ગોંડલ તાલુકાના કેશવાલા ગામે અધૂરા મહિને જન્મેલા બાળક ને ઘરના બધા સભ્યો એ મૃત સમજી ને મેલી સહિત એક કપડાં માં વીંટી ને ઘર ના પછવાડે મૂકી દીધેલા પણ તેમાં કોઈ સેવા ભાવિ એ તેમને સમજાવી ને 108 ને બોલાવવા કહ્યું ત્યારે સાણથળી ની 108 ની ટીમ માં EMT રાહુલ કુબાવત અને પાયલોટ બિપીનભાઈ ભટ્ટ ઘટના સ્થળે પહોંચી ને બાળક ને કૃત્રિમ શ્વાસોશ્વાસ અને CPR આપતા બાળક તરત રડવા લાગ્યું દર્દી ના સગા તો હોસ્પિટલ જવા માટે પણ તૈયાર નહોતા પણ તેમને 108 ની ટીમ દ્વારા સમજાવી ને પેહલા ગોંડલ સરકારી હોસ્પિટલ લય ગયા હતા પણ ત્યાં થી તેમને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ માં લઈ જવા કહેલું જેથી માતા અને બાળક ની જીંદગી બચાવી તેને રાજકોટ સિવિલ માં દાખલ કરેલ

  •  કરશન બામટા આટકોટ