બજારમાં રોગ પ્રતિકારક શક્તિ વધારતી વસ્તુઓની લાવલાવ..
ઈમ્યુનિટી બુસ્ટર પ્રોડક્ટ્સને ફળ્યો કોરોનાકાળ,
કોરોનાકાળમાં બેસ્ટ છે ઈમ્યુનિટી બુસ્ટર પ્રોડક્ટ્સ.
- ભવ્ય રાવલ
કોરોના વાયરસ સામેનો જંગ સરળતાથી જીતવા અને કોરોના વાયરસથી આસાનીથી બચવા ઈમ્યુનિટી પાવર હાઈ હોવો જરૂરી છે. ડોકટર્સથી લઈને નિષ્ણાતોનું માનવું છે કે, રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી એ જ કોરોના વાયરસથી બચવાનો અને કોરોના વાયરસ સામે લડવાનો એકમાત્ર ઈલાજ છે. કોરોના વાયરસની દવા કે વેક્સિન હજુ સુધી શોધાય નથી તેવા સમયે લોકો કોરોના વાઈરસથી બચવા માટે પોતાનો ઈમ્યુનિટી પાવર વધારવા પર ફોકસ કરી રહ્યા છે અને આ કારણે ઈમ્યુનિટી વધારતી પ્રોડક્ટ્સનું માર્કેટ ધમધમ્યું છે. કોરોના વાયરસે હેલ્થી ફૂડ અને બેવરેજિસનું મહત્વ સાબિત કરી દીધું છે સાથે જ કોરોના વાયરસની મહામારીમાં આયુર્વેદિક દવાઓ શ્રેષ્ઠતમ ઉપચાર હોવાનો પણ પૂરાવો મળી ગયો છે.
લોકો પોતાનો ઈમ્યુનિટી પાવર હાઈ કરી શકે તે માટે માર્કેટમાં વિવિધ વેરાયટીના હળદર, કેસર, તુલસી, આદુ, મધ ધરાવતા દૂધ આવી ગયા છે તો સોયા આધારિત ચા, હર્બલ ટી, ગ્રીન ટી જેવી ચા અને આયુર્વેદિક ઉકાળા બજારમાં મળી રહ્યાં છે. સાથે જ વિટામિન-સીથી ભરપૂર ફ્રૂટ ખરીદાય છે અને મરી, સૂંઠ, અજમો, તજ જેવા મસાલાની માંગ વધી છે. શિયાળો હજુ આવ્યો નથી તો પણ ચ્યવનપ્રાશ સહિત ઓસડિયાઓની લાવલાવ છે. ઈમ્યુનિટી બુસ્ટ કરતા ડ્રિક્સ, મીઠાઈ, આઈસ્ક્રીમ જેવી પ્રોડક્ટ્સ પણ માર્કેટમાં ઉપલબ્ધ બની છે. લોકો પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આહાર ઉપરાંત વિહારમાં સજાગ બન્યા છે. હેલ્થી પ્લસ ફિટ એન્ડ ફાઈન રહેવા ઈમ્યુનિટી પ્રોડક્ટ્સનું સેલિંગ કરતી શોપ-માર્કેટ ઉપરાંત જીમ અને યોગા સેન્ટર પણ દિવસ–રાત ખૂબ ધમધમી રહ્યાં છે ત્યારે આવો જાણીએ કોરોનાકાળમાં ઈમ્યુનિટી પ્રોડક્ટ્સનાં ધમધમતા માર્કેટ વિશે શું કહેવું છે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા રાજકોટ–સૌરાષ્ટ્રનાં નિષ્ણાત વ્યક્તિઓનું..
ઈમ્યુનિટી માર્કેટની ખાસ વાત
ઈમ્યુનિટી વધારવા માટે લોકો આયુર્વેદ તરફ વળ્યાં છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લોકો આયુર્વેદિક દવાઓનો વિશેષ ઉપયોગ કરી રહ્યા છે. એક અભ્યાસ મુજબ આયુર્વેદિક દવાઓ બનાવતી કંપનીઓની ઉત્પાદન કામગીરીમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા ત્રણ-ચાર મહિનામાં ગળો, મહાસુદર્શન, દશમૂલાદિક, સમશમવટી, ભારંગિયાદી, ત્રિભુવનકીર્તિરસ, સંજીવનીવટી, ગિલોય ઘનવટી, લીમડાના ગળા સહિતની આયુર્વેદિક દવાઓની માંગ વધી છે અને આમાની અમુક દવાઓની અછત સર્જાઈ રહી છે. અશ્વગંધા, મૂસળી અને ચ્યવનપ્રાશની માંગ પણ સારી એવી વધી છે. આખા વર્ષમાં જે આયુર્વેદિક દવાઓ કે ઓસડિયાઓનું વેચાણ થતું હતું તેનું ત્રણ ગણું વેચાણ છેલ્લાં કેટલાંક મહિનાઓમાં થયું છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરતી આયુર્વેદિક પ્રોડક્ટ્સની માંગમાં એટલો નોંધનીય વધારો થયો છે કે અનેક કંપનીઓ અને દુકાનો આખા વર્ષમાં જેટલું આ વસ્તુઓનું વેચાણ કરતા હતા તેના કરતાં વધારે વેચાણ છેલ્લા ત્રણ-ચાર મહિનામાં કર્યું છે. આ સિવાય અનલોકડાઉનમાં જીમ અને યોગા સેન્ટર ખૂલ્યા બાદ લોકો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ્ય રહેવા તેમાં પણ વધુને વધુ પ્રમાણમાં જોડાય રહ્યાં છે.
પુજારા ટેલિકોમના ગુજરાતભરનાં ૧૦૦ કરતા વધુ આઉટલેટ્સ પર અને કેટલાક કેમિસ્ટ પાસે પણ Anti-CV ઉપલબ્ધ છે
કોરોના વાયરસનાં આ કાળા કાળમાં રાજકોટનાં ડૉકટર રાજેશ ઠક્કર અને તેમનાં પુત્ર કૃતાર્થ ઠક્કરે એક અક્સિર, રામબાણ એન્ટી-વાઇરલ મેડિસિન બનાવી છે – Anti-CV. આ દવાની ખૂબી એ છે કે, એ પ્રિવેન્ટિવ (રોગ થતો રોકવા) તરીકે પણ કામ આપે છે અને કોઈને વાયરલ બીમારી થાય તો ઉપચાર તરીકે પણ અસરકારક છે. આ દવા બનાવવા માટે હળદર, અશ્વગંધા, ગળો, તુલસી જેવા ઔષધોના મોંઘાદાટ અર્કનો ઉપયોગ કરવામા આવ્યો છે. આ દવામાં હોમિયોપેથી સાથે આયુર્વેદનો સંગમ કરાયો છે તેથી ટેબ્લેટનો સ્વાદ ગળ્યો હોય છે, નાનાં બાળકો માટે ઓછા પાવરની અલગ ટેબ્લેટ પણ બનાવી છે. અમે આ અદ્દભૂત દવા માત્રને માત્ર વધુ લોકો સુધી પહોંચાડવાનાં ઉદ્દેશ્યથી જ આ દવાનું પ્રોડક્શન વધારવા ડૉ. ઠક્કર સાથે વાત કરી અને ડિસ્ટ્રિબ્યુશન તથા સેલિંગ પોતે જ સંભાળી લેવા તૈયારી દર્શાવી. આજે Anti-CV પુજારા ટેલિકોમના ગુજરાતભરનાં ૧૦૦ કરતા વધુ આઉટલેટ્સ પર અને કેટલાક કેમિસ્ટ પાસે પણ ઉપલબ્ધ છે. અમારો ૫૫૦૦ લોકોનો સ્ટાફ નિયમિત આ ગોળી લે છે અને હજુ સુધી સ્ટાફનાં એકપણ કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યો નથી. આ દવા અનેક બીમારીઓ રોકે છે, બીમારી થઈ હોય તો મટાડે પણ છે. આ દવા ભારત સરકારનાં આયુષ મંત્રાલય દ્વારા પણ પ્રમાણિત છે.
– યોગેશ પુજારા (પુજારા ટેલિકોમ, રાજકોટ)
ઈમ્યુનિટી વધારવા મધ, મરી અને હળદરનો વપરાશ વધ્યો છે અને વેંચાણ પણ
ઈમ્યુનિટી પ્રોડક્ટ્સનું માર્કેટ ખૂબ ઝડપથી વિકસી રહ્યું છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કોઈ એક વસ્તુ પર લોકોનો ટર્નિંગ પોઈન્ટ નથી થયો. ઓર્ગેનિક ફળ અને શાકભાજી ખરીદવા દૂરદૂરથી કસ્ટમર્સ અમારી પાસે આવી રહ્યા છે. શાકભાજી, ફ્રૂટ્સ અને ડ્રાયફ્રુટસનો ઉપયોગ વધ્યો છે. મધ, મરી અને હળદરનો વપરાશ વધ્યો છે અને વેંચાણ પણ. હળદર ટોપ ઓફ ધ ફેમિલી બની છે. હાયેસ્ટ કરક્યુમેન્ટ હળદર જેનું ઉત્પાદન હિમાલયમાં થાય છે તેની માર્કેટમાં માંગ વધી છે. અમે કવચ પ્રોડ્કટ બનાવી છે જે ગળું એકદમ ક્લીન રાખે છે એની પણ માંગ ખૂબ વધી છે. આયુષ હર્બલ ટી બનાવી છે જે ફાસ્ટ મુવિંગ પ્રોડક્ટ્સ બની ગઈ છે. એ પણ એક પ્રકારનાં ઈમ્યુનિટી બુસ્ટર તરીકે સેલ થાય છે. ખાખરા, બિસ્કીટ અને ભાખરીમાં હર્બસનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે જેનું વેચાણ વધ્યું છે. કોરોનાકાળમાં એગ્રીકલ્ચરમાં બેનિફિટ વધ્યો છે, લોકો ખેડૂતો સાથે સીધા સંર્પકમાં આવ્યા છે.
– નીતુબેન પટેલ (સજીવન ઓર્ગેનિક મૉલ, સત્યમ સારવાર કેન્દ્રનાં સંચાલક)
ઈમ્યુનિટી વધારવા માટે આયુર્વેદ એક ઉત્તમ માધ્યમ
ઈમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદ એ એક ઉત્તમ માધ્યમ છે ત્યારે આયુર્વેદમાં હજારો ઔષધો બતાવેલા છે કે જે આપણા સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. આયુર્વેદમાં કહેવાયું છે કે, શ્રુષ્ટિ ઉપર ઉગનાર તમામ વનસ્પતિઓ સ્વાસ્થ્યપ્રદ છે. કોઈ વનસ્પતિનું મૂળિયું, કોઈ વનસ્પતિના પાંદડા, કોઈ વનસ્પતિના ફળો, કોઈ વનસ્પતિના ફૂલ, અને ક્યારેક આખું વનસ્પતિનું પંચાંગ એમ આ જગતની શ્રુષ્ટિ ઉપર ઉગનાર તમામ ઔષધો આપણા શરીર માટે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઉપયોગી છે. લોકોમા હવે જાગૃતિ આવી છે ત્યારે વધુને વધુ લોકો આયુર્વેદ તરફ વળ્યા છે જેથી આ વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સ તથા ઘરગથ્થુ રસોડાનાં ઔષધોનો ઉપયોગ લોકો કરતા થયા છે તેથી હજુ આ ક્ષેત્રનો વિકાસ થશે, વ્યાપ વધશે અને ઔષધોનું વેંચાણ વધુને વધુ થવાનું છે એમાં બેમત નથી.
– ડો. જયેશ પરમાર (આયુર્વેદ નિષ્ણાત, વિભાગીય નાયબ નિયામક – આયુષ રાજકોટ)
ઈમ્યુનિટી બુસ્ટરનો ઉપયોગ કરતા પહેલા સચેત રહેવું અનિવાર્ય
આયુર્વેદિકમાં અનેક ઈમ્યુનિટી બુસ્ટર ઉપલબ્ધ છે. તમામ લોકો એ ઈમ્યુનિટી બુસ્ટર પોતપોતાની તાસીર, ઉંમર, ખોરાક અને દિનચર્યા મુજબ લેવા જોઈએ. વ્યસની વ્યક્તિઓ માટે ઘણીવાર ઈમ્યુનિટી બુસ્ટર નેગેટીવ સાબિત થતા હોય છે આથી ઈમ્યુનિટી બુસ્ટરનો ઉપયોગ કરતા પહેલા સચેત રહેવું અનિવાર્ય છે. મારી દ્રષ્ટિએ ઈમ્યુનિટી બુસ્ટરમાં મેડિસીન પહેલા લાઈફસ્ટાઈલ અને ફૂડસ્ટાઈલ ઈમ્પોટેન્ટ છે. અમારે ત્યાં ગ્રાહકના કફ, વાયુ, પિત્તની તાસીર જાણી ઈમ્યુનિટી બુસ્ટરનું સજેશન કરવામાં આવે છે. જ્યારે ઈમ્યુનિટી બુસ્ટરની આડઅસર થાય કે ગરમ પડે ત્યારે તેનું મારણ લેવું પડે. દૂધ, ફળ, કાળી દ્રાક્ષનું સેવન કરવું જોઈએ. જ્યારે મારણ ન લેવું હોય તો જડીબુટ્ટીનું પ્રમાણ વધતતું-ઓછું કરવું પડે, ડોઝ ઓછો કરવો. પાણી વધારે પીવું જોઈએ. ગળો, આમળા, તુલસી, અરડૂસી, સૂંઠ, મરી, તજ, લવિંગ, લીંડીપીપર વગેરે.. ઘણી બધી જુદીજુદી કંપનીઓએ ઔષધી – ઓસડીયા બજારમાં મૂક્યા છે. ઈમ્યુનિટી માટેની દવા, ઉકાળા, પાઉડર પણ વિવિધ કંપનીઓના માર્કેટમાં મળે જ છે. રોગ પ્રતિકારક શક્તિ વધારતી દરેક વસ્તુનાં વેંચાણમાં દિન–પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે.
– મુસ્તાકભાઈ ગાંધી (વોરા કાદરભાઈ ગાંધી દુકાન)
ઈમ્યુનિટી પાવર વધારવા લોકો જીમનો આશરો લઈ રહ્યાં છે
આખી દુનિયા કોરોનાની મહામારીથી લડી રહી છે ત્યારે એક વાત જાણવા મળી છે કે આપણી ઈમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ હશે તો આપણે કોઈપણ બીમારીથી લડી શકીશું. ઈમ્યુનિટી સિસ્ટમને સ્ટ્રોંગ બનાવવા જીમનું ખૂબ મહત્વ છે તેથી હાલના સમયમાં લોકો જીમ વધુ જોઈન કરી રહ્યા છે. ઈમ્યુનિટી સિસ્ટમને સ્ટ્રોંગ બનાવવાના ચાર રસ્તા છે. ૧. વર્ક આઉટ – કસરત, ૨. ક્વોલિટી સ્લીપ – પૂરતી ઊંઘ, ૩. ન્યુટ્રીસ્ન રીચ ફૂડ – પોષણયુકત આહાર, ૪. અવોઈડ મેન્ટલ સ્ટ્રેસ – વધુ પડતી ચિંતાથી દૂર રહો. હાલના સમયમાં બેઠાળું જીવન કોઈપણ રીતે આપણી ઈમ્યુનિટી સિસ્ટમને અનુકુળ આવે તેમ નથી. તેથી આપણે ફીઝીકલ એક્ટીવીટી કરવી જોઈએ. ફીઝીકલ એક્ટીવીટી માટે જીમ સૌથી અસરકારક અને ફાયદાકારક જગ્યા છે. અનલોકડાઉનના સમયમાં લોકોમાં પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જાગૃતિ આવી છે ત્યારે લોકો જીમ તરફ વળ્યા છે અને પોતાનો ઈમ્યુનિટી પાવર વધારવા જીમનો આશરો લઈ રહ્યાં છે.
– ક્રિપાલસિંહ ચાવડા (ઓનર ફીટ ફસ્ટ જીમ)