ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
ગિરનારી ગ્રુપના સમીર દત્તાણી તથા સંજય બુહેચાની યાદીમાં જણાવવામાં આવે છે કે, જલારામ ભક્તિ ધામ ખાતે માત્ર જુનાગઢ શહેરમાં રહેતા કેન્સરના કારણે પીડિત પરિવાર, ઘરમાં કોઈ કમાવવા વાળા ન હોય તેવા પરિવાર સહિત અતિ જરૂરિયાત મંદ પરિવારજનોને અનાજ કરિયાણાની કિટનુ વિતરણ કરવામાં આવેલ હતું. વિશેષમાં ગિરનારી ગ્રુપ દ્વારા પુસ્તક સેવા યજ્ઞ શરૂ કરવામાં આવેલ હતો. જેમનું સંચાલન સમીરભાઈ દવે, કિર્તીભાઈ પોપટ અને નરેન્દ્રસિંહ ચુડાસમાની આગેવાની હેઠળ કરવામાં આવેલ હતું. જેમાં 339 પરિવાર પાઠ્ય પુસ્તકો આપવામાં આવ્યા હતા. તેમાંથી 316 જેટલા જરૂરિયાતમંદ પરિવારજનોના બાળકોને નિશુલ્ક પાઠ્ય પુસ્તકો અર્પણ કરવામાં આવેલ હતાં. સાથે વિદ્યાર્થીઓને લખવા માટેના 3500 જેટલા ચોપડાઓ વિનામૂલ્યે આપવામાં આવેલા હતા.
આ સત્કાર્યમાં ન્યુ લાઇફ કેર હોસ્પિટલના ડો. કે. પી. ગઢવી સાહેબ, જલારામ ભક્તિધામના ટ્રસ્ટી પી.બી. ઉનડકટ, જુનાગઢ જી.એમ.ઈ.આર.એસ. મેડિકલ કોલેજ અને હોસ્પિટલના પેથોલોજી વિભાગના ડો. હાર્દિક મકવાણા ઉપસ્થિત રહી ગ્રુપની કાર્ય સૂચિને બિરદાવી હતી. આ સાથે વિદ્યાર્થીઓ તથા વાલીગણોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહીને કાર્યક્રમને દીપાવ્યો હતો. આ બધી જ સેવા કાર્યમાં ગિરનારી ગ્રુપના દિનેશભાઈ રામાણી, મોહનભાઈ ચુડાસમા, સુધીરભાઈ રાજા, ચંદ્રકાંતભાઈ રાઈઠઠા, સુધીરભાઈ અઢિયા, મનીષભાઈ રાજા, નેહલભાઈ પોપટ, પ્રતિકભાઇ ચંદારાણા, બીપીનભાઈ ઠકરાર, જીગ્નેશભાઈ વ્યાસ, હરેશભાઈ કારીયા, ભાવિનભાઈ ઉનડકટ, સુરેશભાઈ વાઢીયા, સંદીપભાઈ ધોરડા, મનીષભાઈ રાજા, મનોજભાઈ વાઢીયા સહિતના લોકોએ જહેમત ઉઠાવી હતી.