દિલ્હીમાં પ્રજાસત્તાક દિવસની પરેડમાં હરિયાણાની ઝાંખી સમગ્ર વિશ્વને શ્રીમદ ભગવદ્ ગીતાના શાશ્વત સંદેશથી વાકેફ કર્યા. કર્તવ્ય પથ પર આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ થીમને લગતી ઝાંખી દ્વારા દર્શકોએ ભગવાન કૃષ્ણના વિરાટ સ્વરૂપના પણ દર્શન કર્યા હતા.
સમગ્ર દેશમાં ગઈકાલે ધામધૂમથી 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી, ત્યારે દિલ્હીમાં કર્તવ્યપથ પર પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મૂર્મૂએ ધ્વજવંદન કર્યું હતું. જે બાદ પરેડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અનેક રાજ્યની ઝાંખી જોવા મળી હતી. સાથે જ વાયુસેનાના 50 વિમાનોએ કરતબ દેખાડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ વખતના પ્રજાસત્તાક પર્વમાં ઈજિપ્તના રાષ્ટ્રપતિ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. સાથે આ વખતે VVIP લાઈનમાં શ્રમજીવીઓને સ્થાન આપવામાં આવ્યું હતું.
- Advertisement -
दिल्ली में #गणतंत्र_दिवस पर हरियाणा की झांकी के माध्यम से कुरुक्षेत्र में 5000 वर्षों से अधिक समय पहले घटित गाथा का चित्रण पेश किया गया।
मुख्यमंत्री श्री @mlkhattar के नेतृत्व में #InternationalGitaJayanti के रूप में प्रदेश हर वर्ष कर्म और ज्ञान का संदेश प्रसारित करता आ रहा है। pic.twitter.com/oHFCfGfCxj
— CMO Haryana (@cmohry) January 26, 2023
- Advertisement -
કર્તવ્યપથ પર ટેબ્લોમાં ઝળકી ભારતીય સંસ્કૃતિ
આ પરેડની અનેક ખાસ વાતો છે જેમાંથી એક ઉડીને આંખે વળગે તેવી છે. કર્તવ્ય પથ પર આયોજિત પરેડમાં ભારતની સાંસ્કૃતિક વિરાસત, આર્થિક અને સામાજિક પ્રગતિને દર્શાવતી 23 ઝાંખીઓનું પ્રદર્શન જોવા મળ્યું હતું. જેમાં અનેક મંદિરોના ટેબ્લોએ સૌનું ધ્યાન ખેંચ્યું હતું. બાબા બર્ફાની, અયોધ્યાથી લઈને શ્રીકૃષ્ણ અને ભવાની માતા સાથે વિવિધતામાં એકતાનું પ્રતિક દર્શાવતી ઝાંખી દેશ અને વિશ્વ સમક્ષ મૂકી હતી.
‘આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ’ ઝાંખી આકર્ષણનું કેન્દ્ર બની
પ્રજાસત્તાક દિવસ સમારોહમાં કર્તવ્ય પથ પર હરિયાણાની ઝાંખી સમગ્ર વિશ્વને શ્રીમદ ભગવદ્ ગીતાના શાશ્વત સંદેશથી વાકેફ કર્યા. કર્તવ્ય પથ પર આંતરરાષ્ટ્રીય ગીતા મહોત્સવ થીમને લગતી ઝાંખી દ્વારા દર્શકોએ ભગવાન કૃષ્ણના વિરાટ સ્વરૂપના પણ દર્શન કર્યા હતા. કર્તવ્ય પથ પર જેવી હરિયાણાની ઝાંખી પહોંચી કે દર્શકોએ તાળીઓના ગડગડાટ સાથે ઝાંખીનું સ્વાગત કર્યું.
#RepublicDay2023 | The tableau reflects design based on Bhagavad Gita the greatest intellectual contribution to mankind. In its entirety, the tableau shows Lord Krishna serving as the charioteer of Arjuna and giving him the knowledge of Gita.#RepublicDayWithDoordarshan pic.twitter.com/Hgty4A8pRY
— DD News (@DDNewslive) January 26, 2023
કુરુક્ષેત્રની ઓળખ ગીતાના જન્મ સ્થળ તરીકે થાય છે
મુખ્યમંત્રીના અધિક મુખ્ય સચિવ અને માહિતિ, જનસંપર્ક અને ભાષા વિભાગના મહાનિર્દેશક ડો.અમિત અગ્રવાલે જણાવ્યું હતું કે, કુરુક્ષેત્રને વિશ્વના સૌથી પ્રાચીન તીર્થસ્થળોમાંથી એક માનવામાં આવે છે. પવિત્ર નદી સરસ્વતીના કિનારે વેદો અને પુરાણોની રચના થઈ હતી. મહાભારતના યુદ્ધ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણએ યુદ્ધના મેદાનમાં અર્જુનને શ્રીમદ ભગવદ્ ગીતાનો શાશ્વત સંદેશ આપ્યો હતો, તેથી કુરુક્ષેત્રની ઓળખ ગીતાના જન્મ સ્થળ તરીકે થાય છે.