માણાવદર લાયન્સ કલબ દ્વારા વિનામુલ્યે માસ્ક વિતરણ કરવામાં આવ્યા શહેરના શાકમાર્કેટ વિસ્તાર માં માસ્ક વિતરણ નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો

માણાવદર લાયન્સ કલબ ના પ્રમુખ નરેન્દ્રભાઈ સવસાણી અને તેમની ટીમ દ્વારા હાલના કોરોના વાયરસને ધ્યાને રાખી જેમાં ગરીબ નબળા લોકો તથા કોરોના વાયરસ સામે સૌથી વધુ કામગીરી કરવાની ફરજ બજાવે છે તેવા પોલીસ, હોમગાર્ડઝ જવાનોને લાયન્સ ક્લબ દ્વારા માસ્ક વિતરણ કરી કોરોના વાયરસ સામે રક્ષણ મળે તેવા પ્રયાસો કર્યો હતા જેમાં ખાસ જે લોકો માસ્ક લઇ શકતા નથી તેવા રેકડીઓ વાળા, ઝુપડપટ્ટી ના રહેવાસીઓ, ગરીબો, શાકભાજી વેંચતા લોકો ને માસ્ક નું વિનામુલ્યે વિતરણ કર્યું હતું આ માસ્ક વિતરણમાં લાયન્સ ક્લબ પ્રમુખ નરેન્દ્રભાઈ સવસાણી , લાયન્સ કલબ નેત્રરક્ષા સમિતિ ચેરમેન ડો. પંકજભાઇ જોષી, ન.પા. સભ્ય મેરામણભાઇ ઓડેદરા, અશોકભાઈ જીવનાણી વગેરે ના હાથે માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા

જીજ્ઞેશ પટેલ માણાવદર