દીવ માં બાર ની મંજુરી મળતા દારૂડિયા ઓ માં ખૂશી નો માહોલ સાથે બાર માલિકો એ પણ માન્ય પ્રશાસન નો આભાર.દીવ માં આજ થી રાબેતા મુજબ બાર ખૂલ્યા

દીવ માં કોરોના મહામારી ને લીધે છેલ્લા ઘણા મહિના થી દીવ માં દારુ ની દુકાનો બંધ કરવા આદેશ કરવામાં આવ્યો હતો જેથી દીવ જીલ્લા ની ૧૮૯ દારુ ની દુકાનો ને બંધ કરાઈ હતી અને દારુ ની દુકાનો ને કરોડો નું નુકશાન ભોગવવા નો વારો આવ્યો હતો સંઘપ્રદેશ ના હેલ્થ એન્ડ ફેમિલી વેલ્ફર ના સેક્રેટરી એમ.મુથમ્મા ના આદેશ અનુસાર દમણ દીવ અને દાદરા નગર હવેલી મા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ, સ્ટેડિયમ, સ્પા, દારુ ના બાર અને અન્ય કાર્યક્રમો ને એસ.ઓ.પી ની ગાઈડ લાઈન મુજબ ખોલવા માટે મંજુરી આપવામાં આવી છે દીવ એક પર્યટક સ્થળ છે દીવ મા પર્યટકો ફરવા અને ખાણી પીણી માટે આવતા હોય છે દીવ માં પર્યટકો નો પણ પ્રવેશ બંધ કરવા થી દીવ ને પર્યટક ક્ષેત્રે પણ‌ ભારે નુકશાન થયું હતું સાથે અનેક લોકો બેરોજગાર બન્યા હતા અને દીવ ના સ્થાનિક લોકો પણ દારુ બિયર થી વંચિત રહ્યા હતા જો કે છેલ્લા પાંચ મહિનાથી જથ્થા બંધ દારુ ની દુકાનો ને મંજુરી મળેલ પરંતુ તેમાં પણ દારુ બિયર ખરીદનારા ઓ ની લાંબી લાંબી કતારો જોવા મળતી હતી હાલ દારુ ની દુકાનો ને સવારે ૧૦ થી રાત્રે ૧૦ વાગ્યા સુધી ખૂલ્લી રાખવાની મંજુરી મળતા દારૂડિયા ઓ અને દૂકાન માલિકો માં ખૂશી જોવા મળી રહી છે દારુ ની દુકાનો ને મંજુરી મળતા દુકાન માલિકો એ પ્રશાસન નો આભાર વ્યક્ત કર્યો હતો હવે આવનાર પર્યટકો અને સ્થાનિકોને સહેલાઈથી દારુ બિયર મળી રહેશે અને બાર માં બેઠી ને જામ ની મજા માણી શકશે

ઉલ્લેખનીય છે કે લોક ડાઉન દરમિયાન દરેક જથ્થા બંધ દારુ બિયર ના સ્ટોક ની નોંધણી ઓનલાઈન હોવાથી ગેરકાયદેસર દારુ ની વહેચણી થતી ના હતી દારુ ની દુકાનો ને મંજુરી મળી તે પહેલાં જ દીવ કલેકટર શ્રીમતી સલોની રાય અને ડેપ્યુટી કલેક્ટર હરમિન્દર સિંધ ના માર્ગદર્શન હેઠળ એકસાઈઝ ઇન્સ્પેક્ટર દિક્ષિત ચારણીયા ના નેતૃત્વ માં દીવ માં આવેલ ૧૮૯ દારુ ની દુકાનો માં નિરિક્ષણ કરી કરોડો નો એકસપાઈરી ડેટ વાળો દારુ બિયર નો જથ્થો કબજે કરી લીધો હતો.

  • રિપોર્ટર – મણીભાઈ ચાંદોરા