આજે ગણેશ મહોત્સવનો મંગલ પ્રારંભ થતા શહેરનાં વિવિધ રાજકોટમાં વરસાદી માહોલમાં ‘જય ગણેશ’નાં ગગનભેદી નારા સાથે વાજતે ગાજતે અબીલ-ગુલાલની છોળો સાથે ડી.જે.નાં તાલે શોભાયાત્રા પસાર થઇ હતી. ત્રિકોણબાગ કા રાજાનું પણ વિશાળ કલાત્મક મંડપમાં સ્થાપિત કરવામાં આવ્યું. શોભાયાત્રામાં ફટાકડા ફોડી વિઘ્નહર્તા દુંદાળા દેવનો જયઘોષ થયો હતો. જય ગણેશના નાદથી માર્ગો ગુંજી ઉઠયા હતા. શોભાયાત્રા દરમિયાન વરસાદી માહોલમાં હળવા ભારે ઝાપાટ વરસતા દાદાની મૂર્તિને પ્લાસ્ટીક ઢાંકી કોઇ સ્થળે છત્રી રાખી મૂર્તિને પલળતી બચાવી હતી. અનેક મંડળો, નાના-મોટા ગ્રુપો, પરિવારોએ મૂર્તિ ખરીદી છત્રી રાખી મૂર્તિને લઇ જતા નજરે પડતા હતા. સાર્વજનીક ગણેશોત્સવ, શેરી-ગલીઓના ગણેશ ઉત્સવ અને નિવાસસ્થાનોએ ગણપતિદાદાનું સ્વાગત કરી મૂર્તિઓનું ભકિતભાવે શાસ્ત્રોકત વિધિ સ્થાપન કર્યુ હતું. આજથી ભાવિકો ગણેશ ભકિતમાં તલ્લીન બન્યા છે.