ડેશનનું કામ અડધું થયા બાદ મટીરીયલ ના રિપોર્ટ નેગેટિવ આવતા નમૂના ફેલ થવાના કારણે કામગીરી બંધ કરવામાં આવી હતી અને એજન્સી વિરુદ્ધ પગલાં ભરવા માટે મિટિંગ યોજ્યા બાદ નક્કી કરવામાં આવેલ કે એજન્સીને એજન્સી ને સમક્ષ શિખાવડ શીખવાડવા માટે પેનલ્ટીના બદલે તેમણે કરેલ કામ તેમના હાથે તોડાવી તેમના જ ખર્ચે નવું બાંધકામ કરાવવું આથી કામ કરનાર બેકબોન એન્ટરપ્રાઇઝને હલકી ગુણવતાના ચાર ફાઉન્ડેશન તોડવાનો આદેશ આપ્યો હતો.
તેની જગ્યાએ નવા નિયમ મુજબના ગુણવત્તા યુક્ત અને લેબોરેટરીમાં પાસ થયેલ મટીરીયલ ના ફાઉન્ડેશન તૈયાર કરવાની સૂચના આપાતા એજન્સીએ અગાઉ બનાવેલા નબળી ગુણવતાના ચાર ફાઉન્ડેશન તોડી પાડ્યા હતા.
કાલાવડ રોડ ઉપર જડુસ બ્રિજ બન્યા બાદ આગળ આવતા મોટામાંવા સ્મશાનના સાંકડા પુલને 17 મીટર માં થી 34 મીટરનો કરવાનો હોય તેમ જ લંબાઈ વધારીને 45 મીટર કરવાની હોવાથી બંને સાઇડ 8.15 મીટર પહોળો કરવાનું કામ એજન્સીને આપવામાં આવેલ એજન્સી દ્વારા ફુલના કામમાં વપરાતા સિમેન્ટ ના મટીરીયલ માં લોલમ લોલ કરાતા લેબમાં મોકલેલ સેમ્પલ ફેલ થયાનો રિપોર્ટ આવ્યો હતો.