• નિઃસ્વાર્થ સેવા સમિતિ જસદણ દ્રારા સરકારી હોસ્પિટલમાં સ્વાદિષ્ટ આરોગ્ય વર્ધક મગના ઓસામણ નું વિતરણ કરવામાં આવ્યું

નિ:સ્વાર્થ સેવા સમિતિ જસદણ ના આયોજન હેઠળ આજરોજ જસદણ સરકારી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા કોરોનાગ્રસ્ત દર્દીઓ તેમજ સામાન્ય દર્દીઓ અને સરકારી હોસ્પિટલમાં સેવા આપી રહેલા તમામ સ્ટાફ માટે વિવિધ પ્રકારની કુદરતી ઔષધી ભરપૂર અને શુદ્ધ ઘી માં તૈયાર કરવામાં આવેલ ગરમાગરમ આરોગ્ય વર્ધક મગના ઓસામણનું વિતરણ કરતા દર્દીઓ સહિત કુલ ૯૮ લોકો સ્વાદ થી પ્રભાવિત થયા હતા

આજરોજ જસદણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જીજ્ઞેશભાઈ હિરપરાના જન્મ દિવસ નિમિત્તે જીગરજાન મિત્રબંધુ અને નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલીયા તરફથી કોરોના સંક્રમીત તમામ દર્દીઓને આરોગ્ય વર્ધક કિવી (ફ્રુટ) નુ વિતરણ કરી જન્મદિનની પ્રેરણારૂપી ઉજવણી કરી હતી

આ તકે જસદણ સરકારી હોસ્પિટલના અધિક્ષક ડો. આર.એમ.મૈત્રી સાહેબ આરોગ્ય વિભાગ ના તાલુકા હેલ્થ સુપરવાઈઝર જીતુભાઈ પટેલ તેમજ જસદણ નગરપાલિકાના પ્રમુખ પ્રતિનિધિ અલ્પેશભાઈ રૂપારેલીયા પૂર્વ પ્રમુખ જીજ્ઞેશભાઈ હિરપરા ડો, જયભાઈ ચૌહાણ ડો, અફઝલભાઈ ખોખર લેબ ટેકનીશીયન આસ્તિકભાઈ મહેતા નિ:સ્વાર્થ સેવા સમિતિ જસદણના પ્રમુખ મેહુલભાઈ સંઘવી મહામંત્રી હસમુખભાઈ મકવાણા સંગઠન મંત્રી ગોપાલભાઈ ભાડલીયા અગ્રણી ઉદ્યોગપતિ ગજેન્દ્રભાઈ રામાણી નગરસેવક નરેશભાઈ ચોહલીયા ધારાશાસ્ત્રી રશ્મિનભાઈ શેઠ સામાજીક કાર્યકર કિશોરભાઈ છાયાણી નિતેશભાઈ જસમાણી સહિતના આગેવાનોએ જીજ્ઞેશભાઈ હિરપરાને જન્મદિન ના શુભ અવસરે શુભેચ્છા પાઠવી નિ:સ્વાર્થ સેવા સમિતિ જસદણની સેવાકીય પ્રવૃતિને બિરદાવી હતી.

  •  કરશન બામટા આટકોટ