By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ડાયાબિટીસ અને વજન ઘટાડતી ઓઝેમ્પિક દવા અતિ જોખમી : અંધત્વ અને લકવાનું પણ જોખમ!
    20 hours ago
    બ્રિટિશ PM સ્ટાર્મરનું રાજીનામું : એન્ડી બર્નહેમ નવા વડાપ્રધાન બની શકે છે
    2 days ago
    લેબનોનમાંથી ઇઝરાયલી સેના નહીં જ હટે, હું ટ્રમ્પના ઇશારે નથી ચાલતો : નેતન્યાહુ
    2 days ago
    પાકિસ્તાન હચમચ્યુ : બે બોમ્બ વિસ્ફોટ, ૭ લોકોનાં મોત
    4 days ago
    કોરોનાને જાણીજોઈને આટલો ખતરનાક બનાવ્યો, વુહાન લેબને અમેરિકી વૈજ્ઞાનિકે જ આપ્યું હતું લાખો ડોલરનું ફંડિંગ
    4 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
    19 hours ago
    અર્લી વોર્નિંગ સિસ્ટમ : ગુમ વ્યક્તિઓથી લઈને ફરાર ગુનેગારો સુધીને શોધવામાં મળશે મદદ
    20 hours ago
    ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે
    20 hours ago
    ટીપાં-ટીપાં માટે તરસશે ભારત
    20 hours ago
    તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ
    22 hours ago
    રોનાલ્ડોના કરિયરનો સૌથી મોટો ફ્લોપ શો! ટીમ માટે બન્યો બોજ, ટાર્ગેટ પર 0 શોટ
    6 days ago
    ભારતીય શૂટિંગના ‘ગોલ્ડન બોય’ જસપાલ રાણા : નિશાનબાજી જગતના એક યુગપુરુષ, જે હંમેશા યાદ રહેશે
    7 days ago
    મેદાનમાં ઉતરતા જ મેસ્સીએ બનાવ્યો મોટો રેકોર્ડ : પ્રથમ વખત વર્લ્ડ કપમાં હેટ્રિક
    7 days ago
    T20 વર્લ્ડ કપ: ભારતે પાકિસ્તાનને 64 રને હરાવ્યું
    1 week ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    ‘રાખ’ વેબ સીરિઝઃ હિન્દુ સવર્ણો વિરુદ્ધ પ્રોપગેન્ડા
    5 days ago
    કાળિયાર કેસ પર બનેલી ‘કાલા હિરણ’ ફિલ્મનો ફર્સ્ટ લુક રિલીઝઃ દિલ્હી હાઇકોર્ટની મેકર્સને નોટિસ
    2 weeks ago
    એક્શન, કોમેડી, રોમાન્સ અને સસ્પેન્સથી ભરપૂર ‘વેલકમ ટુ ધ જંગલ’નું ટ્રેલર રિલીઝ
    2 weeks ago
    ‘ડોન 3’ વિવાદ: રણવીર સિંહ પર લગાવેલા પ્રતિબંધનો આદેશ રદ, લીગલ નોટિસ બાદ FWICEનો યુટર્ન
    3 weeks ago
    `બૂંગ’એ ન્યૂયોર્ક ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલમાં ત્રણ એવોર્ડ જીત્યા; ફરહાન અખ્તર સાથે કનેક્શન
    3 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    2 weeks ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    2 weeks ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    3 weeks ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    7 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    7 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
    20 hours ago
    નળ કનેક્શન કાપવા ખોદેલા ખાડામાં જ સૂઈ જઈ વૃદ્ધ રહેવાસીનો વિરોધ
    2 days ago
    રેલનગર-માધાપરના વર્ષો જૂના વીજ પ્રશ્નનો અંત : PGVCLની બે નવી પેટા કચેરી કાર્યરત થવા તૈયાર
    2 days ago
    રાજકોટમાં પણ વ્યાપ્ત છે વાઇફ સ્વૅપિંગનું મહાદૂષણ
    4 days ago
    રાજકોટ ગ્રામ્ય પોલીસની પ્રેરણાદાયી પહેલ : પ્રેરણા નવા જીવનની એસપી કચેરી ખાતે પ્રારંભ
    7 days ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: જાણો, શું છે ‘વન નેશન, વન ઈલેકશન’ અને કઈ રીતે કામ કરશે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ખાસ-ખબર > જાણો, શું છે ‘વન નેશન, વન ઈલેકશન’ અને કઈ રીતે કામ કરશે?
ખાસ-ખબરરાષ્ટ્રીય

જાણો, શું છે ‘વન નેશન, વન ઈલેકશન’ અને કઈ રીતે કામ કરશે?

Khaskhabar Editor
Last updated: 2024/03/15 at 5:19 PM
Khaskhabar Editor 2 years ago
Share
7 Min Read
SHARE

સૌજન્ય : ઑપ ઇન્ડિયા, ગુજરાતી

અલગ-અલગ ચૂંટણીઓના કારણે દેશનાં સંસાધનો પણ એટલાં જ ખર્ચાય છે, માનવશક્તિ પણ એટલી જ ખર્ચાય છે અને રૂપિયાનો ખર્ચ પણ એટલો જ થાય છે. આ સમિતિ ભલામણ કરે છે કે એકસાથે ચૂંટણી યોજવા માટે સરકારે હવે ફરીથી એક સુવ્યવસ્થિત તંત્ર વિકસાવવાની જરૂર છે

- Advertisement -

2024ની લોકસભા ચૂંટણી જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે ત્યાં ગુરુવારે (14 માર્ચ) અગત્યના સમાચાર સામે આવ્યા. પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં નીમાયેલી સમિતિએ ‘વન નેશન-વન ઈલેકશન’ પર પોતાનો વિસ્તૃત રિપોર્ટ રાષ્ટ્રપતિને સુપરત કરી દીધો છે. 18 હજાર પાનાંના આ રિપોર્ટમાં ‘એક દેશ, એક ચૂંટણી’ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી છે અને અંતે અમુક ભલામણો કરવામાં આવી છે. જો સમિતિની આ ભલામણો સ્વીકારી લેવામાં આવે તો શક્ય છે કે 2029માં લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવશે. જો રિપોર્ટ સ્વીકારી લેવામાં આવે તો 2024ની લોકસભા ચૂંટણી બાદ નવી સરકાર સંસદમાં એક બિલ લાવશે અને બંધારણમાં સુધારો કરવામાં આવશે. સંસદની બેઠકમાં એ પણ નક્કી કરવામાં આવશે કે તેને અધિસૂચિત કયારે કરવું. જેનાથી “વન નેશન-વન ઈલેકશન’ માટેનો રસ્તો સાફ થઈ જાશે. પરંતુ પછી પણ ઘણા પ્રશ્ર્નો રહે છે, જેના જવાબ રિપોર્ટમાં જ છે. (અનુસંધાન પાના નં.4 ઉપર)

લોકસભા-વિધાનસભા ચૂંટણી સાથે, 100 દિવસમાં પંચાયતો અને પાલિકાઓની ચૂંટણી
સમિતિએ ભલામણ કરી છે કે પહેલા તબક્કામાં લોકસભા અને તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણીઓ એકસાથે યોજવામાં આવે. ત્યારબાદ બીજા તબક્કામાં મહાનગરપાલિકા-નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણી યોજાય. જે સંસદ-વિધાનસભાની ચૂંટણીના 100 દિવસોની અંદર કરવામાં આવે.
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે એકસાથે ચૂંટણી યોજવા માટે લોકસભા ચૂંટણી બાદ સંસદની પહેલી બેઠક મળે તે દિવસે રાષ્ટ્રપતિ અધિસૂચના જારી કરીને તેના અમલીકરણની એક તારીખ નક્કી કરી શકે છે. આ નિયત તારીખ બાદ જે કોઇ પણ રાજ્યની વિધાનસભાઓમાં ચૂંટણી થશે તેનો કાર્યકાળ ત્યાં સુધી જ રહેશે જ્યારે સમાનાંતર ચૂંટણી થાય. એટલે કે જો 2029માં સમાનાંતર ચૂંટણી કરવાની હોય તો 2024થી 2028 સુધી જેટલાં રાજ્યોની ચૂંટણી થશે તેમની સરકારોનો કાર્યકાળ 2029 સુધી જ રહેશે અને ત્યારબાદ એકસાથે ચૂંટણી યોજાશે.

કાર્યકાળ પૂર્ણ થવા પહેલાં સરકાર ભંગ થવાની સ્થિતિમાં શું?- સમિતિના રિપોર્ટ પરથી સમજો સરળ ભાષામાં
હાલ દેશમાં લોકસભા ચૂંટણી અને વિવિધ રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ અલગ-અલગ થાય છે. દર વર્ષે દેશનાં કોઈને કોઇ રાજ્યની ચૂંટણી યોજાય છે. સ્વતંત્રતા બાદ થોડાં વર્ષો સુધી ચૂંટણીઓ સાથે થઈ હતી પરંતુ પછી જેમ-જેમ સરકારો સમય પહેલાં ભંગ થતી ગઈ તેમ ત્યાં ચૂંટણી યોજાઈ અને તેના કારણે કાર્યકાળ પૂર્ણ થવાના સમય પણ આગળ-પાછળ થઈ ગયા. આ જ કારણ છે કે આજે દેશમાં ચૂંટણીઓ અલગ-અલગ યોજવામાં આવે છે.
અલગ-અલગ ચૂંટણીઓના કારણે દેશનાં સંસાધનો પણ એટલાં જ ખર્ચાય છે, માનવશક્તિ પણ એટલી જ ખર્ચાય છે અને રૂપિયાનો ખર્ચ પણ એટલો જ થાય છે. ચૂંટણી પંચનું પણ એટલું કામ વધે છે. આખી સિસ્ટમ ઉપર સમગ્ર વર્ષ દરમિયાન ભારણ રહે છે અને ચૂંટણીઓનું આ ચક્ર સતત ચાલ્યા કરે છે. આ સમિતિ ભલામણ કરે છે કે એકસાથે ચૂંટણી યોજવા માટે સરકારે હવે ફરીથી એક સુવ્યવસ્થિત તંત્ર વિકસાવવાની જરૂર છે.

- Advertisement -

જો સરકાર પહેલાં ભંગ થઈ ગઈ તો શું?
અહીં પ્રશ્ર્નન આવે છે કે ‘વન નેશન-વન ઈલેકશન’ લાગુ કર્યા બાદ ધારો કે 2029માં એકસાથે ચૂંટણી થઈ ગઈ અને કેન્દ્રની અને તમામ રાજ્યોની ચૂંટણી એકસાથે યોજાઇ, પરંતુ ત્યારબાદ પણ કોઇ રાજ્યની (કે કેન્દ્રની પણ) સરકાર ભંગ થવાની શક્યતાઓ છે જ અને તેને નકારી શકાય નહીં. 5 વર્ષે ફરી ચૂંટણી થાય ત્યાં સુધી તમામ રાજ્યોની સરકાર ટકશે જ એવું માની લેવાય નહીં, કારણ કે વ્યવહારિક રીતે શક્ય નથી. વધુમાં, બંધારણમાં ‘અવિશ્વાસ મત’ અને અન્ય કેટલીક જોગવાઈઓ છે, જેનાથી સરકાર નિયત કાર્યકાળ કરતાં પહેલાં ભંગ થઈ શકે છે. કોઇ પણ કારણોસર સરકારો તૂટી શકે છે. આ પરિસ્થિતિનો પણ તોડ રિપોર્ટમાં છે.

સમિતિ કહે છે કે આવી પરિસ્થિતિ સર્જાય તો નવા ગૃહની રચના માટે (નવી સરકાર બનાવવા, સરળ ભાષામાં) ચૂંટણી કરવી જરૂરી છે. પરંતુ, આ નવી સરકાર બને તેનો કાર્યકાળ આગામી સામાન્ય ચૂંટણી સુધીનો જ હશે.

ઉદાહરણ તરીકે, 2029માં એક દેશ-એક ચૂંટણી થઈ અને ગુજરાતમાં ફલાણી પાર્ટીની સરકાર બની. પરંતુ કોઇ કારણોસર 2030માં આ સરકાર ભંગ થઈ ગઈ. તો ત્યારે ગુજરાતમાં ફરીથી વિધાનસભાની ચૂંટણી યોજાશે. પરંતુ આ સરકારનો કાર્યકાળ પાંચ વર્ષ માટે (2035 સુધી) નહીં પણ જ્યારે લોકસભાની અવધિ પૂર્ણ થાય (2034) ત્યાં સુધી જ હશે. એટલે 2030માં બનેલી સરકાર 2034 સુધી કામ કરશે અને 2034માં ફરી ‘એક દેશ-એક ચૂંટણી’ થાય ત્યારે ફરી ત્યાં ચૂંટણી યોજાશે. જો 2033માં સરકાર ભંગ થાય તોપણ ચૂંટણી થશે, પણ કાર્યકાળ 1 જ વર્ષનો હશે. આવું જ કેન્દ્ર સરકાર સાથે પણ લાગુ પડશે. કોઇ કારણોસર લોકસભા વહેલી ભંગ થઈ ગઈ તો ચૂંટણી થશે, પરંતુ તેનો કાર્યકાળ આગલી લોકસભાના બાકી સમય સુધીનો જ હશે. ઉદાહરણ તરીકે, 2029માં ચૂંટણી થઈ અને કોઈ કારણોસર 2031માં કેન્દ્ર સરકારે બહુમત ગુમાવી દીધો, તો ફરી ચૂંટણી યોજાશે, પણ તેનો કાર્યકાળ 2034 સુધીનો જ રહેશે. 2034માં ફરી કેન્દ્રની અને તમામ રાજ્યોની વિધાનસભાની ચૂંટણી યોજવી પડશે.

આ વ્યવસ્થા માટે બંધારણીય સુધારો જરૂરી છે. આર્ટિકલ 83 (લોકસભાનો કાર્યકાળ) અને આર્ટિકલ 172 (વિધાનસભાઓનો કાર્યકાળ) બંનેમાં સુધારા કરવા પડશે. જોકે, તેના માટે રાજ્ય સરકારોની સહમતી હોવી જરૂરી નથી. સરકાર સંસદમાં બહુમતીથી પસાર કરાવી શકે છે.

એક મતદાર યાદી અને એક ફોટો આઇડીની ભલામણ
આ સિવાય સમિતિએ સંસદ, વિધાનસભા, નગરપાલિકાઓ અને પંચાયતોની ચૂંટણી માટે એક જ મતદાર યાદી અને એક જ ફોટો આઇડેન્ટિટી કાર્ડની પણ ભાલામાં કરી છે. આ માટે આર્ટિકલ 325માં સુધારો કરવો પડશે અને ચૂંટણી પંચ રાજ્યોનાં કમિશનો સાથે મળીને આ કામ કરી શકશે. જોકે, આ સુધારા માટે રાજ્યોની સહમતી જરૂરી છે.

સપ્ટેમ્બરમાં રચાઈ સમિતી, 65 બેઠકો મળી
આ સમિતિની રચના 2 સપ્ટેમ્બર, 2023ના રોજ કરવામાં આવી હતી. પૂર્વ રાષ્ટ્રપતિ કોવિંદ તેના અધ્યક્ષ છે. બાકીના સભ્યોમાં ગૃહમંત્રી અમિત શાહ, રાજ્યસભામાં પૂર્વ વિપક્ષ નેતા ગુલામ નબી આઝાદ, ફાયનાન્સ કમિશનના પૂર્વ ચેરમેન એન.કે સિંઘ, લોકસભાના પૂર્વ સેક્રેટરી જનરલ સુભાષ કશ્યપ, વરિષ્ઠ વકીલ હરીશ સાલવે વગેરે તેના સભ્યો છે. કાયદા મંત્રી અર્જુનરામ મેઘવાલ આમંત્રિત સદસ્ય છે. લોકસભામાં વિપક્ષ નેતા અધીર રંજન ચૌધરીને પણ સભ્ય નીમવામાં આવ્યા હતા, પરંતુ તેમણે રાજીનામું આપી દીધું હતું.

You Might Also Like

ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું

અર્લી વોર્નિંગ સિસ્ટમ : ગુમ વ્યક્તિઓથી લઈને ફરાર ગુનેગારો સુધીને શોધવામાં મળશે મદદ

ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે

ટીપાં-ટીપાં માટે તરસશે ભારત

તમિલનાડુમાં ટોર્નેડો : ટોલનાકું, વીજ થાંભલા, પાર્ક રાઇડ્સ હવામાં ઉડ્યા, ૬ને ઇજા

TAGGED: kovindcommittee, loksabhaelection, OneNationOneElection
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article આજોઠા કન્યાશાળા રાજ્યકક્ષાના ઈકો ફેરમાં ઝળકી
Next Article ‘ભાજપનો નહીં, ભારતનો પ્રચાર કરો’:

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
સ્પોર્ટ્સ

લિયોનલ મેસ્સીએ બનાવ્યો ઈતિહાસ : ફુટબોલ વિશ્વકપમાં સૌથી વધુ ગોલ કરવાનો રેકોર્ડ

Khaskhabar Editor Khaskhabar Editor 22 hours ago
ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે
ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું
મોબાઇલમાં ખોવાતું બાળપણ : મમ્મી – પપ્પાની જગ્યાએ ‘લાઈક, શેર, ફોલો’ થી થઈ રહી છે બોલવાની શરૂઆત
અર્લી વોર્નિંગ સિસ્ટમ : ગુમ વ્યક્તિઓથી લઈને ફરાર ગુનેગારો સુધીને શોધવામાં મળશે મદદ
વનકર્મી પર હુમલાના કેસમાં MLA ચૈતર વસાવાને 7 વર્ષની સજા: રાજપીપળા સેશન્સ કોર્ટનો ચુકાદો
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

રાષ્ટ્રીય

ચોમાસું 12 દિવસ મોડું મુંબઇ પહોંચ્યું : ભારે વરસાદ ચાલું

Khaskhabar Editor Khaskhabar Editor 19 hours ago
રાષ્ટ્રીય

અર્લી વોર્નિંગ સિસ્ટમ : ગુમ વ્યક્તિઓથી લઈને ફરાર ગુનેગારો સુધીને શોધવામાં મળશે મદદ

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
રાષ્ટ્રીય

ભારતમાંથી ફરી કૈલાશ પર્વતના દર્શન કરી શકાશે

Khaskhabar Editor Khaskhabar Editor 20 hours ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?