નેકલાઇન સાથે મેળ ખાતી જ્વેલરીને પસંદ કરવામાં આવે તો આભૂષણ તેમજ માનુનીનો લુક આકર્ષક લાગે છે.
ક્રુ નેક અથવા તો હાઇ-રાઉન્ડ નેકલાઇન
જ્યારે રાઉન્ડ નેકલાઇનનું બ્લાઉઝ કોલર બોસને કવર કરતું હોવાથી હેવી જ્વેલરી પહેરવી નહીં. ગળામાં મોટા હાર પહેરવા નહીં. એલિગન્ટ લુક માટે મોટા સ્ટડ અથવા હેવી-લાંબી બાલીઓ, જેમ કે ઝુમખા અથવા ચાંદબાલી પહેરી શકાય છે. જોકે મોટા ફંકશનો માટે નેકલાઇનને કોમ્પલિમેન્ટ કરવા માટે નેકલેસ ટ્રાઇ શકાય છે. જો બ્લાઉઝ સોલિડ કલરનું હોય તો લાંબી ચેઇન બ્લાઉઝની સિમ્પલિસીટને વધારે છે.
- Advertisement -
બોટ નેક, ડીપ રાઉન્ડ અથવા સ્કેવર નેક
ડીપ કોલરબોન અથવા બોટ નેક જેવી નેકલાઇન માટે ચોકર પરફેક્ટ ચોઇસ છે. તે કોલર બોનને ફોકસ કરે છે. જેથી પહેરનાર મહિલા લાંબી નજરે ચડે છે. સાથે સ્ટડ ઇટરિંગ્સ અથવા નાના હેંગિગ ઇટરરિંગ્સ પહેરી શકાય. જ્યારે બોટ નેક પહેર્યુ હોય ત્યારે ઝુમખા અને મોટા ઇયરરિંગ્સ પરફેક્ટ લાગે છે. તેમજ ક્યારેક ક્યારેક પાતળા ચોકર પણ શોભામાં અભિવૃદ્ધિ વધારે છે.
કોલર નેક
- Advertisement -
બ્લાઉઝમાં કોલર નેકલાઇન થોડા સમયથી વધુ પહેરવામાં આવે છે. હવે તે એક ટ્રેન્ડ અથવા તો ફેશન બની ગયું છે.કરીના કપૂર ખાન થી લઇ હીના ખાન અને આદિતી રાવ હૈદરી કોલર નેક સાથે સ્ટાઇલિશ જ્વલેરી કેરી કરતા જોવા મળ્યા છે. ટેક્સચર્ડ અથવા તો બ્રોકેડ ફેબ્રિક થી બનેલા કોલર બ્લાઉઝ ની સાથે જ્વેલરી શોભતી નથી. તેથી આઉટફિટને અધિક પંચ આપવા માટે સોલિડ ક્લોરવાલા બ્લાઉઝ સાથે લાંબી ચેન પહેરી શકાય છે.
ડીપ વી નેકલાઇન
નાના, પહોળા નેકલેસ અથવા સ્ટેટમેન્ટ દ્વેલરી ડીપ વી નેકલાઇન સાથે મેળ ખાય છે. તે નેકલાઇનને શેપ આપે છે. જેથી લુક વધુ એટ્રેકટિવ લાગે છે. આ ઉપરાંત લોન્ગ-એંગ્યુલર પેડન્ટસ વી-નેક સાડી બ્લાઉસ માટે વોલ્યુમનું કામ કરે છે.
સ્વીટહાર્ટ નેકલાઇન
સ્વીટહાર્ટ નેકલાઇન પહેરતી વખતે હંશા બેલેન્સ કરવાની કોશિષ કરવી, જેથી બ્રોડ નેકલાઇનનો લુક સારો લાગે. નાની ચેનવાળા સ્ટેટમેટ નેક પીસ જે નેકલાઇનની ક્લોઝ હોય તેને ટ્રાઇ કરવા. મેટલ અથવા સ્ટોન્સના ચંકી અને બોલ્ડ નેકપીસ આવી નેકલાઇનને કોમ્પલિમેન્ટ કરીને લુકુને વધુ એટ્રેકટિવ કરે છે. આ ઉપરાંત મોતી અથવા તો સિમ્પલ પેન્ડન્ટ પણ પહેરી સકાય છે. પરંતુ પહેરતી વખતે ધ્યાન રાખવું કે નેકલાઇન ની ઉપર સુધી ગોવું જોઇએ જેથી તે સ્વીટહાર્ટ નેકલાઇનને ઓવરલેપ ન કરે.
વન સોલ્ડર નેકલાઇન
વન શોલ્ડર ટોપ અથવા તો ડ્રેસ થોડા ડ્રામેટિક લાગતા હોય છે. તેથી તેની સાથે પહેરવા માટે ચંકી અથવા સ્ટેટેમેન્ટ ઇયરિગ્સ પહેરી શકાય છે. ઓવરસાઇઝ હૂપ્સ અઠવા ડ્રેંગલર્સ ટ્રાઇ કરીને નેકપીસને પૂરી રીતે સ્કિપ કરવું. કોકટલે અથવા સ્ટેટમેન્ટ ફિંગર રિંગ વધુ શોભશે અને રોયલ લુક આપશે.
હાઇ રાઉન્ડ નેક
હાઇ રાઉન્ડ નેકના બ્લાઉઝ પહેરવાથી તે કોલર બોનેન કવર કરે છે. ખાસ કરીને જ્યારે તે બ્રોકેડ ફેબ્રિકથી બન્યા હોય. બ્લાઉઝ પ્લેન હોય તો લાંબી ચેન પસંદ કરવી.