By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ઓપરેશન ‘લાયન્સ રોર’: હુમલા બાદ ઇઝરાયલના PM નેતન્યાહૂએ કહ્યું- ‘ઈરાને પરમાણુ કાર્યક્રમ ખતમ કરવો જ પડશે’
    2 days ago
    ઈરાનમાં હુમલા બાદ ઈઝરાયલ પર ત્રણ દેશોનો એક સાથે એટેક, તેલ અવીવમાં સાયરનો ગૂંજી ઉઠી
    2 days ago
    અફઘાનિસ્તાને જલાલાબાદમાં પાકિસ્તાનનું ફાઈટર જેટ તોડી પાડ્યું, પાયલોટને બંધક બનાવ્યો: અફઘાન સેનાનો દાવો
    2 days ago
    અમેરિકા અને ઈઝરાયલનો ઈરાન પર ભીષણ હુમલો, ઈરાનનો 70 મિસાઈલ સાથે વળતો પ્રહાર
    2 days ago
    ઈઝરાયલ-અમેરિકાનો ઈરાનના 6 શહેરો પર ભીષણ હુમલો, ઈરાન વળતો પ્રહાર કરવા તૈયાર
    2 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    25000 કરોડના કૌભાંડ મામલે દિવંગત અજિત પવારને ક્લીનચીટ, DyCM સુનેત્રા પવારને પણ રાહત
    2 days ago
    ભારતની સરહદો અભેદ્ય બનાવવા લદાખમાં દુનિયાની સૌથી ઊંચી ટનલ બનશે, સેનાને થશે મોટો ફાયદો
    2 days ago
    બૉમ્બની ધમકીથી દોડાદોડી
    2 days ago
    સ્માર્ટફોન અને પ્રોસેસ્ડ ફૂડના અતિરેકથી ભારતીય યુવાનોનું માનસિક સ્વાસ્થ્ય જોખમાયું: MHQ સ્કોરમાં મોટો ઘટાડો
    2 days ago
    સુપર-8માં ભારતનો દમદાર વિજય: ઝિમ્બાબ્વેને 72 રને હરાવી ટીમ ઈન્ડિયા સેમિફાઈનલની નજીક
    2 days ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પહોંચે તો કોની સામે થશે ટક્કર, જાણો સંપૂર્ણ માહિતી
    2 days ago
    ટીમ ઈન્ડિયા T20 વર્લ્ડ કપથી બહાર થઈ જશે! ઝિમ્બાબ્વે સામે સૂર્યાની આ ભૂલ ભારે પડશે
    3 days ago
    ટીમ ઈન્ડિયાના બેટર્સની સૌથી મોટી નબળાઈ બધી ટીમ જાણી ગઇ, હવે શું કરશે સૂર્યા-ગંભીર?
    4 days ago
    ભારતીય ટીમ માટે રાહતના સમાચાર! ઈજાગ્રસ્ત થતાં બચી ગયો શિવમ દુબે, વીડિયો આવ્યો સામે
    5 days ago
    ‘રન રેટ 9.5 હતો 15 નહીં, તો આટલી ઉતાવળ કેમ?’, ટીમ ઈન્ડિયાના સ્ટાર ખેલાડી પર ભડક્યા ગાવસ્કર
    7 days ago
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    હોલિવૂડના ‘લાસ્ટ એક્શન હીરો’ ટૉમ નૂનનનું 74 વર્ષની વયે નિધન! સિનેમા જગતમાં માતમ
    2 weeks ago
    સલમાન ખાનના પિતા સલીમ ખાનની તબિયત લથડી, લીલાવતી હોસ્પિટલમાં દાખલ
    2 weeks ago
    ‘3 વાગ્યા પહેલા 1.5 કરોડ જમા કરો, પછી જ જામીન મળશે’, રાજપાલ યાદવ કેસમાં હાઈકોર્ટનો આદેશ
    2 weeks ago
    ‘એ ગાળો બોલતો હતો…’, અક્ષય કુમારે જ્યારે પાર્ટીમાં લાફો ઝીંકી દેતા યુવક બેભાન થઈ ગયો હતો
    2 weeks ago
    ‘રણવીર સિંહ તને ખુબ શોખ છેને સલાહ આપવાનો…’, બિશ્નોઈ ગેંગના હેરી બોક્સરે વોઇસ નોટ મોકલીને એક્ટરે આપી ધમકી
    2 weeks ago
  • ધર્મ
    ધર્મShow More
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    3 months ago
    અયોધ્યાનો ખોવાયેલો પ્રાચીન ધ્વજ સહસ્ત્રાબ્દી પછી પાછો ફર્યો, પ્રધાનમંત્રી મોદીના હસ્તે મંદિરના શિખર પર ધ્વજા રોહણ
    3 months ago
    દેવઉઠી અગિયારસ: ભગવાન વિષ્ણુ 142 દિવસ પછી યોગનિદ્રામાંથી જાગશે,જાણો કયા રાશિના જાતકોને થશે લાભ
    4 months ago
    દિવાળી પર દીવા શા માટે પ્રગટાવવામાં આવે છે ? ચાલો જાણીયે
    4 months ago
    દિવાળી પર ઘીના દીવા કરવા કે પછી તેલના દીવા કરવા ! ક્યા શ્રેષ્ઠ છે ? ચાલો જાણીએ
    4 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો
    4 months ago
    યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે
    4 months ago
    આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો
    4 months ago
    ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ
    4 months ago
    સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં
    5 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: ઈમ્યુનિટી પ્રોડક્ટ્સનું ધમધમતું માર્કેટ… નિષ્ણાતો શું કહે છે?
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > TALK OF THE TOWN > ઈમ્યુનિટી પ્રોડક્ટ્સનું ધમધમતું માર્કેટ… નિષ્ણાતો શું કહે છે?
TALK OF THE TOWN

ઈમ્યુનિટી પ્રોડક્ટ્સનું ધમધમતું માર્કેટ… નિષ્ણાતો શું કહે છે?

Khaskhabar Editor
Last updated: 2020/10/04 at 12:54 AM
Khaskhabar Editor 5 years ago
Share
10 Min Read
SHARE

બજારમાં રોગ પ્રતિકારક શક્તિ વધારતી વસ્તુઓની લાવલાવ..

ઈમ્યુનિટી બુસ્ટર પ્રોડક્ટ્સને ફળ્યો કોરોનાકાળ,

કોરોનાકાળમાં બેસ્ટ છે ઈમ્યુનિટી બુસ્ટર પ્રોડક્ટ્સ.

  • ભવ્ય રાવલ

કોરોના વાયરસ સામેનો જંગ સરળતાથી જીતવા અને કોરોના વાયરસથી આસાનીથી બચવા ઈમ્યુનિટી પાવર હાઈ હોવો જરૂરી છે. ડોકટર્સથી લઈને નિષ્ણાતોનું માનવું છે કે, રોગપ્રતિકારક શક્તિને મજબૂત બનાવવી એ જ કોરોના વાયરસથી બચવાનો અને કોરોના વાયરસ સામે લડવાનો એકમાત્ર ઈલાજ છે. કોરોના વાયરસની દવા કે વેક્સિન હજુ સુધી શોધાય નથી તેવા સમયે લોકો કોરોના વાઈરસથી બચવા માટે પોતાનો ઈમ્યુનિટી પાવર વધારવા પર ફોકસ કરી રહ્યા છે અને આ કારણે ઈમ્યુનિટી વધારતી પ્રોડક્ટ્સનું માર્કેટ ધમધમ્યું છે. કોરોના વાયરસે હેલ્થી ફૂડ અને બેવરેજિસનું મહત્વ સાબિત કરી દીધું છે સાથે જ કોરોના વાયરસની મહામારીમાં આયુર્વેદિક દવાઓ શ્રેષ્ઠતમ ઉપચાર હોવાનો પણ પૂરાવો મળી ગયો છે.

Contents
બજારમાં રોગ પ્રતિકારક શક્તિ વધારતી વસ્તુઓની લાવલાવ..ઈમ્યુનિટી બુસ્ટર પ્રોડક્ટ્સને ફળ્યો કોરોનાકાળ,કોરોનાકાળમાં બેસ્ટ છે ઈમ્યુનિટી બુસ્ટર પ્રોડક્ટ્સ.ઈમ્યુનિટી માર્કેટની ખાસ વાતપુજારા ટેલિકોમના ગુજરાતભરનાં ૧૦૦ કરતા વધુ આઉટલેટ્સ પર અને કેટલાક કેમિસ્ટ પાસે પણ Anti-CV ઉપલબ્ધ છેઈમ્યુનિટી વધારવા મધ, મરી અને હળદરનો વપરાશ વધ્યો છે અને વેંચાણ પણઈમ્યુનિટી વધારવા માટે આયુર્વેદ એક ઉત્તમ માધ્યમઈમ્યુનિટી બુસ્ટરનો ઉપયોગ કરતા પહેલા સચેત રહેવું અનિવાર્યઈમ્યુનિટી પાવર વધારવા લોકો જીમનો આશરો લઈ રહ્યાં છે

લોકો પોતાનો ઈમ્યુનિટી પાવર હાઈ કરી શકે તે માટે માર્કેટમાં વિવિધ વેરાયટીના હળદર, કેસર, તુલસી, આદુ, મધ ધરાવતા દૂધ આવી ગયા છે તો સોયા આધારિત ચા, હર્બલ ટી, ગ્રીન ટી જેવી ચા અને આયુર્વેદિક ઉકાળા બજારમાં મળી રહ્યાં છે. સાથે જ વિટામિન-સીથી ભરપૂર ફ્રૂટ ખરીદાય છે અને મરી, સૂંઠ, અજમો, તજ જેવા મસાલાની માંગ વધી છે. શિયાળો હજુ આવ્યો નથી તો પણ ચ્યવનપ્રાશ સહિત ઓસડિયાઓની લાવલાવ છે. ઈમ્યુનિટી બુસ્ટ કરતા ડ્રિક્સ, મીઠાઈ, આઈસ્ક્રીમ જેવી પ્રોડક્ટ્સ પણ માર્કેટમાં ઉપલબ્ધ બની છે. લોકો પોતાની રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે આહાર ઉપરાંત વિહારમાં સજાગ બન્યા છે. હેલ્થી પ્લસ ફિટ એન્ડ ફાઈન રહેવા ઈમ્યુનિટી પ્રોડક્ટ્સનું સેલિંગ કરતી શોપ-માર્કેટ ઉપરાંત જીમ અને યોગા સેન્ટર પણ દિવસ–રાત ખૂબ ધમધમી રહ્યાં છે ત્યારે આવો જાણીએ કોરોનાકાળમાં ઈમ્યુનિટી પ્રોડક્ટ્સનાં ધમધમતા માર્કેટ વિશે શું કહેવું છે આ ક્ષેત્ર સાથે સંકળાયેલા રાજકોટ–સૌરાષ્ટ્રનાં નિષ્ણાત વ્યક્તિઓનું..

- Advertisement -

ઈમ્યુનિટી માર્કેટની ખાસ વાત

ઈમ્યુનિટી વધારવા માટે લોકો આયુર્વેદ તરફ વળ્યાં છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે લોકો આયુર્વેદિક દવાઓનો વિશેષ ઉપયોગ કરી રહ્યા છે. એક અભ્યાસ મુજબ આયુર્વેદિક દવાઓ બનાવતી કંપનીઓની ઉત્પાદન કામગીરીમાં નોંધપાત્ર વધારો થયો છે. છેલ્લા ત્રણ-ચાર મહિનામાં ગળો, મહાસુદર્શન, દશમૂલાદિક, સમશમવટી, ભારંગિયાદી, ત્રિભુવનકીર્તિરસ, સંજીવનીવટી, ગિલોય ઘનવટી, લીમડાના ગળા સહિતની આયુર્વેદિક દવાઓની માંગ વધી છે અને આમાની અમુક દવાઓની અછત સર્જાઈ રહી છે. અશ્વગંધા, મૂસળી અને ચ્યવનપ્રાશની માંગ પણ સારી એવી વધી છે. આખા વર્ષમાં જે આયુર્વેદિક દવાઓ કે ઓસડિયાઓનું વેચાણ થતું હતું તેનું ત્રણ ગણું વેચાણ છેલ્લાં કેટલાંક મહિનાઓમાં થયું છે. રોગ પ્રતિકારક શક્તિમાં વધારો કરતી આયુર્વેદિક પ્રોડક્ટ્સની માંગમાં એટલો નોંધનીય વધારો થયો છે કે અનેક કંપનીઓ અને દુકાનો આખા વર્ષમાં જેટલું આ વસ્તુઓનું વેચાણ કરતા હતા તેના કરતાં વધારે વેચાણ છેલ્લા ત્રણ-ચાર મહિનામાં કર્યું છે. આ સિવાય અનલોકડાઉનમાં જીમ અને યોગા સેન્ટર ખૂલ્યા બાદ લોકો શારીરિક અને માનસિક રીતે સ્વસ્થ્ય રહેવા તેમાં પણ વધુને વધુ પ્રમાણમાં જોડાય રહ્યાં છે.

પુજારા ટેલિકોમના ગુજરાતભરનાં ૧૦૦ કરતા વધુ આઉટલેટ્સ પર અને કેટલાક કેમિસ્ટ પાસે પણ Anti-CV ઉપલબ્ધ છે

કોરોના વાયરસનાં આ કાળા કાળમાં રાજકોટનાં ડૉકટર રાજેશ ઠક્કર અને તેમનાં પુત્ર કૃતાર્થ ઠક્કરે એક અક્સિર, રામબાણ એન્ટી-વાઇરલ મેડિસિન બનાવી છે – Anti-CV. આ દવાની ખૂબી એ છે કે, એ પ્રિવેન્ટિવ (રોગ થતો રોકવા) તરીકે પણ કામ આપે છે અને કોઈને વાયરલ બીમારી થાય તો ઉપચાર તરીકે પણ અસરકારક છે. આ દવા બનાવવા માટે હળદર, અશ્વગંધા, ગળો, તુલસી જેવા ઔષધોના મોંઘાદાટ અર્કનો ઉપયોગ કરવામા આવ્યો છે. આ દવામાં હોમિયોપેથી સાથે આયુર્વેદનો સંગમ કરાયો છે તેથી ટેબ્લેટનો સ્વાદ ગળ્યો હોય છે, નાનાં બાળકો માટે ઓછા પાવરની અલગ ટેબ્લેટ પણ બનાવી છે. અમે આ અદ્દભૂત દવા માત્રને માત્ર વધુ લોકો સુધી પહોંચાડવાનાં ઉદ્દેશ્યથી જ આ દવાનું પ્રોડક્શન વધારવા ડૉ. ઠક્કર સાથે વાત કરી અને ડિસ્ટ્રિબ્યુશન તથા સેલિંગ પોતે જ સંભાળી લેવા તૈયારી દર્શાવી. આજે Anti-CV પુજારા ટેલિકોમના ગુજરાતભરનાં ૧૦૦ કરતા વધુ આઉટલેટ્સ પર અને કેટલાક કેમિસ્ટ પાસે પણ ઉપલબ્ધ છે. અમારો ૫૫૦૦ લોકોનો સ્ટાફ નિયમિત આ ગોળી લે છે અને હજુ સુધી સ્ટાફનાં એકપણ કર્મચારીને કોરોના પોઝિટિવ આવ્યો નથી. આ દવા અનેક બીમારીઓ રોકે છે, બીમારી થઈ હોય તો મટાડે પણ છે. આ દવા ભારત સરકારનાં આયુષ મંત્રાલય દ્વારા પણ પ્રમાણિત છે.

– યોગેશ પુજારા (પુજારા ટેલિકોમ, રાજકોટ)

- Advertisement -

ઈમ્યુનિટી વધારવા મધ, મરી અને હળદરનો વપરાશ વધ્યો છે અને વેંચાણ પણ

ઈમ્યુનિટી પ્રોડક્ટ્સનું માર્કેટ ખૂબ ઝડપથી વિકસી રહ્યું છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે કોઈ એક વસ્તુ પર લોકોનો ટર્નિંગ પોઈન્ટ નથી થયો. ઓર્ગેનિક ફળ અને શાકભાજી ખરીદવા દૂરદૂરથી કસ્ટમર્સ અમારી પાસે આવી રહ્યા છે. શાકભાજી, ફ્રૂટ્સ અને ડ્રાયફ્રુટસનો ઉપયોગ વધ્યો છે. મધ, મરી અને હળદરનો વપરાશ વધ્યો છે અને વેંચાણ પણ. હળદર ટોપ ઓફ ધ ફેમિલી બની છે. હાયેસ્ટ કરક્યુમેન્ટ હળદર જેનું ઉત્પાદન હિમાલયમાં થાય છે તેની માર્કેટમાં માંગ વધી છે. અમે કવચ પ્રોડ્કટ બનાવી છે જે ગળું એકદમ ક્લીન રાખે છે એની પણ માંગ ખૂબ વધી છે. આયુષ હર્બલ ટી બનાવી છે જે ફાસ્ટ મુવિંગ પ્રોડક્ટ્સ બની ગઈ છે. એ પણ એક પ્રકારનાં ઈમ્યુનિટી બુસ્ટર તરીકે સેલ થાય છે. ખાખરા, બિસ્કીટ અને ભાખરીમાં હર્બસનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે જેનું વેચાણ વધ્યું છે. કોરોનાકાળમાં એગ્રીકલ્ચરમાં બેનિફિટ વધ્યો છે, લોકો ખેડૂતો સાથે સીધા સંર્પકમાં આવ્યા છે.

– નીતુબેન પટેલ (સજીવન ઓર્ગેનિક મૉલ, સત્યમ સારવાર કેન્દ્રનાં સંચાલક)

ઈમ્યુનિટી વધારવા માટે આયુર્વેદ એક ઉત્તમ માધ્યમ

ઈમ્યુનિટી એટલે કે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદ એ એક ઉત્તમ માધ્યમ છે ત્યારે આયુર્વેદમાં હજારો ઔષધો બતાવેલા છે કે જે આપણા સ્વાસ્થ્ય માટે ઉપયોગી છે. આયુર્વેદમાં કહેવાયું છે કે, શ્રુષ્ટિ ઉપર ઉગનાર તમામ વનસ્પતિઓ સ્વાસ્થ્યપ્રદ છે. કોઈ વનસ્પતિનું મૂળિયું, કોઈ વનસ્પતિના પાંદડા, કોઈ વનસ્પતિના ફળો, કોઈ વનસ્પતિના ફૂલ, અને ક્યારેક આખું વનસ્પતિનું પંચાંગ એમ આ જગતની શ્રુષ્ટિ ઉપર ઉગનાર તમામ ઔષધો આપણા શરીર માટે રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે  ઉપયોગી છે. લોકોમા હવે જાગૃતિ આવી છે ત્યારે વધુને વધુ લોકો આયુર્વેદ તરફ વળ્યા છે જેથી આ વિવિધ પ્રકારની પ્રોડક્ટ્સ તથા ઘરગથ્થુ રસોડાનાં ઔષધોનો ઉપયોગ લોકો કરતા થયા છે તેથી હજુ આ ક્ષેત્રનો વિકાસ થશે, વ્યાપ વધશે અને ઔષધોનું વેંચાણ વધુને વધુ થવાનું છે એમાં બેમત નથી.

– ડો. જયેશ પરમાર (આયુર્વેદ નિષ્ણાત, વિભાગીય નાયબ નિયામક – આયુષ રાજકોટ)

ઈમ્યુનિટી બુસ્ટરનો ઉપયોગ કરતા પહેલા સચેત રહેવું અનિવાર્ય

આયુર્વેદિકમાં અનેક ઈમ્યુનિટી બુસ્ટર ઉપલબ્ધ છે. તમામ લોકો એ ઈમ્યુનિટી બુસ્ટર પોતપોતાની તાસીર, ઉંમર, ખોરાક અને દિનચર્યા મુજબ લેવા જોઈએ. વ્યસની વ્યક્તિઓ માટે ઘણીવાર ઈમ્યુનિટી બુસ્ટર નેગેટીવ સાબિત થતા હોય છે આથી ઈમ્યુનિટી બુસ્ટરનો ઉપયોગ કરતા પહેલા સચેત રહેવું અનિવાર્ય છે. મારી દ્રષ્ટિએ ઈમ્યુનિટી બુસ્ટરમાં મેડિસીન પહેલા લાઈફસ્ટાઈલ અને ફૂડસ્ટાઈલ ઈમ્પોટેન્ટ છે. અમારે ત્યાં ગ્રાહકના કફ, વાયુ, પિત્તની તાસીર જાણી ઈમ્યુનિટી બુસ્ટરનું સજેશન કરવામાં આવે છે. જ્યારે ઈમ્યુનિટી બુસ્ટરની આડઅસર થાય કે ગરમ પડે ત્યારે તેનું મારણ લેવું પડે. દૂધ, ફળ, કાળી દ્રાક્ષનું સેવન કરવું જોઈએ. જ્યારે મારણ ન લેવું હોય તો જડીબુટ્ટીનું પ્રમાણ વધતતું-ઓછું કરવું પડે, ડોઝ ઓછો કરવો. પાણી વધારે પીવું જોઈએ. ગળો, આમળા, તુલસી, અરડૂસી, સૂંઠ, મરી, તજ, લવિંગ, લીંડીપીપર વગેરે.. ઘણી બધી જુદીજુદી કંપનીઓએ ઔષધી – ઓસડીયા બજારમાં મૂક્યા છે. ઈમ્યુનિટી માટેની દવા, ઉકાળા, પાઉડર પણ વિવિધ કંપનીઓના માર્કેટમાં મળે જ છે. રોગ પ્રતિકારક શક્તિ વધારતી દરેક વસ્તુનાં વેંચાણમાં દિન–પ્રતિદિન વધારો જોવા મળી રહ્યો છે.

        – મુસ્તાકભાઈ ગાંધી (વોરા કાદરભાઈ ગાંધી દુકાન)

ઈમ્યુનિટી પાવર વધારવા લોકો જીમનો આશરો લઈ રહ્યાં છે

આખી દુનિયા કોરોનાની મહામારીથી લડી રહી છે ત્યારે એક વાત જાણવા મળી છે કે આપણી ઈમ્યુનિટી સિસ્ટમ સ્ટ્રોંગ હશે તો આપણે કોઈપણ બીમારીથી લડી શકીશું. ઈમ્યુનિટી સિસ્ટમને સ્ટ્રોંગ બનાવવા જીમનું ખૂબ મહત્વ છે તેથી હાલના સમયમાં લોકો જીમ વધુ જોઈન કરી રહ્યા છે. ઈમ્યુનિટી સિસ્ટમને સ્ટ્રોંગ બનાવવાના ચાર રસ્તા છે.  ૧. વર્ક આઉટ – કસરત, ૨. ક્વોલિટી સ્લીપ – પૂરતી ઊંઘ, ૩. ન્યુટ્રીસ્ન રીચ ફૂડ – પોષણયુકત આહાર, ૪. અવોઈડ મેન્ટલ સ્ટ્રેસ – વધુ પડતી ચિંતાથી દૂર રહો. હાલના સમયમાં બેઠાળું જીવન કોઈપણ રીતે આપણી ઈમ્યુનિટી સિસ્ટમને અનુકુળ આવે તેમ નથી. તેથી આપણે ફીઝીકલ એક્ટીવીટી કરવી જોઈએ. ફીઝીકલ એક્ટીવીટી માટે જીમ સૌથી અસરકારક અને ફાયદાકારક જગ્યા છે. અનલોકડાઉનના સમયમાં લોકોમાં પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે જાગૃતિ આવી છે ત્યારે લોકો જીમ તરફ વળ્યા છે અને પોતાનો ઈમ્યુનિટી પાવર વધારવા જીમનો આશરો લઈ રહ્યાં છે.

– ક્રિપાલસિંહ ચાવડા (ઓનર ફીટ ફસ્ટ જીમ)

You Might Also Like

રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો

યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે

આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો

ઈન્ચાર્જ શાસનાધિકારી આરદેશણાનાં કાળાં કારનામાં બહાર આવતાં જબરો ખળભળાટ

સદાદિયાનાં રંગે રંગાઈને આરદેશણા ભાન ભૂલ્યાં

Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article ચિત્રા માર્કટીંગ યાર્ડ તથા સરકારી હોસ્પીટલઇ માંથી મોબાઇલ ફોન ચોરી કરતા બે ઇસમોને ઝડપી પડ્યા
Next Article વેસ્ટર્ન રેલવે રાજકોટ ડિવિઝનમાં બૂલેટ ટ્રેનની ગતિએ કૌભાંડો !

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Dr. Sharad Thakar

સત્ય અસીમિત છે: જન્મતાની સાથે જ મનુષ્ય દેશ, જ્ઞાતિ અને લિંગના વાડાઓમાં કેદ થવા લાગે છે

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
આંતરિક સુંદરતા
શંખ, છીપલાં, કાચબાની ઢાલ, સોના, ચાંદી વગેરેમાંથી બને છે આરોગ્ય પ્રદાન કરતી ભસ્મ
બજારોમાં આકર્ષક પિચકારીઓની ધૂમ, લોકોમાં ઓર્ગેનિક રંગોનો વધતો ક્રેઝ
મોરબી મનપાની ટેક્સ વસૂલાત ઝુંબેશ: વેરો ન ભરનાર 64 મિલકતો અત્યાર સુધી સીલ
લીમડીના છાલીયાપરામાં જર્જરિત દીવાલ ધરાશાયી: 4નો બચાવ
Previous Next
- Advertisement -
Ad imageAd image

You Might Also Like

TALK OF THE TOWNરાજકોટ

રાજકોટ સિવિલમાં યલ્લો ફીવર વૅક્સિનની ખંડણીમાં ધરખમ ઘટાડો

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
TALK OF THE TOWNરાજકોટ

યલ્લો ફીવર માટે ઉઘરાવાતું 1500નું ડૉનેશન ગેરકાયદે

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
TALK OF THE TOWNરાજકોટ

આરદેશણાને નિયમ વિરૂદ્ધ AC ગાડી જેવી સવલતો

Khaskhabar Editor Khaskhabar Editor 4 months ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?