માર્ક ઝકરબર્ગનો ગાય પાળવાનો શોખ હાલ ચર્ચામાં છે. રિપોર્ટ અનુસાર તેઓ ગાયોને બીયરમાં મિશ્રિત બદામ આપે છે. આમ કરવા પાછળનું કારણ જાણીને ખાસ કરીને ભારતમાં ઘણા લોકો ગુસ્સે ભરાયા છે.
ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના માલિક માર્ક ઝકરબર્ગ તેની અપાર સંપત્તિ અને તેના પ્લેટફોર્મ માટે જાણીતા છે. હવે માર્ક ઝકરબર્ગે કંઈક એવું કર્યું છે જેના કારણે તે પોતે પણ ચર્ચાનો વિષય બન્યો છે. માર્કે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં જણાવ્યું છે કે તે તેની ગાયોને બિયર આપે છે અને તેમને મકાડેમિયા બદામ ખવડાવે છે. હવે આ ગાયોના આટલા મોંઘા આહાર વિશે સાંભળીને દરેકને આશ્ચર્ય થાય છે. માર્ક ઝકરબર્ગે કહ્યું કે આ ગાયો એક વર્ષમાં 10 હજાર કિલોથી 20 કિલો ચારો ખાય છે. તેમને આ બધું ખવડાવવા પાછળના હેતુને કારણે હાલ લોકો તેના પર ભડક્યા છે.
- Advertisement -
અબજોપતિ માર્ક ઝકરબર્ગનો ગાય પાળવાનો શોખ હાલ ચર્ચામાં છે. એક રિપોર્ટ અનુસાર તેઓ ગાયોને બીયરમાં મિશ્રિત બદામ આપે છે. આમ કરવા પાછળનું કારણ જાણીને ભારતમાં ઘણા લોકો ગુસ્સે ભરાયા છે. માર્ક વિશ્વનું શ્રેષ્ઠ બીફ બનાવવા માંગે છે. ઝકરબર્ગ પોતે સોશિયલ મીડિયા પર ગાય અને બીફ પ્રત્યેના પોતાના જુસ્સા વિશે જણાવ્યું છે. માર્ક ઝકરબર્ગે ત્રણ તસવીરો શેર કરી છે. આ બે તસવીરોમાં બીફમાંથી બનેલી વાનગીઓ જોવા મળી રહી છે.
https://www.facebook.com/zuck/posts/10115412226321701?ref=embed_post
માર્કે પોસ્ટમાં વિગતવાર જણાવ્યું છે કે, ‘હું ગાયોનો ઉછેર કરી રહ્યો છું અને મારો ધ્યેય વિશ્વમાં સૌથી વધુ ગુણવત્તાયુક્ત બીફ બનાવવાનો છે. અહિયાં પશુઓ એમના દ્વારા ઉગાવવામાં આવેલ મેકાડેમિયા ખોરાક બીયર પીને મોટા થશે.”
- Advertisement -
જણાવી દઈએ કે મકાડેમિયા એ વિશ્વની બદામની સૌથી મોંઘી જાતોમાંની એક છે. મેકાડેમિયા સૌપ્રથમ ઉત્તર-પૂર્વ ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યા હતા. તે વિસ્તારોમાં રહેતા આદિવાસી લોકો તેનું સેવન કરતા હતા અને તેનું નામ કિંડલ-કિંડલ હતું. પ્રોટીન અને અન્ય પોષક તત્ત્વોથી ભરપૂર હોવાને કારણે વિશ્વભરના દેશોમાં તેની હંમેશા માંગ રહે છે.
માર્ક ઝકરબર્ગની આ જાહેરાત બાદ ખાસ કરીને ભારતના લોકો સૌથી વધુ ભડક્યા છે. કેટલાક લોકોએ લખ્યું છે કે માર્કનો આ શોખ શાકાહારી અને વિગન લોકોને ખૂબ જ તકલીફ પંહોચાડશે. ઘણા લોકોને માર્કનો નવો શોખ પસંદ નથી આવી રહ્યો.