વેપારીઓએ 2028 સુધીમાં જગ્યા છોડી દેવાનો સમય આપવામાં આવ્યો
આ બજારનું રાત્રે 10 વાગે કામ શરુ થાય છે જયારે સવારે પૂર્ણ થાય છે
ખાસ-ખબર ન્યૂઝ લંડન, તા.29
લંડનમાં બે પ્રસિધ્ધ બજાર માછલી બજાર અને માંસ બજાર આવનારા વર્ષોંમાં બંધ કરવામાં આવશે. આ સાથે જ મધ્યયુગીન પરંપરાનો પણ અંત આવશે. પ્રાપ્ત માહિતી અનુસાર લંડન શહેરના ઐતિહાસિક કેન્દ્ર શાસી નિકાય ’સિટી ઓફ લંડન કોર્પોરેશન’ દ્વ્રારા સંસદમાં એક વિધેયક પસાર કરવામાં આવી રહયું છે. આ વિધેયક હેઠળ બિલિંગ્સગેટ માછલી બજાર અને સ્મિથફીલ્ડ માંસ બજારનું સંચાલન અને તેની જવાબદારીઓ સમાપ્ત કરવામાં આવશે. આ બંને બજાર 11 મી સદીથી કોઇને કોઇ સ્વરુપે શહેરમાં અસ્તિત્વ ધરાવતા રહયા છે.
- Advertisement -
સામાન્ય રીતે આ બજારનું રાત્રે 10 વાગે કામ શરુ થાય છે જયારે સવારે પૂર્ણ થાય છે. એક દિવસ પહેલા નિગમે નકકી કર્યુ હતું કે બજારોને લંડનના પૂર્વમાં ડેગનહેમમાં નવા વિકાસ સ્થળ પર શિફ્ટ કરશે નહી.વધતી જતી મોંઘવારી અને વધતા જતા નિભાવખર્ચના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. વર્તમાનમાં આની કિંમત 1 અબજ પાઉન્ડ થાય છે. બજારોના વેપારીઓ સાથે નવી સમજુતી હેઠળ નિગમ નાણાકિય મદદ અને માર્ગદર્શન આપશે. વ્યાપારીઓ હવે પછી શું કરવા માંગે છે તે વિચારવા માટે પણ સમય આપવામાં આવશે. આ અંગેની પ્રક્રિયા 2028માં શરુ કરવામાં આવશે.
સિટી ઓફ લંડન કોર્પોરેશનના નીતિ અધ્યક્ષ ક્રિસ હેવર્ડે જણાવ્યું હતું કે આ નિર્ણય સ્મિથફિલ્ડ અને બિલિંગ્સગેટ માર્કેટ્સ માટે એક સકારાત્મક નવા અધ્યાયનું પ્રતિનિધિત્વ કરે છે જેમાં તે વેપારીઓને તેમના લાંબા ગાળાના વ્યવસાયિક ધ્યેયો સાથે સંરેખિત પરિસરમાં ટકાઉ ભાવિ બનાવવા માટે સશક્ત બનાવે છે, વેપારીઓ હવે લંડનમાં જ્યાં તેઓ ઇચ્છે છે ત્યાં કેવી રીતે સ્થળાંતર કરવું તે અંગે કામ કરશે.
પીટર એક્રોયડે, જેમણે 2000 માં સેમિનલ “લંડન: ધ બાયોગ્રાફી” લખી હતી, જણાવ્યું હતું કે બિલિંગ્સગેટ માછલી બજારના મૂળ 11મી સદીની શરૂૂઆતમાં છે, વિલિયમ ધ કોન્કરર સેક્સન સમયનો અંત લાવવા ઇંગ્લેન્ડમાં તેના નોર્મન સૈનિકો સાથે આવ્યા તે પહેલાં સ્મિથફિલ્ડ, જૂની રોમન દિવાલની બહાર બાંધવામાં આવ્યું હતું.