ભારત થયું IPEFમાં સામેલ :
ભારત સોમવારે અમેરિકાની પહેલ પર શરૂ થયેલા હિન્દ-પ્રશાંત આર્થિક ઢાંચો (IPEF)માં શામેલ થઈ ગયું છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાર આપ્યો છે કે, તેમનો દેશ આ સમાવેશી તથા હળવો ઢાંચો બનાવવા માટે કામ કરશે, જેથી ક્ષેત્રમાં શાંતિ તથા સમૃદ્ધિ આવે. અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને સોમવારે 12 હિન્દ પ્રશાંત દેશોની સાથે એક નવા વેપાર કરારની શરૂઆત કરી છે, જેનો ઉદ્દેશ્ય તેમની અર્થવ્યવસ્થાને મજબૂત કરવાનો છે. બાઈડને કહ્યું કે, અમેરિકા આ નવી પહેલને ઉંડાણ પૂર્વક જોઈ રહ્યું છે અને આ વિસ્તારમાં પોઝિટિવ ભવિષ્યના સંબંધમાં પોતાના પ્રયત્નોને લઈને કટિબદ્ધ છે. સમૃદ્ધિ માટે આઈપીઈએફની શરૂઆતના અવસર પર આયોજીત આ કાર્યક્રમમાં ભાગ લઈ રહેલા પ્રધાનમંત્રી મોદીની આજે આ મહત્વના સમારંભમાં પોતાને તેની સાથે જોડીને ખુશી થઈ રહી હોવાનું જણાવ્યું છે. તેમણે કહ્યું કે, હિંદ પ્રશાંત આર્થિક મોર્ચાને આ વિસ્તારને વૈશ્વિક આર્થિક વૃદ્ધિ એન્જીન બનાવામાં અમારી સામૂહિક ઈચ્છાશક્તિને દર્શાવે છે.
Took part in the programme to launch of the Indo-Pacific Economic Framework (IPEF), which will play a key role in furthering growth in the Indo-Pacific region. pic.twitter.com/IbJ372I7SX
- Advertisement -
— Narendra Modi (@narendramodi) May 23, 2022
પ્રધાનમંત્રીએ કહ્યું કે ભારત એક સમાવેશી અને મજબૂત ઈન્ડો-પેસિફિક આર્થિક સ્થાપત્ય બનાવવા માટે બધા સાથે મળીને કામ કરશે. તેમણે કહ્યું કે હું માનું છું કે અમારી વચ્ચે સ્થિતિસ્થાપક પુરવઠા શૃંખલાના ત્રણ મુખ્ય સ્તંભ હોવા જોઈએ: વિશ્વાસ, પારદર્શિતા અને સમયપાલન. પીએમ મોદીએ કહ્યું કે તેમને વિશ્વાસ છે કે આ માળખું આ ત્રણ સ્તંભોને મજબૂત કરવામાં મદદ કરશે અને ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં વિકાસ, શાંતિ અને સમૃદ્ધિનો માર્ગ મોકળો કરશે.
- Advertisement -
ચીનની બિઝનેસ વ્યૂહરચના સાથે અમેરિકાની સ્પર્ધા :
આ કરાર હેઠળ, યુએસ અને એશિયન અર્થતંત્રો સપ્લાય ચેઇન, ડિજિટલ વેપાર, સ્વચ્છ ઊર્જા અને ભ્રષ્ટાચાર વિરોધી પ્રયાસો સહિત વિવિધ મુદ્દાઓ પર વધુ નજીકથી કામ કરશે. ઈન્ડો-પેસિફિકની સમૃદ્ધિ માટે યુએસ દ્વારા શરૂ કરાયેલ આર્થિક ફ્રેમવર્કને આ ક્ષેત્રમાં ચીનની આક્રમક વ્યાપાર વ્યૂહરચનાનો સામનો કરવાના યુએસ પ્રયાસોના ભાગ રૂપે જોવામાં આવે છે.