કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહના એક મોટા નિવેદનથી યુદ્ધની આશંકા છેડાઈ છે.
રાજનાથ સિંહે કહ્યું કે વિશ્વમાં ભારત એકમાત્ર એવો દેશ છે જેણે ‘વસુધૈવ કુટુંબકમ’નો સંદેશ આપ્યો છે. તેમણે કહ્યું કે વર્તમાન વૈશ્વિક ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને જોતા મેં સેનાને કહ્યું કે ભારત અને વિશ્વમાં શાંતિ જાળવી રાખવા માટે આપણે હંમેશા યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ.
- Advertisement -
આવનારા દિવસોમાં ભારતે કોઈ દેશ સાથે યુદ્ધ ચઢે તો નવાઈ નહીં ! હાલની સ્થિતિ જોતાં કેન્દ્રીય સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહને આવું લાગી રહ્યું છે. રાજનાથ સિંહ એવું કહ્યું કે મેં આપણા સુરક્ષા દળોને યુદ્ધ માટે તૈયાર રહેવાની સલાહ આપી છે જોકે તેમણે ખાસ કહ્યું કે ભારત શાંતિનો પૂજારી દેશ છે.
‘વસુધૈવ કુટુંબકમ’ કહેનાર ભારત વિશ્વનો એકલો દેશ
મીડિયા સાથે વાત કરતા રાજનાથે કહ્યું, “ભારત વિશ્વનો એકમાત્ર એવો દેશ છે જેણે ‘વસુધૈવ કુટુંબકમ’નો સંદેશ આપ્યો છે. ભારતે હંમેશા શાંતિની હિમાયત કરી છે… પરંતુ આજે ભૂ-રાજકીય પરિસ્થિતિને જોતા મેં સેનાને કહ્યું કે ભારત અને વિશ્વમાં શાંતિ જાળવવા માટે, આપણે હંમેશા યુદ્ધ માટે તૈયાર રહેવું જોઈએ, એ હેતુ સાથે કે આપણી શાંતિ કોઈપણ સંજોગોમાં ખલેલ પહોંચાડવી જોઈએ નહીં.
- Advertisement -
રાજનાથના નિવેદનથી ચર્ચા છેડાઈ
રાજનાથના યુદ્ધવાળા નિવેદનથી ચર્ચા છેડાઈ છે. સોશિયલ મીડિયાા સહિતના વર્તુળોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે શું ભારત હવે કોઈ દેશ સાથે યુદ્ધે ચઢવાનો છે તો જ રાજનાથે અચાનક સુરક્ષા દળોને આવી સલાહ આપી છે. આ પહેલા પણ રાજનાથે સુરક્ષા દળોને એલર્ટ રહેવાની તાકીદ કરી છે. આ બધી વાતનો અર્થ નજીકના ભવિષ્યમાં ભારત કંઈ મોટું કરે તેવું લાગી રહ્યું છે.