- ગ્રામજનોએ રોડ બનાવવાના વર્ક ઓર્ડર ની માંગ કરી બાદમાં ચૂંટણીમાં માત આપવા વિચારીશું તેવું જણાવ્યું
- પેટા ચૂંટણી બહિષ્કારની ચીમકી બાદ પગ નીચે રેલો આવતા રોડનું સમારકામ હાથ ધરાયું
લીંબડી તાલુકાના ખંભલાવ-પાણશીણા-હડાળા સુધીનો રોડ બિસમાર બનતા અનેક વખત રજુઆત કરવા છતાં રોડ ન બનવા ના કારણે ખંભલાવ ગામના ગ્રામજનો દ્વારા ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી હતી, જે એવાલ કે ન્યુઝ ગુજરાતી ટીવી ચેનલ માં પ્રસારિત કરવામાં આવ્યો હતો, બાદમાં પગ નીચે રેલો આવતા તંત્ર સફાળું જાગ્યું હતું અને ખંભલાવથી પાણશીણા સુધી રોડમાં થીગડા મારવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ખંભલાવ-પાણશીણા-હડાળા સહિત ભાલકાંઠાને લીંબડી તાલુકા સુધી જોડતો ડામર રોડ છેલ્લા કેટલાય વર્ષોથી બિસ્માર બની ગયો છે. ખખડધજ રોડમાં ડામરનું નામો નિશાન રહ્યું નથી, રોડમાં ખાડા પડી જતા 8 થી વધુ ગામોના 25 હજારથી વધુ લોકોને પારાવાર મુશ્કેલી ઉભી થવા પામી છે. ખંભલાવ, પાણશીણા, મોટાત્રાડીયા, ભોજપરા, કમાલપુર સહિતના ગામોના લોકોએ અનેકવાર નેતા અને તંત્ર સમક્ષ લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. સરકારી તંત્રએ ખંભલાવ, પાણશીણા સહિતના ગામની રોડ બનાવવાની કે ખાડા બુરવાની માંગને એક કાને સાંભળી બીજા કાને કાઢી નાંખતા હોવાનું ગ્રામજનો જણાવી રહ્યા છે. હતી. 25 હજારથી વધુ લોકો હાલાકી ભોગવવા બાબતે ખંભલાવના ગ્રામજનોએ લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી હતી. કુંભકર્ણની નિંદ્રામાં પોઢેલું તંત્ર સફાળું જાગ્યું હોય તેમ રોડ પરના ખાડા પુરવા નું કામ શરૂ કરવામાં આવ્યું છે.મણકા ભાંગી નાખતા રોડના ખાડા બુરવાનું કામ શરૂ કર્યું હતું. પરંતુ આ બાબતે ખંભલાવ ના ભરતસિંહ ઝાલાએ જણાવ્યું છે કે, પહેલા વર્ક ઓર્ડર જોઈએ, રોડ નહીં તો વોટ નહીં. અમે રોડ બનાવવાની માંગ કરી છે, ફક્ત રોડ પર થીંગડા મારવાથી સમસ્યા હલ નથી થતી. ભારતીય સંવિધાને અમને જે હકક આપ્યો છે તે લઈને ઝંપીશું. મત જોતા હોય તો પહેલા વર્ક ઓર્ડર આપો પછી કશું વિચારીશું તેમ જણાવ્યું છે.
રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા