રાજકોટ જિલ્લાના જસદણ અને વીંછીયા તાલુકામાં પાણી પુરવઠા અને પશુપાલન મંત્રી કુંવરજીભાઇ બાવળીયાની પ્રેરણાથી વિવિધ ગામોમાં ‘‘મારું ગામ-હરિયાળુ ગામ’’ અંતર્ગત વૃક્ષારોપણના કાર્યક્રમ યોજાય રહયા છે. પર્યાવરણનું રક્ષણ અને વૃક્ષોનો વાવેતર સાથે ઉછેર થાય તે માટે શાળાઓના પટાંગણ અને ગ્રામ પંચાયત વિસ્તારમાં વૃક્ષારોપણના કાર્યક્રમનું આયોજન કરવામાં આવી રહયું છે.

- Advertisement -
મંત્રી કુંવરજીભાઇ બાવળીયાના હસ્તે વીંછીયા તાલુકાના હાથસણી ગામે મોઢુકાના રસ્તે ખોડીયાર સીમશાળા ખાતે ગામના અગ્રણીઓ અને શાળા પરિવારના સભ્યોની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં શાળા ખાતે વિવિધ વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું હતું. મંત્રીએ વૃક્ષોનું મહત્વ જણાવી વધુને વધુને વૃક્ષોનો ઉછેર થાય માટે જણાવ્યું હતુ.


