આજરોજ માણાવદરના કેળવણીકાર શ્રી જેઠાભાઈ પાનેરા ની શૈક્ષણિક સંસ્થા શ્રી જે.એમ પાનેરા શૈક્ષણિક સંકુલ માણાવદર ની શુભેચ્છા મુલાકાતે આદિવાસી વિસ્તારના મૂક સેવક અને આદીવાસી સમાજના ઉત્કર્ષ માટે સતત તત્પર એવા ચિમનસિંહ ધીરસિંહ કોળચા (ગુરુજી) એ શુભેચ્છા મુલાકાત લીધી હતી. તેઓ પણ કેળવણી ક્ષેત્રે મોટું યોગદાન આપી રહ્યા છે અને પ્રાથમિકથી લઇ ઉચ્ચતર માધ્યમિક શાળાઓ, આશ્રમ શાળાઓ, છાત્રાલયો, રમત-ગમત ની શાળાઓ, યુવા કારકિર્દી માર્ગદર્શન અને મહિલા મંડળો દ્વારા મહિલા ઉત્કર્ષ કેન્દ્ર જેવા અનેક સેવાકીય કર્યોની સાથે-સાથે આદિવાસી ભાઈઓ-બહેનોને સતત સહકાર અને સહયોગ આપી તેમના ઉત્થાન માટેના કાર્યોમાં સતત પ્રયત્નશીલ રહે છે. ગાય આધારિત ખેતી માટે સતત ખેડૂતોમાં જાગૃતિ આવે તેવા સેમિનારો કરી આદિવાસી વિસ્તારમાં મોટા સમુદાયને ઓર્ગેનિક ખેતી તરફ વાળવાના ભગીરથ કાર્યમાં સફળ રહ્યા છે.

જેઠાભાઈ પાનેરાની K.G. થી P.G. સુધીની શૈક્ષણિક સંકુલની શુભેચ્છા મુલાકાત લેવાનો મુખ્ય આશય અધિકાર મંચ દ્વારા સૌરાષ્ટ્રના આગેવાનો, કાર્યકરોને સરકારી યોજનાઓનો વધુમાં વધુ લાભ સામાન્ય માણસ સુધી પહોંચે તેના સેતુરૂપ બનવા માટે સહકાર અને સહયોગ આપવાનો હતો. સાથે-સાથે ગ્રામ્ય વિસ્તારના લોકો જાગૃત થાય એવાં વિચારોની આપ-લે કરી એકબીજાની સંસ્કૃતિ સાથે તાલ-મેલ બને તેવા આશય સાથે શુભેચ્છા લીધી. ગુરૂજી એવાં ચિમનસિંહ ધીરસિંહ કોળચા એ જેઠાભાઇ પાનેરા ને શુભેચ્છા આપતા આ વિસ્તારનો તમામ ક્ષેત્રે વિકાસ થાય તેનું માધ્યમ આપની શૈક્ષણિક સંસ્થા બને એવી શુભેચ્છા પાઠવી હતી..

જીજ્ઞેશ પટેલ માણાવદર