By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઇટાલીમાં બુરખા અને નકાબ પર પ્રતિબંધ મૂકશે મેલોની
    2 days ago
    પાકિસ્તાનમાં પેટ્રોલ 1000નું થશે! : પેટ્રોલ 50% મોંઘું થયું, કિંમત 389 રૂપિયા પ્રતિ લિટર
    2 days ago
    Misalignment : AI પોતાને માણસ સમજી નિયમો તોડવા લાગ્યું
    5 days ago
    પાકિસ્તાની વૉરશિપ ભારતીય જહાજ સાથે અથડાયું : દિલ્હીમાં PAK હાઈકમિશનરને તેડું
    7 days ago
    100% ટેરિફની ઐસીતૈસી : ભારત રશિયા પાસેથી ક્રુડ ઓઈલ ખરીદવાનું ચાલું રાખશે
    7 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ
    14 hours ago
    દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
    14 hours ago
    દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
    14 hours ago
    ભારતને મોટી સફળતા : કુદરતી ગેસનો મોટો ભંડાર મળ્યો
    15 hours ago
    ટેલિકોમ ક્ષેત્રે ઐતિહાસિક સિદ્ધિ : T-Mobile-જિયોએ સ્થાપિત કર્યું વિશ્વનું પ્રથમ ‘5G SA’ રોમિંગ કનેક્શન
    15 hours ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
    15 hours ago
    ભારતે અફઘાનિસ્તાનને 127 રનથી કચડયું: 3-0થી સિરીઝમાં કલીન સ્વીપ
    5 days ago
    રાજકોટના જય ઠાકરને 13મી વેસ્ટ ઝોન પ્રી-નેશનલ પિસ્તોલ શૂટિંગ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ
    7 days ago
    પાકિસ્તાની ગૃહમંત્રી નકવીને ભારતીય મહિલા ટીમનો તમાચો, ભારતીય ટીમે મોહસિન નકવી પાસેથી ટ્રોફી ન સ્વીકારી
    1 week ago
    આર્જેન્ટિનાના સ્ટાર ફૂટબોલર મેસીનું ઈન્ટરનેશનલ ફૂટબોલને અલવિદા
    3 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    2 days ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    3 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    3 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    3 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    3 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    3 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    3 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    3 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    4 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    10 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    2 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    2 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    2 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    2 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    2 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: મેં પુરુષોનો ઉપયોગ કરતા શીખી લીધું
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > મેં પુરુષોનો ઉપયોગ કરતા શીખી લીધું
TALK OF THE TOWNમનોરંજન

મેં પુરુષોનો ઉપયોગ કરતા શીખી લીધું

Khaskhabar Editor
Last updated: 2021/02/13 at 2:49 PM
Khaskhabar Editor 6 years ago
Share
12 Min Read
SHARE
-મેધા પંડ્યા ભટ્ટ

કામને અને કામસૂત્રને જ મહત્વ આપતી યુવતી

એક સ્ત્રીને હંમેશા ખબર પડે છે કે તેના માટે ભોગ આપનાર વ્યક્તિ કોણ છે અને તેને ભોગવનાર વ્યક્તિ કોણ છે ?

સમય જે રીતે આગળ વધી રહ્યો છે, તેમાં હવે લોકો પ્રેમ અને લાગણી જેવા શબ્દોને પણ ભૂલી રહ્યા છે. જે રીતે લોકો એકબીજાનો ઉપયોગ ફક્તને ફક્ત શારીરિક અને માનસિક ભૂખ સંતોષવા માટે કરી રહ્યા છે, તે જોઇને અને જાણીને લાગે છે કે લોકોના મન હવે મિકેનિકલ બની ગયા છે. આજે એક એવી યુવતીની વાત કરવા આવી છું, જેનો કહેવાતો બોય ફ્રેન્ડ આલોક મને ડેટીંગ એપ પર મળ્યો હતો. તેણે મને તેની વાત કરી હતી પણ સાથે જ મને તેણે આ યુવતી જાસ્મિનની વાત કરી. તેમાં મને વધારે રસ પડ્યો. મેં આલોકને પૂછ્યું કે શું હું જાસ્મિનને મળી શકું. તો તેણે તરત ફોન કરીને મીટીંગ નક્કી કરી લીધી. જાસ્મિનને મળી. ખૂબ જ સુંદર અને આકર્ષક લાગતી હતી. સિમેટ્રીકલ બોડી અને ખભા સુધીના ફેધર કટ વાળ તેને વધારે શોભતા હતા. કોઇ છોકરી કોઇ છોકરીને જોઇને સુંદર લાગે છે, તેવી કોમ્પલીમેન્ટ ક્યારેક જ આપી શકે છે. જે મેં તેને આપી હતી. અમે ત્રણેય લંચ ડેટ પર મળ્યા હતા અને હોટલના કોર્નરના ભાગમાં બેઠા હતા. તેથી સરળતાથી વાતચિત કરી શકીએ તેમ હતા. આલોકને તેના વિશે બધી જ ખબર હતી તેનું પણ કારણ આપને અંત સુધીમાં ખબર પડશે. તેથી આલોક સામે તેને કોઇપણ વાત કરવામાં વાંધો નહોતો. મેં પણ તેને થોડું મારી કોલમ માટેની વાતચિત કરી અને મારો પરિચય આપ્યો. તે એટલી બધી સ્માર્ટ હતી કે તેણે મને પહેલા જ ફેસબુક અને ઇન્સ્ટામાં સર્ચ કરીને બધુ જાણી લીધુ હતુ અને પછી મને મળવા માટે આવી હતી.

Contents
-મેધા પંડ્યા ભટ્ટકામને અને કામસૂત્રને જ મહત્વ આપતી યુવતીએક સ્ત્રીને હંમેશા ખબર પડે છે કે તેના માટે ભોગ આપનાર વ્યક્તિ કોણ છે અને તેને ભોગવનાર વ્યક્તિ કોણ છે ?

 

- Advertisement -

જાસ્મિને તેની વાતની શરૂઆત કરી. હું 30 વર્ષની છું અને છેલ્લા ચાર વર્ષથી જૂદા જૂદા યુવાનોને ડેટ કરું છું. હું પરિણીત પુરુષોમાં ક્યારેય પડતી નથી. મને તે લોકો પસંદ જ નથી. તેમની માનસિકતા હંમેશા કુંવારી અને સુંદર યુવતીના શરીરને ભોગવવાની જ હોય છે અને જો તેની સાથે સેક્સમાં વધારે મજા આવે તો થોડીઘણી લાગણીથી બંધાઇ જાય છે અને પછી તેમની પ્રોપર્ટી હોઇએ તેવું વર્તન કરે છે. ઉંમરના કારણે પણ વિચારોમાં ઘણો ફરક પડે છે. મને કોઇ બાંધીને રાખે તેવો સંબંધ મંજૂર જ નથી, તેથી હું યુવાનો સાથે અને મારી ઉંમરની નજીકના વ્યક્તિઓ સાથે જ ડેટ પર જવાનું પસંદ કરું છું. હું ચાર વર્ષમાં અનેક લોકોને મળી છું. હું માનું છું કે આ મારી જીંદગી છે અને તેને જીવવાનો અને તેમાં ખુશ રહેવાનો અધિકાર પણ ફક્ત મારો જ હોવો જોઇએ.

 

મેં ક્યાંક વાંચ્યુ હતું કે સેક્સ રેગ્યુલર કરવાથી અને અમુક ચોક્કસ સમય દરમિયાન કરવાથી શરીર સુંદર અને મન પ્રફુલ્લિત રહે છે. જોકે વાંચન અને સમજણ રાખવી સારી છે. હું ક્યારેય કોઇના પ્રેમમાં પડી નથી અને પડવા માગતી પણ નથી. હું અત્યાર સુધીમાં આઠ યુવકો સાથે સંબંધમાં રહી ચૂકી છું. હાલમાં આલોક સાથે છું. હું જેની પણ સાથે હોઉં ત્યારે તે એકની સાથે જ હોઉં છું. આ પહેલા મારા આઠ રીલેશનશીપ હતા. તે દરેક યુવકો મારા પ્રેમી નહીં પણ ખાસ મિત્રો જેવા જ હતા. તેમની સાથે શારીરિક સંબંધ હતો અને દરેક સાથે હું મુક્ત મને રહેતી હતી. મારે આજ સુધી કોઇપણ યુવક સાથે સંબંધમાં ઝગડો થયો નથી, કે કોઇના માટે પણ મને પઝેસીવનેસ આવી નથી. તેનું કારણ એ છે કે હું દરેકને તેમની ઇચ્છા મુજબ જીવવા દેવું જોઇએ તેવું માનું છું. હું દરેક યુવક સાથેના સંબંધમાંથી બહાર નીકળી ગઇ તેનું પણ કારણ છે કે તે લોકો મારા માટે ખૂબ ઇનસિક્યોર થઇ ગયા હતા. તેમને ફક્ત હું જ તેમની સાથે રહું તેવી તેમની માગણી હતી. તે સિવાય મને જેની સાથે સેક્સમાં મજા ન આવે ત્યાં પણ હું વધારે સમય બગાડતી નથી. હું અને આલોક દોઢ વર્ષથી સાથે છીએ, પણ અમારા વિચારો ખૂબ મેચ થાય છે, તેથી સાથે છીએ.

- Advertisement -

 

મારો પહેલો ફ્રેન્ડ મારી જ ઓફિસનો યુવક હતો. તેની સાથે હું છ મહિના સંબંધમાં રહી. અમે બંને દિવસમાં બે વાર સેક્સનો આનંદ માણતા હતા. તે ફિઝીકલી ખૂબ જ સ્ટ્રોંગ હતો અને તેની સાથે હું ખૂબ એન્જોય કરતી હતી. પણ ધીમે ધીમે તે મારા માટે પઝેસીવ થવા લાગ્યો. તેને હું ઓફિસમાં કોઇ યુવક સાથે હસીને વાત કરું તો પણ પસંદ નહોતું. તે મારી સાથે કારણ વિના ઝગડા કરવા લાગ્યો. એક બે વખત એવું બન્યું કે ફેમીલી ફંક્શનમાં જવાના કારણે હું તેને સાંજે સેક્સ માટે મળી નહોતી શકતી, તેથી તેને લાગ્યું કે મારી લાઇફમાં કોઇ અન્ય વ્યક્તિ આવી ગયું છે અને હું તેને અવોઇડ કરી રહી છું. તેથી તે મારી સાથે ઝગડો કરતો. મેં તેને પ્રેમથી સમજાવીને સંબંધ ત્યાં જ પૂરો કરી નાખ્યો. સમય જતાં મને બીજી એક જગ્યાએ સારી ઓફર મળતા મેં ઓફિસ ચેન્જ કરી નાખી. હવે અમે જરાપણ સંપર્કમાં નથી.

 

તે પછી લાઇફમાં અનેક યુવકો આવ્યા પણ તે દરેક સાથે ફક્ત મળીને સેક્સ કરીને છૂટા પડવા જેવા જ સંબંધ રાખ્યા. દરેક વાત પહેલેથી જ સ્પષ્ટ કરીને જ હું સંબંધમાં આગળ વધતી. હું મારા સમયે, મારા નિયમો અને મારી અનુકૂળતા પ્રમાણે જ રહેવામાં માનું છું. કોઇ પુરુષ હોય કે કોઇ વ્યક્તિ હોય તે તમને તમારી ગુલામ બનાવી લે તે રીતે સંબંધમાં ક્યારેય રહેવું જ ન જોઇએ. હું તેથી વધારે લાગણીશીલ કે વધારે ઊંડાણમાં કોઇ સંબંધમાં ઊતરી નથી. બસ સમય મળે અને ઇચ્છા થાય ત્યારે સંપૂર્ણ શરીર સુખનો આનંદ માણવો તે મને ગમે છે. જોકે તેમાં નવા નવા યુવકોનો ઉપયોગ કર્યો છે, તેનું કારણ એ છે કે દરેક વ્યક્તિની સેક્સ કરવાની પદ્ધતિ અલગ હોય છે. દરેક પુરુષ અલગ રીતે અને અલગ પ્રકારનો આનંદ આપી શકે છે. હું તે અલગ પ્રકારનો આનંદ મેળવવા માટે જ સંબંધ રાખતી હતી. છેલ્લા દોઢ વર્ષથી આલોક સાથે છું કારણકે આલોક સાથે હું સંપૂર્ણ સુખ પ્રાપ્ત કરી શકું છું અને તે દરેક રીતે મને ખૂશ કરી શકે છે.

 

કોઇપણ યુવક સાથે હું લાંબો સમય રહી નથી પણ આલોક સાથે રહેવાનું કારણ એ કે તે મને ક્યારેય કોઇ ફોર્સ કરતો નથી. એક સ્ત્રીને હંમેશા ખબર પડે છે કે તેના માટે ભોગ આપનાર વ્યક્તિ કોણ છે અને તેને ભોગવનાર વ્યક્તિ કોણ છે. મેં આલોકમાં તે જોયું છે. તે મને ભોગવી પણ જાણે છે અને મારા માટે ભોગ પણ આપી શકે છે. અમે બંને ઇન્સ્ટાગ્રામ દ્વારા એકબીજાને મળ્યા હતા. સેક્સના દરેક પ્રકારના આસનોનો આનંદ અમે બંનેએ માણ્યો છે. એક સમયે આલોકે મને લગ્ન માટે પૂછ્યું પણ હતું. મેં તેને તે સમયે મારા ભૂતકાળની વાતો કરીને તેને મારા મનની વાત કહી કે હું હજુ પણ બીજે બંધાઇ શકું તેવી માનસિકતા ધરાવું છું. તેણે મારી તમામ વાતો સાંભળી. મારી વિશે બધી વાતો જાણ્યા પછી પણ તેના તરફથી પ્રેમમાં કે સેક્સમાં કોઇ ફરક પડ્યો નથી. હું જાણી ગઇ છું કે તે મને પ્રેમ કરે છે પણ તે ઇન્સિક્યોર કે પઝેસીવ નથી. તે મને મારા જીવનના ખુલ્લા ગગનમાં હું મન મૂકીને વિહરી શકું તેવી રીતે જીવાડવા માંગે છે. તેમછતાંય મેં તેને હાલમાં લગ્ન માટે ના પાડી છે. મારા જીવનની ફેન્ટસી છે કે મારે ફોરેનર્સ સાથે સેક્સ કરવું છે. જોકે મારો નિયમ છે કે હું જ્યારે કોઇ એક યુવક સાથે જોડાઇ હોઉં તો તે સિવાય અન્ય કોઇ સાથે શારીરિક સંબંધ રાખતી નથી. જોઇએ ફેન્ટસી કઇ રીતે પૂરી થાય છે. આમ તો આલોકે મને કહ્યું છે કે તે મને તેમાં મદદ કરશે. હવે આટલો સર્પોટીવ વ્યક્તિ લાઇફમાં મળે તો તેને જવા થોડો દેવાય..(આલોકને કિસ કરીને હસવા લાગી)…. બસ આ મારી અને અમારી વાત છે.

 

મેં જાસ્મિનને પૂછ્યું કે, તને પુરુષોને ભોગવવામાં મજા આવે છે, તો તેણે સામે સવાલ પૂછ્યો કે શું સ્ત્રીઓ પુરુષોને ન ભોગવી શકે.? દરેક પુરુષને સુંદર સ્ત્રીને જોતા મનમાં વિચાર આવે છે કે ક્યારે તે તેની પથારીમાં આવી જાય. તેને પટાવવાના કાવાદાવા કરવા લાગે છે અને તેને ભોગવી લીધા પછી જાણે સોનાનો ગઢ જીત્યા જેટલો આનંદ મેળવી પાંચ જણાને જણાવે છે. આવા પુરુષો સ્ત્રીને નહીં તેમની મર્દાનગીનો મજાક ઊડાવતા હોય છે. તેમના ચરિત્રને છતું કરતા હોય છે. જો પુરુષો આ કરી શકે તો શા માટે કોઇ સ્ત્રી પુરુષોને ન ભોગવી શકે. સાચું કહું તો સ્ત્રીને સંપૂર્ણ રીતે સંતુષ્ટ કરનારા પુરુષો ખૂબ જ નહિવત્ છે. મને જે યુવકો સાથે સેક્સમાં મજા નહોતી આવતી કે આનંદ નહોતો મળતો તેને હું સ્પષ્ટ કહીને તેની સાથેના સંબંધમાંથી બહાર નીકળી ગઇ છું. મેધા તમને એક જ વાત કહું, જ્યારે કોઇ પુરુષ સ્ત્રીને એમ કહે છે કે તું તો સાવ ઠંડી છો, તો સ્ત્રી બિચારી પોતાની જાતને દોષ દઇને રડવા લાગે છે, પણ ક્યારેય કોઇ સ્ત્રી પુરુષને કહી શકે છે કે તમે મને સંતોષ આપી શકતા નથી. જો આવું કહે તો તેને સામે કેટકેટલુંય સાંભળવું પડે છે. હું આ જ માનસિકતાને સ્વીકારતી નથી. બીજીવાર જરૂર મળીશું અને સેક્સના વિષય પર તમારી સાથે જરૂર વાત કરીશ. આપણી ખૂબ જામશે…..આટલું કહીને જાસ્મિન અને આલોક બંને ઊભા થયા. સાથે હું પણ ઊભી થઇ. જાસ્મિન મારા માટે એક ખૂબ જ સુંદર ઇયરીંગ લઇને આવી હતી. તે મેં સ્વીકારી અને અમે છૂટા પડ્યા.

 

સમજવા જેવું
જાસ્મિનને મળીને લાગ્યું કે કામ અને કામસૂત્રને વધારે મહત્વ આપતી યુવતી છે. તેના કામની વચ્ચે કોઇ આવે તો તેનાથી તે દૂર થઇ જતી અને તેના કામવાસનાને કોઇ તૃપ્ત ન કરી શકે તો તેની સાથે સંબંધ તોડી નાખીને આગળ વધતી. આજના સમય પ્રમાણે ખૂબ જ બોલ્ડ અને બિન્દાસ યુવતી છે. એકરીતે તેના વિચારોને વધારે જાણવાની ઇચ્છા થાય પણ સાથે જ હજીપણ સમાજમાં આ વિચારોના વિરોધીઓ અનેક છે, તે સ્પષ્ટ છે. કોઇ પુરુષ અનેકને ભોગવે તો તે પુરુષની વાહ વાહ થાય અને કોઇ સ્ત્રી અનેકને ભોગવે તો તેના ચરિત્ર પર કુંડાળા રચાય તેવું છે. જોકે સ્વચ્છંદી યુવતીઓ પણ સમાજમાં છે. તેમાં કદાચ જાસ્મિનને ગણાવી શકાય. બાકી આજના સમાજમાં ફરતા વરૂઓ સામે રક્ષણ ફક્ત આવી યુવતી જ મેળવી શકે તે પણ એટલી જ સાચી વાત છે. જે ડરીને કે ચૂપ બેસીને રહેતી નથી તેવી યુવતીઓ જ સમાજ સામે લડી શકે છે. આવી યુવતીઓને પુરુષનો ડર નથી પણ હા સમાજ તેમને જરાવી નાખે તે સ્પષ્ટ છે. જોકે આ જાસ્મિનનું જીવન અને તેના પોતાના વિચારો છે. દરેક યુવતીએ તે અપનાવવા કે સ્વીકારવાની જરૂર નથી. નિડર બનવા માટેના અનેક રસ્તાઓ અન્ય પણ છે.

You Might Also Like

સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ

રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ

રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article સુરતમાં ચોકાવનારો કિસ્સો સામે આવ્યો,મહિલાના નામે બેન્કમાંથી બોગસ એકાઉન્ટ ખોલી રૂપિયા ૨.૩૬ કરોડનું કર્યું ટ્રાન્જેક્શન
Next Article CM વિજય રૂપાણી કોરોના પોઝિટિવ : જાહેરસભા દરમિયાન બ્લડ પ્રેશર લો થઈ જતા મુખ્યમંત્રી વિજય રૂપાણી ચક્કર ખાઈને પડી ગયા હતા

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
રાષ્ટ્રીય

મોંઘવારીથી પ્રજા ત્રાહીમામ

Khaskhabar Editor Khaskhabar Editor 14 hours ago
દેશમાં 17 વર્ષનું સૌથી સૂકું ચોમાસું
દિલ્હી ફરી શર્મસાર : ‘પોલીસ છીએ’ કહી કાલકાજી પાર્કમાં 3 નરાધમોએ સગીરાને પીંખી નાખી
T20 ફ્રેન્ડલી મેચમાં જાપાન સામે ભારત માંડ-માંડ જીત્યું: 2 રનથી હરાવ્યું
આવાસ યોજનાના મેનેજર સૂર્યપ્રતાપસિંહ લાજવાને બદલે ગાજે છે
બામણબોર પાસે SMC ટીમનો દરોડો : દુખાવાની ટ્યુબની આડમાં સંતાડેલો 21,792 બોટલ દારૂ સહીત 1 કરોડનો મુદામાલ કબ્જે
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

મનોરંજન

સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ

Khaskhabar Editor Khaskhabar Editor 2 days ago
CRIMETALK OF THE TOWN

રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
TALK OF THE TOWNરાજકોટ

હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !

Khaskhabar Editor Khaskhabar Editor 2 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?