સર્વોચ્ચ અદાલત આજે કલમ 370 રદ કરવાને લઇને કરવામાં અરજી પર સુનાવણી કરશે. આ પહેલા શુક્રવારના કાશ્મીર ઘાટીમાં પોલીસ અને પ્રશાસનના વરિષ્ઠ અધિકારીઓએ મીટિંગ કરીને કાનુન તેમજ વ્યવસ્થાની સમીક્ષા કરી. મીટિંગમાં સમગ્ર રાજ્યના 10 જિલ્લાઓના વરિષ્ઠ પોલીસ અધિકારીઓને કોઇ શંકાસ્પદ ઘટના બને કે સોશ્યલ મીડિયાનો દુરપયોગમાં કોઇ પણ વ્યક્તિ દ્વારા કરવામાં આવેલી ખોટી ટીકા-ટિપ્પણી સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવે તેવું જણાવ્યું હતું.
સરકારી પ્રવક્તાઓના જણાવ્યા અનુસાર, અતિરિક્ત પોલીસ મહાનિર્દેશક વિજય કુમારે કાશ્મીરમાં પહેલીવાર કાશ્મીર સંભાગના બધા જિલ્લા મેજિસ્ટ્રેટો અને વરિષ્ઠ પોલીસ અધિકારીઓની એક સંયુક્ત બેઠક બોલાવી હતી.
- Advertisement -
આ બેઠક દરમ્યાન સમગ્ર અધિકારીઓને કુમારે હાલની કાયદા-વ્યવસ્થાની સ્થિતિ અને નિર્ણયને ધ્યાનમાં રાખીને આવનારી કોઇપણ ઘટનાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે,
બધા જિલ્લાના પ્રમુખોને આસપાસની ગતિવિધિ પર નજર રાખવા અને શાંતિ ભંગ કરનારની સામે નિર્ણાયક અને દંડાત્મક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો હતો.
બેઠકમાં કાશ્મીરના મંડલાયુક્ત, આઇજીપી કાશ્મીર, ઉપ નિર્દેશક ઇન્ટેલિજન્સ બ્યુરો, કાશ્મીરના બધા રેન્જના ડીઆઇજી, ડીઆઇજી-સીઆઇડી, પીસીઆર કાશ્મીરની બેઠકમાં હાજર રહ્યા હતા.
સંવિધાન પીઠ સોમવારના નિર્ણય સંભળાવશે
સુપ્રિમ કોર્ટની ઓનલાઇન કાર્યયાદીમાં 11 ડિસેમ્બરના કલમ 370 હટાવવાને લઇને જોડાયેલા કેસની યાદી બનાવવામાં આવી છે. દેશના મુખ્ય ન્યાયધીશ જસ્ટિસ ડીવાઇ ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી પાંચ સદસ્યની સંવિધાન પીઠ પોતાનો નિર્ણય સંભળાવશે.