આ ફલાઈંગ બાઈક 40 મિનિટ સુધી કલાકના 62 માઈલ સુધી ઉડવા માટે સક્ષમ

જાપાને દુનિયાની પહેલી ઉડતી બાઈક બનાવી છે. ગુરુવારે અમેરિકામાં એક ઓટો શો દરમિયાન આ બાઈકે ઉડાન ભરી હતી. આ ફલાઈંગ બાઈક બનાવનારી જાપાની કંપની એરવિન્સના જણાવ્યા અનુસાર તે 40 મીનીટ સુધી 62 માઈલ દર કલાકની ઝડપે ઉડવામાં સક્ષમ છે. પેટ્રોલ ઈંધણવાળી આ બાઈકનું નામ ટૂરિજમો હોવર બાઈક રખાયું છે.

આ બાઈકની કિંમત 777 હજાર ડોલર (6 કરોડ રૂપિયા) છે. આ બાઈકનું વજન 300 કિલો છે અને સિંગલ સીટર છે. ઓલ્ટીટયુડ ટેકનોલોજીનો ઉપયોગ: શુહેઈ કોમાત્સુએ જણાવ્યું હતું કે આ બાઈક તૈયાર કરવામાં એલ્ટીટયુડ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ટેકનીકમાં પ્રોપેલર્સનો પ્રયોગ કરવામાં આવે છે,

જેથી બાઈક હવામાં સંતુલન જાળવી શકે. બાઈકમાં તેના માટે ચારે બાજુ પ્રોપલર્સ લગાવવામાં આવ્યા છે, જે તેને ઉડવામાં મદદ કરે છે. માનવ વગરના હવાઈ વાહન પર પણ કામ શરૂ: એરવિન્સ ટેકનોલોજીના સ્થાપક અને સીઈઓ કોમાત્સુએ જણાવ્યું હતું કે બાઈકની ટ્રાયલ સફળ રહી છે. કંપની એ સિવાય પણ ડ્રોન અને માનવ રહિત હવાઈ વાહન બનાવવા પર કામ કરી રહી છે.