ભાવનગર શહેર તથા જીલ્લામા મિલકત સબંઘી ગુન્હાઓ બનાતા અટકાવવા તથા બનેલ ગુન્હા ઓનો ભેદ ઉકેલા માટે ભાવનગર રેન્જ ભાવનગરના નાયબ પોલીસ મહાનિરક્ષક શ્રી. અશોક કુમાર યાદવ સાહેબની સુચનાથી ભાવનગર જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી જયપાલ સિંહ રાઠૈાડ સાહેબે ભાવનગર,લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ. વી.વી. ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી. જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસોને માર્ગદર્શન અને સુચના કરેલ કે ભાવનગર જીલ્લાના નાસ્તા ફરતા આરોપીઓ તથા અનડીટેકટ ઘરફોડ ચોરીઓ,સાદીચોરીઓ, લુંટ,વાહન ચોરી, વિગેરેના ગુન્હાઓ ડીટેકટ કરવા સુચના આપેલ.
જે સુચના આઘારે આજરોજ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો ભાવનગર શહરે વિસ્તારમાં અનડીટેકટ ગુન્હાઓ ની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન ભાવનગર કુમુદવાડી બોરતળાવ રોડ મીલીપાન પાસે આવતા હેડ કોન્સ. મહિપાલસિંહ ગોહિલ તથા પો.કોન્સર રાજેન્દ્ર સિંહ સરવૈયાને સંયુકત બાતમીરાહે હકીકત મળેલ કે ભાવનગર કુમુદવાડી બોરતળાવ રોડ સીતારામ ચોકમાં બે ઇસમો ઉભા છે. તેઓ રસ્તે જતા આવતા માણસોને મોબાઇલ વેચવા માટે બતાવે છે.અને માણસો મોબાઇલ વેચાતા લેવા માટે આવે છે.આ મોબાઇલ ફોનના તેઓની પાસે કોઇ બીલ કે આધાર પુરાવા નથી.તે મોબાઇલ ફોન ચોરી અથવા છળકપથી મેળવેલ હોવાની શંકા છે તેવી હકીકત મળેલ હોય જેથી બાતમી વાળી જગ્યા ઉપર જઇ બંન્ને ઇસમોને પકડી લેતા (૧) રમજાનભાઇ ઉર્ફે બંધુક ઉર્ફે ઠુઠ્ઠી મજીદભાઇ મકવાણા મુસ્લી મ રહે.ઘાંઘળી નવાપરા તા.શિહોર જી.ભાવનગર (ર) રજાક ભાઇ રહીમભાઇ હાજીભાઇ મકવાણા રહે.ઘાંઘળી નવાપરા તા શિહોર. જી.ભાવનગર વાળા પાસેથી નિચે મુજબના મોબાઇલ ફોન મળી આવેલ
- Advertisement -
(૧) બ્લુ કલરનો ઓપો કંપીનો મોબાઇલ ફોન કી.રૂ.૭૦૦૦/- (૨) એક બ્લુુ કલરનો વીવો કંપનીનો મોબાઇલ ફોન કી.રૂ.૬,૦૦૦/- (૩) એક બ્લુુ કલરનો વીવો કંપનીનો V/5 પ્રો મોબાઇલ ફોન કી.રૂ.૭,૦૦૦/- (૪) એક સફેદ કલરનો રેડમી નોટ.૭ કંપનીનો મોબાઇલ ફોન કી.રૂ.૬,૦૦૦/- (૫) એક ગ્રે કલરનો રેડમી કંપનીનો મોબાઇલ ફોન કી.રૂ.૮,૦૦૦/-
(૬) એક ગોલ્ડકન કલરનો સેમસંગ કંપનીનો મોબાઇલ કી.રૂ.૫૦૦/-(૭) ગોલ્ડન કલરનો સેમસંગ કંપીનો મોબાઇલ કી.રૂ.૫૦૦૦/- (૮) એક નેવી બ્લુડ કલરનો સેમસંગ કંપનીનો મોબાઇલ કી.રૂ.૫,૦૦૦/-
(૯) એક કાળા કલરનો લેનોવો કંપનીનો મોબાઇલ કી.રૂ.૫,૦૦૦/- (૧૦) એક ગોલ્ડડન કલરનો ઓપો કંપનીનો મોબાઇલ કી.રૂ.૫,૦૦૦/- (૧૧) એક કાળા કલરનો 1001 કંપનીનો મોબાઇલ કી.રૂ.૫,૦૦૦/-
(૧૨) એક કાળા કલરનો જીઓ કંપનીનો મોબાઇલ કી.રૂ.૫૦૦/- (૧૩) એક કાળા કલરનો TAMBO કંપનીનો મોબાઇલ કી.રૂ.૫૦૦/-
ઉપરોકત મળી આવેલ તમામ મોબાઇલનો બન્નેએ ચોરી અથવા તો છળકપટથી મેળવેલ હોવાનુ જણાઇ આવતા મોબાઇલ ફોન નંગ-૧૩ કુલ કિ.રૂ. ૬૦,૫૦૦/- નો શકપડતી મિલ્કત ગણી Cr.P.C.કલમઃ-૧૦૨ મુજબ તપાસ અર્થે કબ્જે કરેલ છે.મજકુર આરોપીઓ ની સઘન પુછપરછ કરતા કરાવતા ભાવનગર ચિત્રા માર્કેટીંગ યાર્ડ મોમાઇ ટ્રેડીંગ માંથી તથા આજથી દશેક દીવસ પહેલા ભાવનગર સર.ટી.હોસ્ટાપીટલ માંથી રાત્રીના સમયે જુના વોર્ડમાથી છ મોબાઇલ જેમા (૧) TAMBO કંપનીનો (૨)નેવી બ્લુા કલરનો સેમસંગ કંપનીનો મોબાઇલ (૩) લેનોવો કંપનીનો મોબાઇલ (૪)ઓપો કંપનીનો મોબાઇલ (૫) ૧૦૦૧ કંપીનો મોબાઇલ (૬)જીઓ કંપીનો મોબાઇલ ચોરી કરેલાની બન્નને ઇસમો કબુલાત કરેલ છે.જે પૈકી રેકર્ડ ઉપર ખાત્રી કરતા બોરતળાવ પો.સ્ટે ફસ્ટ ગુ.ર.નં- ૨૦૨૩/૨૦૨૦ ઇ.પી.કો કલમ-૩૮૦ મુજબનો ગુન્હો રજી થયેલ છે.આગળની કાર્યવાહી કરવા માટે બંન્ને ઇસમોને મુદામાલ સાથે પોલીસ ઇન્સ. શ્રી. બોળતળાવ પોલીસ સ્ટેશન ભાવનગરને સોપી આપેલ છે.
આ સમગ કામગીરીમાં એલ.સી.બી.નાં પોલીસ ઇન્સ. વી.વી.ઓડેદરા તથા પો.સબ ઇન્સ. એન.જી.જાડેજા ની સુચના અને માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાફનાં હેડ કોન્સ મહિપાલસિંહ ગોહિલ તથા હેડ કોન્સ જયરાજસિંહ જાડેજા તથા હેડ કોન્સ વનરાજભાઇ ખુમાણ તથા હેડ કોન્સ મહેન્દ્ર ભાઇ ચૌહાણ તથા હેડ કોન્સ ભૈપાલસિંહ ચુડાસમા તથા હેડ કોન્સા ઘનશ્યા મભાઇ ગોહીલ તથા હેડ કોન્સં સાગરભાઇ જોગદીયા તથા પો.કોન્સ રાજેન્દ્રાસિંહ સરવૈયા તથા પો.કોન્સહ વિઠ્ઠલભાઇ બારૈયા તથા પો.કોન્સ જયદીપસિંહ ગોહીલ તથા સંજયભાઇ ચુડાસમા વિગેરે સ્ટાફના માણસો જોડાયા હતા.