વિશ્વમાં જાપાન એકમાત્ર એવો દેશ છે યાં વૃદ્ધોની વસ્તી સૌથી વધુ હોવાનું કહેવાય છે. અહીં વૃદ્ધોની વસ્તીની ટકાવારી સૌથી વધુ છે. તેની પાછળનું એક મોટું કારણ એ છે કે જન્મ દર વધારવાના તમામ સતત પ્રયાસો નિષ્ફળ સાબિત થઈ રહ્યા છે. આને કારણે, એવો અંદાજ છે કે 2040 સુધીમાં જાપાનમાં વૃદ્ધોની વસ્તી 34.8 ટકા સુધી પહોંચી જશે. ગયા વર્ષે જાપાનમાં જન્મેલા બાળકોની સંખ્યા 8,00,000 કરતાં ઓછી હતી, જે 19મી સદીની શઆત પછી પ્રથમ વખત છે. જાપાનના આંતરિક બાબતોના મંત્રાલયનો અંદાજ છે કે દેશમાં દર 10માંથી એક વ્યકિત 80 કે તેથી વધુ વયનો છે કારણ કે જાપાનની વસ્તીમાં 80 વર્ષથી વધુ ઉંમરના લોકોનો હિસ્સો પ્રથમ વખત 10% કરતાં વધી ગયો છે.
પ્રાથમિક અહેવાલ અનુસાર, જાપાન મંત્રાલયે પોતાનો વાર્ષિક રિપોર્ટ જાહેર કરતા જન્મ દરમાં સતત ઘટાડા પર ચિંતા વ્યકત કરી છે. રિપોર્ટ અનુસાર, જાપાન વિશ્વનો સૌથી જૂનો દેશ બની ગયો છે જયાં 65 વર્ષથી વધુ ઉંમરના લોકોનું પ્રમાણ વધુ છે. જાપાનમાં આ વર્ષે 65 વર્ષની વયની વસ્તીનું પ્રમાણ 29.1 ટકા નોંધાયું છે.રિપોર્ટ અનુસાર, 65 કે તેથી વધુ ઉંમરના લોકોની સંખ્યા ગયા વર્ષની સરખામણીમાં 10,000 ઘટીને 36.2 મિલિયન થઈ છે. જો 1950ના ઉપલબ્ધ ડેટાની તુલના કરવામાં આવે તો આ ઘટાડો પ્રથમ વખત નોંધવામાં આવ્યો હતો. કુલ 36.2 મિલિયનમાંથી 15.7 મિલિયન પુરૂષો અને 20.5 મિલિયન ક્રીઓ છે.આ સ્તર બીજા સ્થાને રહેલ ઇટાલીના 24.5 ટકા અને ત્રીજા સ્થાને રહેલા ફિનલેન્ડના 23.6 ટકા સાથે તુલનાત્મક રીતે નોંધાયું છે. આ તમામ તુલનાત્મક રેકોર્ડના આધારે મંત્રાલયનું કહેવું છે કે વિશ્વની સરખામણીમાં જાપાનમાં વૃદ્ધોની વસ્તીની ટકાવારી સૌથી વધુ છે કારણ કે દેશમાં જન્મદરને સુધારવાના પ્રયાસો મોટા પ્રમાણમાં કરવામાં અસફળ રહ્યા છે.
- Advertisement -
જાપાનના વડા પ્રધાન યુમિયો કિશિદાએ કહ્યું છે કે, જો દેશ સખત પગલાં નહીં લે તો કામ કરવાની ક્ષમતા ગુમાવવાનો ડર છે, પરંતુ અધિકારીઓ મોટી સંખ્યામાં સ્થળાંતર કામદારોને સ્વીકારવામાં અચકાય છે. પીએમ કિશિદાનું કહેવું છે કે વધતી જતી ઉંમર અને ઘટતી વસ્તી સંબંધિત સમાન સમસ્યાઓ એશિયાના અન્ય ભાગોમાં પણ ફેલાઈ રહી છે. આવનારા દાયકાઓમાં દુનિયા જાપાનના રસ્તે દક્ષિણ કોરિયાને પણ જોશે. એટલે કે અહીં પણ લોકોની ઉંમર વધી રહી છે અને વસ્તી ઘટી રહી છે.