ભાજપ ના ઉમેદવાર ને જંગી બહુમતી થી જીત અપાવશું તેવા વિશ્વાસ સાથે…..સુરેન્દ્રનગર જિલ્લા ભાજપ મહિલા મોરચો

હાલ માં સમગ્ર ગુજરાતમાં 8 વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણીમાં મહિલાઓ પણ સક્રિય થઈ રહી છે. તો આજે લીંબડી વિધાનસભાની પેટા ચૂંટણી ના આગામી કાર્યક્રમની રૂપરેખાઓ મહિલા કાર્યકરોને આપવામાં આવી હતી, તેમજ જંગી બહુમતીથી લીંબડીમાં ભાજપના ઉમેદવારને જીત અપાવવા ટકોર કરવામાં આવી હતી. અને ભાજપના ઉમેદવારને જીત અપાવવા માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.જેમા પૂર્વ ધારાસભ્ય વર્ષાબેન દોશી, લીંબડી પેટા ચૂંટણી ના પ્રભારી મોનાબેન રાવલ, મંજુલાબેન ધાડવી, પ્રતિમાબેન રાવલ, પ્રીતિબેન ભટ્ટ, મંદાકિનીબેન ઉપાધ્યાય, જિજ્ઞાબેન પંડયા, સ્મિતાબેન રાવલ, દર્શનાબેન પુજારા, રંજનબેન પરમાર તેમજ જગદીશભાઈ મકવાણા, બીપીનભાઈ પટેલ અને લીંબડી સાયલા, ચુડા ના મહિલા કાર્યકરો મોટી સાંખ્યામા ઉપસ્થિત રહ્યા હતા.

 

રિપોર્ટર : દિપકસિંહ વાઘેલા, લીંબડી