દેશમાં વેજિટેબલ ઓઈલની આયાત માર્ચ મહિનામાં 16 ટકા ઘટીને 9.98 લાખ ટન થઈ હતી. ક્રૂડ સનફ્લાવર ઓઈલની આયાત નોંધપાત્ર ઘટી હતી.
સોલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ એસોસિએશન ઓફ ઈન્ડિયાએ જાહેર કરેલા ડેટા અનુસાર વેજિટેબલ ઓઈલની આયાત માર્ચમાં ઘટીને 9,98,344 ટન થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં 11,82, 152 ટન હતી. ખાદ્યતેલની આયાત માર્ચમાં ઘટીને 9,70,602 ટન થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં 11,49,681 ટન હતી. ક્રૂડ સનફ્લાવર ઓઈલની આયાત ઘટીને 1,90,645 ટન થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં 4,45,723 ટન હતી. બિનખાદ્યતેલની આયાત 27,742 ટન થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં 32,471 ટન હતી. ઓઈલ માર્કેટિંગ વર્ષ નવેમ્બરથી શરૂ થાય છે. ચાલુ ઓઈલ માર્કેટિંગ વર્ષ 2024-25ના પ્રથમ પાંચ મહિનામાં કુલ વેજિટેબલ ઓઈલની આયાત સધારણ ઘટીને 58,06,142 ટન થઈ હતી.
- Advertisement -
જે ગત વર્ષે આ પાંચ મહિનાના ગાળામાં 58,30,115 ટન હતી. આ પૈકી રિફાઈન્ડ ઓઈલ (RBD પામોલીન)ની આયાત 6,62,890 ટન થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં 886,607 ટન હતી. ક્રૂડ ઓઈલની આયાત વધીને 49,76,787 ટન થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં 48,78,625 ટન હતી. ચાલુ વર્ષે પાંચ મહિનાના ગાળામાં પામ ઓઈલની આયાત નોંધપાત્ર ઘટીને 24,15,556 ટન થઈ હતી, જે ગત વર્ષે આ ગાળામાં 35,29,839 ટન હતી. સોફ્ટ ઓઈલની આયાત વધીને 32,24,121 ટન થઈ હતી. જે ગત વર્ષે આ ગાળામાં 22,35,394 ટન હતી. ઉલ્લેખનીય છે કે ભારત આરબીડી પામોલીન અને ક્રૂડ ઓઈલની સૌથી વધુ આયાત ઈન્ડોનેશિયા અને મલેશિયામાંથી કરે છે.