ખેડૂતો માટે પસાર કરાયેલા કાળા કાયદાનો વિરોધ નોંધાવી 100% શિક્ષણ ફી માફીની માંગ કરી
લીંબડીમાં કોંગ્રેસ સમિતિ દ્વારા આગેવાનો દ્વારા ધરણાનો આશ્ચર્યજનક કાર્યક્રમ આપવામાં આવ્યો હતો, આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્યો તેમજ કોંગ્રેસના આગેવાનો પણ જોડાયા હતા, ખેડૂત વિરોધી કાળો કાયદાનો વિરોધ નોંધાવી અને શિક્ષણ ફી ૧૦૦ ટકા માફ, તેમજ બળાત્કારીઓ ને કડકમાં કડક સજા આપવામાં આવે તેવી માંગ સાથે લીંબડી સેવા સદન ખાતે કોંગ્રેસ ના કાર્યકરો માં ભગિરથસિંહ રાણા, રણજીતભાઈ પરાલિયા, શેલાભાઈ જોગરાણા, અનિલભાઈ સિંગલ, દાનાભાઈ ભરવાડ, બાબુભાઇ મકવાણા, ઇલેશભાઇ ખાંદલા, તેમજ શહેર, તાલુકા ના હોદ્દેદારો, દ્વારા ધરણા કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
દિપકસિંહ વાઘેલા