દર મહિને ઓઈલ કંપનીઓ પેટ્રોલ-ડીઝલ, ગેસ વગેરેના ભાવમાં ફેરફાર કરતી હોય છે, ત્યારે LPG સિલિન્ડરના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે. જાણો કેટલો ભાવ વધારો થયો.
એલપીજી ગેસ સિલિન્ડર પર ફરી એકવાર મોંઘવારીનો માર પડ્યો છે. 1 સપ્ટેમ્બરથી તેલ કંપનીઓએ એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કરી દીધો છે. એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો માત્ર 19 કિલોગ્રામના કોમર્શિયલ ગેસ સિલિન્ડર માટે કરવામાં આવ્યો છે. ઓઈલ કંપનીઓએ 14 કિલોગ્રામના ઘરેલુ ગેસ સિલિન્ડરની કિંમતમાં કોઈ ફેરફાર કર્યો નથી. ભાવ વધારા બાદ હવે નવા ભાવ પણ સામે આવ્યા છે. નવી કિંમતો અનુસાર 1 સપ્ટેમ્બરથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમતમાં 39 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ભાવમાં વધારા બાદ દેશની રાજધાની દિલ્હીમાં 19 કિલોના કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1,691.50 રૂપિયા થઈ ગઈ છે.
- Advertisement -
કયા શહેરમાં કેટલા થયા ભાવ?
ઇન્ડિયન ઓઈલ કંપની (IOCL)ની વેબસાઈટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, એલપીજી સિલિન્ડરની કિંમતોમાં વધારો 1 સપ્ટેમ્બરથી લાગુ થઈ ગયો છે. આ વધારા બાદ મુંબઈમાં 19 કિલોના કોમર્શિયલ એલપીજી સિલિન્ડરની કિંમત 1605 રૂપિયાથી વધીને 1644 રૂપિયા થઈ ગઈ છે. કોલકાતામાં કિંમત 1764.50 રૂપિયાથી વધીને 1802.50 રૂપિયા થઈ ગઈ છે, જ્યારે ચેન્નઈમાં કિંમત 1817 રૂપિયાથી વધીને 1855 રૂપિયા થઈ ગઈ છે.
ગયા મહિને પણ થયો હતો ભાવ વધારો
- Advertisement -
અગાઉ ગયા મહિને (ઓગસ્ટ 2024) પણ એલપીજી ગેસ સિલિન્ડરની કિંમતમાં વધારો કરવામાં આવ્યો હતો. ઓગસ્ટમાં 19 કિલોનો કોમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડર 8.50 રૂપિયા મોંઘો થયો. છેલ્લા ફેરફાર બાદ દિલ્હીમાં 19 કિલોનો એલપીજી સિલિન્ડર 1652.50 રૂપિયાનો થઈ ગયો હતો.
જુલાઈમાં થયો હતો ભાવમાં ઘટાડો
આ પહેલા પહેલી જુલાઈએ ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ એલપીજીના ભાવમાં ઘટાડો કર્યો હતો. કંપનીઓએ કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં ઘટાડો કર્યો હતો અને રાજધાની દિલ્હીમાં 19 કિલોના સિલિન્ડરના ભાવ 30 રૂપિયા સુધી ઘટી ગયા હતા. આ ફેરફાર પછી દિલ્હીમાં કોમર્શિયલ સિલિન્ડરની કિંમત 1676 રૂપિયાથી ઘટીને 1646 રૂપિયા, કોલકાતામાં 1787 રૂપિયાના બદલે 1756 રૂપિયા, ચેન્નઈમાં 1840.50 રૂપિયાના બદલે 1809.50 રૂપિયા અને મુંબઈમાં 1629 રૂપિયાથી ઘટીને 1598 રૂપિયા થઈ ગઈ હતી.