કોર્ટના આદેશ મુજબ જમીન માલિકે વકીલ અને પોલીસ બંદોબસ્ત સાથે કામગીરી કરાવી
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.4
ટીંબાવાડીમાં માલિકીના પ્લોટમાં થયેલ દબાણ દૂર કરવાયુ છે. કોર્ટના આદેશ મુજબ જમીન માલિકે વકીલ, પોલીસ બંદોબસ્તને સાથે રાખીને પ્લોટ ખાલી કરાવવાની કામગીરી કરી છે. આ અંગે પ્લોટ માલિક નવનીત મૈયરના વકીલ મયુર જાનીએ જણાવ્યુ હતુ કે, ટીંબાવાડીમાં માલિકીના પ્લોટ આવેલા છે. આ પ્લોટમાં ગેરકાયદેસર રીતે પાર્કિંગ કરી લેવાયુ હતુ.
- Advertisement -
આ જમીન આદર્શ કો.ઓ. સોસાયટીને આપવામાં આવી હતી. સોસાયટી દ્વારા 10 ટકા રકમ ભરવામાં આવી હતી. આ દરમ્યાન જૂનાગઢ મનપા અસ્થિત્વમાં આવી હતી અને સોસાયટીએ 90 ટકા રકમ ભરી જમીનની માંગણી કરી હતી. મનપાએ જે તે સમયની જંત્રી મુજબ રકમ ભરપાઇ કરવા કહ્યુ હતુ. જેની સામે આદર્શ સોસાયટી કોર્ટમાં ગઇ હતી અને આખરે સુપ્રિમ કોેર્ટે આદર્શ સોસાયટીની તરફેણમાં ચુકાદો આપ્યો હતો. જેના અનુસંધાને મનપાએ ત્રણેક માસ પહેલા આ જમીનનો દસ્તાવેજ કરી આપ્યો હતો. રોડ 150-200 વારના રોડ 16થી 17 પ્લોટ છે.
આ જમીન પર ટીંબાવાડી રોડ પર આવેલા શો-રૂમનું પાર્કીંગ છે. પોલીસે બંદોબસ્ત સાથે પાર્કીંગમાં જમીનનો કબ્ો લેવામાં આવ્યોહતો. આ સ્થળે રહેલા બ્લોકને કાઢી ત્યાં પ્લોટની હદના નિશાન કરાવવામાં આવ્યા હતા. રોડ પર આવેલા શો-રૂમના પાર્કીંગમાં પોલીસ બંદોબસ્ત સાથે થયેલી ભાંગફોડથી અનેક ચર્ચા વ્યાપી હતી.