દુનિયાના કુલ રિઝર્વનું 8% સોનું હવે RBI પાસે
ખાસ-ખબર સંવાદદાતા
1991માં જ્યારે ભારત પાસે આયાત માટે વિદેશી ચલણ ન હતું ત્યારે ભારતે 2.2 બિલિયન ડોલરની લોન લેવા માટે તેનું 67 ટન સોનું ગીરવે મૂકવું પડ્યું હતું. તત્કાલીન કેન્દ્ર સરકારે આ નિર્ણય લીધો હતો. પરંતુ હવે તે ચિત્ર બદલાઈ ગયું છે. ભારતે ગીરવે મૂકેલું સોનું તો છોડાવી જ લીધું છે સાથે આજે દુનિયાના કુલ રિઝર્વનું 8 ટકા સોનું આરબીઆઈ પાસે છે.
કોરોના મહામારીને કારણે વૈશ્વિક આર્થિક અનિશ્ચિતતાઓ અને પછી વધતી જતી મોંઘવારી વચ્ચે આ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ સોનાની મોટાપાયે ખરીદી કરી છે. આંકડા અનુસાર, માર્ચ 2020 થી માર્ચ 2023 વચ્ચે આરબીઆઈએ 137.19 ટન સોનું ખરીદ્યું છે. માત્ર ત્રણ વર્ષમાં છઇઈંના ગોલ્ડ રિઝર્વમાં 79 ટકાનો ઉછાળો આવ્યો છે.
આ સમયગાળા દરમિયાન વિશ્વની તમામ કેન્દ્રીય બેંકોએ સોનાની ખરીદી કરી છે. છેલ્લા ત્રણ વર્ષમાં 137 ટનથી વધુ સોનું ખરીદ્યા પછી છઇઈં સોનાના ભંડાર મામલે વિશ્વની તમામ કેન્દ્રીય બેંકોની યાદીમાં આઠમા સ્થાને પહોંચી ગઈ છે. માર્ચ 2020માં, છઇઈંના કુલ વિદેશી મુદ્રા ભંડારમાં ગોલ્ડ રિઝર્વનો હિસ્સો 6 ટકા હતો, જે વધીને 7.85 ટકાની નજીક પહોંચી ગયો છે. આરબીઆઈ પાસે સોનાનો ભંડાર 790 ટનથી વધુ થઈ ગયો છે.
ભારતે માત્ર 4 વર્ષમાં અધધધ 178 ટનથી વધુ સોનું ખરીદયું
