રાડીયાએ ટી.પી. તથા એસ્ટેટ શાખા લગતા પ્રશ્ર્ન પૂછયા જેમાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કેટલા ટી.પી. પ્લોટ રમતગમત માટે સંસ્થાઓને ભાડે આપવામાં આવેલ છે તથા તેની વાર્ષિક ભાડાની આવક કેટલી? આ અંગે અનેક પ્રશ્ર્નો પૂછયા હતા
ખાસ-ખબર સંવાદદાતા
પ્રત્યુત્તરમાં મહાપાલિકા તંત્રએ જવાબ આપેલ કે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સત્યસાંઈ હાર્ટ હોસ્પિટલ રોડ પર વી.એમ.વી. હોસ્ટેલ સામેના ટી.પી. પ્લોટમાં 1000 ચો.મી. જગ્યા ક્રિકેટ એકેડેમી માટે નવરંગ ચેરીટેબલ ટ્રસ્ટને ભાડે આપવામાં આવેલ છે તેમજ વાર્ષિક ભાડાની વિગત ભાડાની રકમ (ટોકન દર મુજબ) રૂા. 365, સફાઈ વહીવટી ચાર્જની રકમ રૂા. 91250, જી.એસ.ટી.ની રકમ રૂા. 16,491 એમ કુલ આવક રૂા. 1,08,106 થયેલ છે. વિશેષમાં મનીષભાઈ રાડીયાએ શહેરમાં કુલ કેટલા બાગ-બગીચા આવેલ છે? તથા તમામ બાગબગીચાઓમાં સીસી ટીવી કેમેરા છે કે કેમ? એ પૂછતા તેના પ્રત્યુત્તરમાં મહાનગરપાલિકા તંત્રએ જવાબ આપેલ કે રાજકોટ શહેરમાં શહેરના વિકાસની સાથોસાથ લોકસુવિધા અને પર્યાવરણ સુધારણા ભાગરૂપે ટાઉન પ્લાનીંગ સ્કીમ અંતર્ગત ફાળવણી થતા નાના-મોટા પ્લોટ્સ વિગેરેમાં સ્થાનિકેની ઉપલબ્ધિ અને રહેણાકી સ્થિતિ ધ્યાને લઈ નાના મોટા બગીચાઓ, બાલક્રિડાંગણ, સિનિયર સીટીઝન પાર્કસ વિગેરે 158 બાગબગીચા છે તેમાંથી 4 મોટા બગીચાઓમાં સીસી ટીવી કેમેરા મૂકવામાં આવેલ છે જેમાં વોર્ડ નં. 2માં રેસકોર્ષ સિનિયર સીટીઝન પાર્ક, રેસકોર્સ બાલ ઉદ્યાન, રેસકોર્સ વિસ્તૃતિકરણ ગાર્ડન અને વોર્ડ નં. 14માં સોરઠીયા વાડી ગાર્ડનનો સમાવેશ થાય છે.


