વંથલી પોલીસનો શ્રાવણ માસના અંતિમ દિવસે પત્તાપ્રેમીઓ પર સપાટો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
- Advertisement -
જુનાગઢ જિલ્લાના વંથલી પોલીસ સ્ટેશનના પીએસઆઈ વાય.બી.રાણા સહિતના સ્ટાફ દ્વારા મોડીરાત્રે વંથલી તાલુકાના ખુંભડી, કણજા, સાતલપુર, થાણાપીપળી, નાના કાજલીયારા અને ભાટીયા સહિત ગામોમાં મોડી રાત્રે જુગારધામ પર દરોડા પાડી ખુંભડી ગામે 18 પતા પ્રેમીઓને રોકડ રૂ.81,250, અને 12 મોબાઈલ મળી કુલ મુદ્દામાલ 1,41,250 તેમજ કણજા ગામેથી 10 પતાં પ્રેમીઓને રોકડ 13,290 સાથે તેમજ સાતલપુર ગામેથી 9 પતા પ્રેમીઓને રોકડ રૂ.26,270, મોબાઇલ 5 મળી કુલ મુદ્દામાલ 46,770 તેમજ થાણા પીપળી ગામેથી 9 પત્તાપ્રેમીઓને રોકડ રૂ .36,610 તેમજ મોબાઈલ નંગ 7, મોટરસાયકલ 4 મળી કુલ મુદ્દામાલ 1,62,610 તેમજ નાના કાજલીયારા ગામે 9 પતાપ્રેમીઓને રોકડ રૂ.17,290 સાથે તેમજ ભાટીયા ગામે 6 પતાપ્રેમીઓને રોકડ 37 ,910 તેમજ મોબાઈલ નંગ 5 કુલ મુદ્દામાલ રૂ.49,410 સાથે પાડ્યા હતા આમ વંથલી તાલુકાના 6 ગામોમાં કુલ મુદ્દામાલ 4,21,420 સાથે કુલ 61 આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી
અત્રે ઉલ્લેખનીય છે કે શ્રાવણ માસના અંતિમ દિવસે વંથલી પોલીસ દ્વારા એક જ એક જ રાત્રિમાં અલગ અલગ છ જગ્યાએ દરોડા કરવામાં આવતા પંથકના પતા પ્રેમીઓમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો છે વંથલી પોલીસ સ્ટેશનના ઇતિહાસમાં પ્રથમ વખત એક સાથે 6 જગ્યાએ જુગારધામ ઝડપાતા પોલીસ સ્ટેશન આરોપોથી ઉભરાયું હતું વંથલી પીએસઆઇ વાય.બી.રાણા સહિતના પોલીસ સ્ટાફ દ્વારા આખી રાત આ દરોડાની કામગીરી કરવામાં આવી હતી.