નાગઢ ના પ્રાણ પ્રશ્ન સમાન ઓવરબ્રિઝ ની વહીવટી પ્રક્રિયા ઝડપી બનાવવા તાકીદ કરી અને જે જે પત્ર વ્યવહાર અને દરખાસ્તો કરવામાં આવી હોય એની નકલ માંગી. જેથી કરીને રેલવે વિભાગ અને કોર્પોરેશન વચ્ચે યોગ્ય ભૂમિકા અદા કરી આ કામગીરી જલ્દી પૂર્ણ કરવા પ્રયત્નો કરી શકાય. તેમજ જોષીપરા ફાટક થી બસ સ્ટેશન ફાટક સુધીનો અત્યંત જર્જરિત રસ્તો જે રેલવે હદમાં આવે છે એ કામ રેલવે વિભાગ દ્વારા તાત્કાલિક હાથ ધરવામાં આવે તેવી રજુઆત કરી. જનરલ મેનેજરશ્રી દ્વારા આ રસ્તાની કામગીરી પ્રાયોરિટીના ધોરણે વહેલામાં વહેલી તકે હાથ ધરવામાં આવશે તેવી ખાત્રી આપવામાં આવી.

  • હુસેન શાહ જુનાગઢ