જુદા-જુદા વિકાસકામો મળી કુલ 241.65 કરોડના લોકાર્પણ તથા ખાતમુહુર્ત કરશે ભૂપેન્દ્ર પટેલ
વિજય પ્લોટમાં આરોગ્ય કેન્દ્ર, કોઠારીયામાં સુએજ ટ્રીટમેન્ટ અને રૈયાધારમાં બનાવવામાં આવેલા વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટને ખુલ્લો મુકાશે
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
આગામી તા.22/07/2023 શનિવારના રોજ રૂ. 129 કરોડના ખર્ચે નિર્માણ પામેલા કે.કે.વી.જંક્શન પર નિર્માણ પામેલ ઓવરબ્રિજ તેમજ અન્ય જુદા જુદા વિકાસકામો મળી કુલ રૂ.241.65 કરોડના લોકાર્પણ તથા ખાતમુહુર્ત રાજ્યના માન.મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે થશે.
કાર્યક્રમના અનુસંધાને સ્થળ મુલાકાત લેતા રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારીઓએ કાર્યક્રમની તડામાર તૈયારી શરૂ કરી દીધી છે. કે.કે.વી.ચોક, કાલાવડ રોડ, કે.કે.વી.જંક્શન પર ફ્લાયઓવરબ્રિજનું લોકાર્પણ, 20.75 કરોડના ખર્ચે બનેલા કોઠારીયા વિસ્તારમાં 15 ખકઉ ક્ષમતાનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ, રૈયાધાર ખાતે બનાવવામાં આવેલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું લોકાર્પણ, ન્યારી ડેમથી રૈયાધાર ફિલ્ટર પ્લાન્ટ સુધી 1200 ખખ ડાયામીટરની નાખવામાં આવેલ પાણીની પાઈપલાઈનનું લોકાર્પણ, મોદી સ્કુલથી સોજીત્રા હેડવર્કસ સુધી 508 ખખ પાઈ5 લાઈનનું લોકાર્પણ, વોર્ડ નં.6માં બનાવવામાં આવેલ લાયબ્રેરીનું લોકાર્પણ, રાજ્ય સરકારના પ્રવાસન વિભાગના સહયોગથી રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સર્કીટ હેઠળ સ્મારકભવનનું લોકાર્પણ, વિજય પ્લોટમાં બનાવવામાં આવેલ આરોગ્ય કેન્દ્રનું લોકાર્પણ, વોર્ડ નં.3માં માધાપર જંક્શનથી ઉતર, પૂર્વ ભાગમાં ડ્રેનેજ લાઈન નાખવાનું તથા રોડ રિસ્ટોરેશન કરવાનું કામનું ખાતમુહુર્ત થશે. કે.કે.વી. જંક્શન પર ઓવરબ્રિજનું લોકાર્પણ થતા રાજકોટથી કાલાવડ અને કાલાવડથી રાજકોટ અવર જવર કરતા વાહનો માટે ટ્રાફિક સમસ્યા ખુબ જ હળવી થશે.