ઈશા અંબાણીએ અનંત રાધિકાની હલ્દી સેરેમનીમાં પોતાના લુકને વધારે સારો બનાવવા માટે લટકણ વાળી ચોલી પહેરીને પોતાના પારંપરિક ગુજરાતી આઉટફિટને મોર્ડન ટચ આપ્યો.
અનંત-રાધિકાની હલ્દી રસમ
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની હલ્દી સેરેમની 8 જુલાઈ 2024એ એન્ટીલિયામાં થઈ. સલમાન ખાન, રણવીર સિંહ, જાહ્નવી કપૂર અને અન્ય ઘણા સ્ટાર્સે પોતાના ટ્રેડિશનલ આઉટફિટમાં આ કાર્યક્રમની શોભા વધારી.
- Advertisement -
View this post on Instagram
ઈશા અંબાણીનું ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટ
બાકી ફંક્શનની જેમ જ આ ફંક્શનમાં પણ દુલ્હાની બહેન ઈશા અંબાણીએ પોતાના લુકથી બધાનું ધ્યાન પોતાની બાજુ કર્યું.
- Advertisement -
અનીતા શ્રોફે શેર કર્યા ફોટો
9 જુલાઈ 2024એ ફેશન ડિઝાઈનર અનીતા શ્રોફ અદજાનિયાએ ઈશાના ભાઈની હલ્દીની રસમ માટેની તૈયાર થયેલા લુકની તસ્વીરો શેર કરી.
‘તોરાની’ કસ્ટમ લહેંગો
ઈશાએ આ ખાસ અવસર પર એક કસ્ટમ મલ્ટી-કલર પેનલ વાળો લહેંગો સિલેક્ટ કર્યો હતો. તેના આખા સ્કર્ટ પર હાર્ટના પ્રિંટ હતા.
ગુજરાતી આઉટફિટને ઈન્ડો-વેસ્ટર્ન ટચ
ઈશાએ પોતાના પારંપરિક ગુજરાતી આઉટફિટને ઈન્ડો-વેસ્ટર્ન ટચ આપ્યો હતો. કારણ કે તેમણે પોતાના સ્કર્ટને હેમ પર ટેસલ ડિટેલિંગ વાળા હોલ્ટર-નેક ટોપની સાથે પેર કર્યો હતો.
જ્વેલરી
ઈશાએ લુકને વધારે હેવી બનાવવા માટે કુંદન જ્વેલરી અને હેવી ઈયર કફ્સ પસંદ કર્યા હતા. ખુલા વાળ અને સોફ્ટ મેકઅપની સાથે ચાંદલો ઈશાના લુકને કમ્પલીટ કરી રહ્યો હતો.